પહેલીવાર PM આવાસ બહાર ધરણાં પર બેઠાં રાહુલ-પ્રિયંકા ગાંધી, ખડગેના ઘરેથી પગપાળા પહોંચ્યા
વડાપ્રધાન નિવાસ 7 લોક કલ્યાણ માર્ગની બહાર કૉંગ્રેસના ધરણાં પ્રદર્શન શરૂ થઈ ગયા છે. આ લોકો કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી કરી રહ્યા છે.
રાજધાની નવી દિલ્હીમાં રાજકીય માહોલ ગરમ છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પહેલીવાર વડાપ્રધાન નિવાસ 7 લોકકલ્યાણ માર્ગની બહાર ધરણાં શરૂ કર્યા છે.
તેમની સાથે તેમના બહેન અને કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે સહીતના કોંગ્રેસના ઘણાં અન્ય નેતાઓ પણ ધરણાં પર બેઠાં છે.
મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધી આ ધરણાં સ્થળ સુધી પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના નિવાસસ્થાનેથી લગભગ 7 કિલોમીટર પગપાળા અહીં પહોંચ્યા હતા. આ લોકો કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી કરી રહ્યા છે.
ધરણાં સ્થાને બે મુખ્યમંત્રીઓ પણ હતા..
જણાવાય રહ્યું છે કે પીએમ આવાસની બહાર કોંગ્રેસે આ ધરણાંનું મુખ્ય કારણ લોકસભામાં સ્પીકર દ્વારા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જનો મુદ્દો નહીં ઉઠાવવા દીધો, તેને ગણાવાય રહ્યું છે. માનવામાં આવે છે કે સંસદમાં ગતિરોધ બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદોને કહ્યુ કે ચાલો, આ મુદ્દા પર હવે વડાપ્રધાનને જગાડીએ છીએ. ધરણાં સ્થળે કોંગ્રેસના તમામ મોટા નેતાઓની સાથે ત્યાં બે મુખ્યમંત્રીઓ પણ સામેલ છે. તેમાં કેરળના મુખ્યમંત્રી વી. ડી. સતીષન અને બીજા કર્ણાટકના મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર છે. જો કે કહેવામાં આવે છે કે બંને નેતા ત્યાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને ચાલ્યા ગયા છે.
વડાપ્રધાનનું રાજીનામું માંગતો સૂત્રોચ્ચાર
આ નેતા વિદ્યાર્થીઓ વિરુદ્ધ સોમવારે પોલીસ દ્વારા બળપ્રયોગ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માગણી કરતા પીએમ આવાસ નજીક ધરણાં પર બેઠા છે. વડાપ્રધાન નિવાસ 7 લોકકલ્યાણ માર્ગની નજીક ધરણાં પર બેઠેલા કોંગ્રેસના નેતાઓએ અહીં પ્રધાનમંત્રી ઈસ્તીફા દો- ના સૂત્રોચ્ચાર કર્યા છે. આના પહેલા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે પોલીસ કાર્યવાહીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માફી માંગવી જોઈએ અને પદ પરથી રાજીનામું આપવું જોઈએ.
ઘાયલોને મળ્યા રાહુલ-પ્રિયંકા
તેમણે સંસદ પરિસરમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે વિદ્યાર્થીઓની પિટાઈ બદલ ગૃહ મંત્રી અમિત શાહે પણ રાજીનામું આપવું જોઈએ. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે અમે ગૃહમાં ચર્ચા કરવા માંગીએ છીએ, પરંતુ વિપક્ષને વાત કરવા દેવાતી નથી. આ ગૃહ તે જ યુવાઓનું છે જેના પર સરકાર લાઠી ચલાવી રહી છે, ટિયરગેસના સેલ છોડી રહી છે. બાળકોની વાત સાંભળવામાં આવે અને શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવું જોઈએ. કોંગ્રેસના બે મુખ્ય નેતાઓ રામમનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં તેમણે ઘાયલ દેખાવકારોની મુલાકાત પણ કરી હતી.