સાયબર ફ્રોડની ફરિયાદ માટે હવે પોલીસ સ્ટેશન નહીં જવું પડે, e-Zero-FIR સેવાનો પ્રારંભ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ છે કે રાજ્ય સરકાર ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા નાગરિકોને ઝડપી અને પારદર્શક પોલીસ સેવા ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસશીલ છે. e-Zero FIR વ્યવસ્થાથી સાયબર ફ્રોડના પીડિતોને ઘરેબેઠાં જ ફરિયાદ નોંધાવવાની સુવિધા મળશે અને સમયસર કાર્યવાહી થવાથી છેતરાયેલી રકમ બનાચવવાની શક્યતા પણ વધશે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પાટનગર ગાંધીનગર ખાતે સાયબર ફાયનાન્સિયલ ઠગાઈનો ભોગ બનાનારાઓ ઝડપી અને અસરકારક ન્યાય અપાવવા માટે ડિઝિટલ પહેલ e-Zero FIR સેવાનું લોન્ચિંગ કર્યું છે.
આ નવી e-Zero FIR દ્વારા સાયબર છેતરપિંડીનો ભોગ બનનારા લોકો એ એફઆઈઆર કરાવવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેશે નહીં. નાગરિકો 1930 હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવશે, તેની સાથે સિસ્ટમ દ્વારા આપોઆપ e-Zero FIR જનરેટ થઈ જશે. ત્યાર પછી તેને સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી અપાશે. તેના આધારે પોલીસ અધિકારીઓ સામેથી ફરિયાદીનો સંપર્ક કરીને જરૂરી વિગતો મેળવીને નિયમ મુજબ તાત્કાલિક FIR નોંધી ત્વરિત તપાસ શરૂ કરશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ છે કે રાજ્ય સરકાર ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા નાગરિકોને ઝડપી અને પારદર્શક પોલીસ સેવા ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસશીલ છે. e-Zero FIR વ્યવસ્થાથી સાયબર ફ્રોડના પીડિતોને ઘરેબેઠાં જ ફરિયાદ નોંધાવવાની સુવિધા મળશે અને સમયસર કાર્યવાહી થવાથી છેતરાયેલી રકમ બનાચવવાની શક્યતા પણ વધશે.
મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદના એક રહેવાસી ડિઝિટલ એરેસ્ટ નામે સાયબપર છેતરપિંડીનો ભોગ બન્યા હતા. આ મામલામાં તેમમે રાજ્યની પહેલી ઈ-એફઆઈઆર નોંધાવી હતી, જેના આધારે સાયબર ક્રાઈમ વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને 15.76 લાખ રૂપિયાથી વધુ રકમ બચાવવામાં સફળતા મેળવી છે.
સાયબર સેન્ટર ઓફ એક્સેલેન્સના IGP બિપિન આહીરેએ માહિતી આપી કે, આ e-Zero FIR પ્રક્રિયા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) સાથે સંકલન કરીને અમલમાં મૂકવામાં આવી છે.
આ નવી વ્યવસ્થાના અસરકારક અમલ માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે (જી. એસ. મલિક) તમામ ફિલ્ડ યુનિટોને સંવેદનશીલતાથી કામગીરી કરી અરજદારોને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.
આ લોન્ચિંગ કાર્યક્રમમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિક અને સાયબર ક્રાઇમ સેલના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, I4C ના CEO રાજેશ કુમાર તેમજ રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ GSWAN ટેકનોલોજીના માધ્યમથી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.
ઘરે બેઠાં કેવી રીતે નોંધાવાશે FIR
નેશનલ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સાયબર ફ્રોડ થતાં જ ફોન કરીને તમારી વિગતો રજિસ્ટર કરાવો
National Cyber Crime Reporting Portal સરકાર અધિકૃત છે અને તેની મુલાકાત લો.
પોર્ટલ પર રિપોર્ટ સાયબર ક્રાઈમ પર ક્લિક કરીને તમારા મોબાઈલથી લોગ ઈન કરો. ફ્રોડની રકમ, સમય, બેંક ટ્રાન્ઝક્શન આઈડી અને શંકાસ્પદ મેસેજ કે સ્ક્રીનશોટ જેવા પુરાવા અપલોડ કરો.
ફોર્મ સબમિટ થયા પછી તમને 14 અંકનો એકનોલેજમેન્ટ નંબર મળશે, જેના દ્વારા તમે તમારી ફરિયાદની સ્થિતિ ચકાસી શકો છો અને પાત્રતા મુજબ સિસ્ટમ દ્વારા ઈ-ઝીરો એફઆઈઆરની પ્રક્રિયા આગળ વધે છે.