ગુજરાતની નકલી દારુબંધી: સુરતમાં ધોળા દિવસે દારુ પાર્ટીનો વીડિયો વાઈરલ
સૌથી મોટી વાત એ છે કે આ દારુ પાર્ટી જે દુકાનમાં ચાલી રહી છે, ત્યાંથી ભગવતી સ્કૂલની બિલકુલ નજીક થઈ રહી છે. જ્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી સુરતમાંથી છે, ત્યારે આવા પ્રકારનો વાઈરલ વીડિયો ખરેખર ઘણાં પ્રશ્નાર્થો ઉભાં કરે છે
ગુજરાતમાં દારુબંધી છે, તેવું સરકાર અને પોલીસ બંને જણાવી રહ્યા છે. પણ આ દારુબંધી માત્ર કાગળોમાં દેખાવ પુરતી હોવાનું જ લાગી રહ્યું છે. ભાવનગર જિલ્લાના લઠ્ઠાકાંડમાં 10થી વધુ લોકોના જીવ ગયા છે અને 60 જેટલા અન્ય અસરગ્રસ્તો છે.
તેના પછી ગુજરાતમાં દારુબંધીના કડક અમલને લઈને હાકોટા-પડકારા થઈ રહ્યા છે. પણ તેમ છતાં દારુબંધીના હાલ-હવાલને ઉજાગર કરતો એક વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો છે.
સુરતમાં ધોળા દિવસે દારુ પાર્ટીનો એક વીડિયો સોશયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો છે. સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં ભગવતી સ્કૂલ નજીકની દુકાનમાં દારુ પાર્ટી થઈ હોવાનો વીડિયો સોશલ મીડિયામાં વાઈરલ થયો છે.
જેમાં બે લોકો બેઠાં છે એકના હાથમાં ગ્લાસ છે અને તેમાં દારુ છે. સામે ગ્લાસ અને ઠંડાપાણીની બોટલ પણ છે. આ વીડિયો સામે આવતા પોલીસની કામગીરી અને વિસ્તારમાં દારુના વેચાણને લઈને સવાલ ઉભા થયા છે.
સૌથી મોટી વાત એ છે કે આ દારુ પાર્ટી જે દુકાનમાં ચાલી રહી છે, ત્યાંથી ભગવતી સ્કૂલની બિલકુલ નજીક થઈ રહી છે. જ્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી સુરતમાંથી છે, ત્યારે આવા પ્રકારનો વાઈરલ વીડિયો ખરેખર ઘણાં પ્રશ્નાર્થો ઉભાં કરે છે.