નવસારીના ગણદેવા ગામમાં કરન્ટ લાગતા 3 મજૂરોના મોત
ગંભીર રીતે ઘવાયેલા એક મજૂરને વધુ સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ આખા મામલાની પોલીસ દ્વારા તપાસ પણ હાત ધરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના માહોલ વચ્ચે નવસારીના ગણદેવામાં એક દુર્ઘટના સર્જાઈ છે. ગણદેવી તાલુકાના ગણદેવા ગામમાંથી પસાર થતો એક ટેમ્પો વીજતારને સ્પર્શી જતાં મજૂરોને કરન્ટ લાગ્યો હતો. આ દુર્ઘટનામાં 3 મજૂરોના મોત નીપજ્યા છે અને અન્ય 2 મજૂરોને સારવાર માટે ખારેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ દુર્ઘટનાની જાણ થતાં જ રાજ્યના મંત્રી નરેશ પટેલ સહીતના આગેવાનો ખારેલ હોસ્પિટલ દોડી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા એક મજૂરને વધુ સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ આખા મામલાની પોલીસ દ્વારા તપાસ પણ હાત ધરવામાં આવી છે.

નરેશ પટેલે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે કે ગણદેવી તાલુકાના ગણદેવા ગામે કરંટ લાગવાથી 3 યુવાનોના અકાળે અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. હોસ્પિટલ ખાતે ઘાયલોની મુલાકાત લઈ તબીબો પાસેથી માહિતી મેળવી તથા શોકગ્રસ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી. ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે જરૂરી સૂચનાઓ આપી. દિવંગત આત્માઓને શાંતિ મળે અને તમામ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.