USના પ્રેશરમાં છે PM મોદી, ફરી કરી રહ્યા છે સરેન્ડર,નાણાં મંત્રાલયના UPI નોટિફિકેશન પર ભડક્યા રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ સોશયલ મીડિયા એક્સ પર હિંદીમાં લખ્યું છે કે મોદી સરકારે ચુપચાપ યુપીઆઈ પર ફી લગાવાવનો માર્ગ ખોલી નાખ્યો છે. હવે 2000થી ઉપરના મર્ચન્ટ યુપીઆઈ લેણદેણ પર એમડીઆર લગાવી શકાય છે. આ ટ્રાન્ઝક્શન્સની સંખ્યા ભલે માત્ર 5 ટકા હોય, પરંતુ યુપીઆઈની કૂલ ટ્રાન્ઝક્શન વેલ્યૂના લગભગ 65 ટકા તેમાં છે. સરકાર કહે છે કે ગ્રાહક પાસે કોઈ ફી નહીં લેવામાં આવે. પરંતુ દુકાનદાર પર લાગેલી ફી આખરે આવશે ક્યાંથી ?
મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે મંગળવારે આરોપ લગાવ્યો છે કે યુપીઆઈ લેણદેણ પર શુલ્ક લગાવવાની તૈયારી થઈ રહી છે અને કોમ્પ્રોમાઈઝ્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેપાર સમજૂતીની જેમ આ મામલામાં પણ અમેરિકાની સામે સમર્પણ કરી દીધું છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ચુપચાપ યુપીઆઈ પર ફી લગાવાવનો માર્ગ ખોલી નાખ્યો છે. કોંગ્રેસે એ પણ પુછયું કે શું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા માટે અમેરિકાની કંપનીઓ માટે ડિજિટલ પેમેન્ટનો માર્ગ ખોલવા માટે આવું કરાઈ રહ્યું છે.
કોંગ્રેસની આ પ્રતિક્રિયા નાણાં મંત્રાલયના એ નોટિફિકેશનના એક દિવસ બાદ આવી છે, જેમાં બેંકો અને પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડ્સને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે તે 2000 રૂપિયા સુધીના યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) ટ્રાન્ઝક્શન અથવા રુપે (RuPay) ડેબિટ કાર્ડથી કરવામમાં આવેલા પેમેન્ટ પર કોઈ ચાર્જ ન લગાવે. જો કે સરકારે એ સ્પષ્ટ નથી કર્યું કે શું 2000 રુપિયાથી વધારે ટ્રાન્ઝક્શન પર ચાર્જ લાગશે, જેની ચુકવણી મર્ચન્ટ્સે કરવી પડશે. અત્યાર સુધી યુપીઆઈ ટ્રાન્ઝક્શન પર કોઈ ચાર્જ લાગશે નહીં, ચાહે રકમ કેટલી પણ હોય.
ચુપચાપ UPI પર ફી લગાવાવનો માર્ગ ખોલી નાખ્યો
રાહુલ ગાંધીએ સોશયલ મીડિયા એક્સ પર હિંદીમાં લખ્યું છે કે મોદી સરકારે ચુપચાપ યુપીઆઈ પર ફી લગાવાવનો માર્ગ ખોલી નાખ્યો છે. હવે 2000થી ઉપરના મર્ચન્ટ યુપીઆઈ લેણદેણ પર એમડીઆર લગાવી શકાય છે. આ ટ્રાન્ઝક્શન્સની સંખ્યા ભલે માત્ર 5 ટકા હોય, પરંતુ યુપીઆઈની કૂલ ટ્રાન્ઝક્શન વેલ્યૂના લગભગ 65 ટકા તેમાં છે. સરકાર કહે છે કે ગ્રાહક પાસે કોઈ ફી નહીં લેવામાં આવે. પરંતુ દુકાનદાર પર લાગેલી ફી આખરે આવશે ક્યાંથી ? કિંમતોને જોડીને ગ્રાહકોના ખિસ્સામાંથી. વિરોધ પક્ષના નેતાએ લખ્યું કે અમેરિકાની પેમેન્ટ કંપનીઓ લાંબા સમયથી ભારતની ઝીરો-એમડીઆર નીતિનો વિરોધ કરતી રહી છે. હવે મોદી સરકારે ઠીક આ દિશામાં નીતિ બદલવાનો માર્ગ ખોલ્યો છે. યુએસ ટ્રેડ ડિલની જેમ, કોમ્પ્રોમાઈઝ્ડ પીએમ મોદી ફરી એકવાર અમેરિકાના દબાણની સામે સરન્ડર કરી રહ્યા છે.
ખડગેએ સાધ્યું નિશાન
રાહુલ ગાંધી સિવાય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પણ યુપીઆઈ શુલ્કને લઈને સરકાર પર નિશાન સાધતા એક્સ પર પોસ્ટ કરતા કહ્યુ છે કે સરકારે યુપીઆઈ પર કોઈ શુલ્ક નહીં, ની વ્યવસ્થા બદલી 2000 રૂપિયા સુધીના યુપીઆઈ લેણદેણ પર શુલ્ક નહીં લગાવવાની દિશામાં પગલું આગળ વધાર્યું છે. ખડગેનો દાવો છે કે પાંચ હજાર રૂપિયાની લેણદેણ પર 25 રૂપિયા અને 10 હજાર રૂપિયાની લેણદેણ પર 50 રૂપિયા સુધીની સંભવિત વસૂલી કરવામાં આવે તેવી શક્યતા છે. તેમણે સરકારને સવાલ કર્યો કે શું આ વાસ્તવમાં પ્રસ્તાવિત છે?
સરકારની નીતિ પર સવાલ છે નવું નોટિફિકેશન
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યુ છે કે જો વેપારીઓ પર એમડીઆરનો વધારાનો બોજો નાખવામાં આવે છે, તો તે આખરે વસ્તુઓ અને સેવાઓની કિંમતોમાં સામેલ થઈને સામાન્ય ગ્રાહકો પાસેથી જ વસૂલવામાં આવશે. તેમણે આરોપ લગાવ્યો છે કે મોંઘવારીતી પરેશાન જનતાને રાહત આપવાના સ્થાને સરકાર તેમના ખિસ્સા પર વધારાનો બોજો નાખવાની તૈયારી કરી રહી છે. ખડગેએ કહ્યુ છે કે 10 વર્ષ પહેલા નોટબંધીને ડિજિટલ ચુકવણી અને કેશલેસ ઈકોનોમીને પ્રોત્સાહિત કરવાના ઉપાય તરીકે રજૂ કરવામાં આવી હતી. તેવામાં હવે યુપીઆઈ પર શુલ્ક લગાવવાની સંભવિત વ્યવસ્તા સરકારની આ નીતિ પર સવાલ ઉભા કરે છે.
શુલ્ક વસૂલવાની જમીન કરાઈ રહી છે તૈયાર
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પણ આ મામલામાં સરકારને સવાલ કર્યો છે કે શું આ પગલું અમેરિકાની કંપનીઓ માટે ભારતના ડિજિટલ ચુકવણી ક્ષેત્રનો માર્ગ ખોલવા અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવાના ઉદેશ્યથી ઉઠાવાય રહ્યું છે. જયરામ રમેશે આરોપ લગાવ્યો છે કે સ્પષ્ટપણે આપણા સૌની પાસેથી યુપીઆઈ લેણદેણ પર શુલ્ક વસૂલવાની જમીન તૈયાર કરાઈ રહી છે.