પાકિસ્તાન કરી શકે છે પરમાણુ બોમ્બનો ઉપયોગ! ભારત સામેના યુદ્ધમાં આની સૌથી વધુ આશંકા
ઈરાન પર અમેરિકાના હુમલા અને ટ્રમ્પને લઈને ઘણા સટીક દાવાઓ કરી ચુકેલા જિયાંગે કહ્યુ છે કે જો ભવિષ્યમાં ક્યારેય પણ પરમાણુ બોમ્બનો ઉપયોગ થયો, તો આ વાતની ઘણી આશંકા છે કે તે પાકિસ્તાન જ કરશે.
જિયોપોલિટિક્સના જાણકાર અને વાયરલ ચીની પ્રોફેસર જિયાંગ જ્યુકિને પરમાણુ બોમ્બના ઉપયોગને લઈને એવો દાવો કર્યો છે કે જેને લઈને ભારતમાં એક નવી ચર્ચા શરૂ થઈ છે.
ઈરાન પર અમેરિકાના હુમલા અને ટ્રમ્પને લઈને ઘણા સટીક દાવાઓ કરી ચુકેલા જિયાંગે કહ્યુ છે કે જો ભવિષ્યમાં ક્યારેય પણ પરમાણુ બોમ્બનો ઉપયોગ થયો, તો આ વાતની ઘણી આશંકા છે કે તે પાકિસ્તાન જ કરશે. એટલું જ નહીં પણ જિયાંગે પોતાના આ દાવા પાછળના કારણો પણ જણાવ્યા.
ચીની પ્રોફેસરે જણાવ્યું છે કે કેવી રીતે પાકિસ્તાનની આંતરિક સ્થિતિ તેને પરમાણુ હુમલો કરવા તરફ આગળ વધારી શકે છે.
યૂટ્યૂબર રાજ સમાનીના પોડકાસ્ટમાં તમામ મુદ્દાઓ પર વાત કરતા જિયાંગે કહ્યુ છે કે તેમને નથી લાગતું કે હાલ કેટલાક દશકાઓ સુધી પરમાણુ હુમલાની સ્થિતિ બની નહીં શકે. તેમણે ક્હ્યુ કે પરમાણુ યુદ્ધની વિરુદ્ધ દુનિયાભરમાં એક પ્રકારે મનાઈ છે. તેવામાં હાલ આગામી કેટલાક સમયમાં આવી સંભાવના નથી. તેમણે કહ્યુ કે મને વ્યક્તિગત રીતે લાગતું નથી કે આપણી જિંદગીમાં ક્યારેય પરમાણુ હથિયારોનો ઉપયોગ થશે, કારણ કે પરમાણુ શસ્ત્રોની વિરુદ્ધ એક વૈશ્વિક રોક છે.

તેના પછી ચીનના વાયરલ પ્રોફેસરને સવાલ કરાયો કે તેમને શું લાગે છે કે જો પરમાણુ યુદ્ધની સ્થિતિ બને છે, તો પછી ક્યો દેશ સૌથી પહેલા પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરી શકશે. તેના જવાબમાં જિયાંગે કહ્યુ કે પાકિસ્તાન એક પરમાણુ હથિયારવાળો નબળો દેશ છે. બની શકે કે કટોકટીની સ્થિતિમાં ખુદને રોકવા માટે તેની પાસે જરૂરી નિયંત્રણ પ્રણાલીઓ ન હોય. તેવામાં તે પરમાણુ યુદ્ધની તરફ જોઈ શકે છે.
જિયાંગે ક્હ્યુ છે કે પાકિસ્તાન ગત કેટલાક સમયથી સતત રાજકીય વિભાજન અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. ત્યાં ભ્રષ્ટાચાર છે. તેવામાં સ્થિતિ જો વધારે બગડે છે, તો વાત પરમાણુના ઉપયોગ સુધી પહોંચી શકે છે. જિયાંગે કહ્યુ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારા સંઘર્ષમાં જ પરમાણુ બોમ્બના ઉપયોગની સૌથી વધુ આશંકા છે.
જિયાંગે ભારતની પરમાણુ નીતિને લઈને નો ફર્સ્ટ યૂઝની પોલિસીનો ઉલ્લેખ કરતા કહ્યુ છે કે ભારતનો દૃષ્ટિકોણ અને માનસિકતા એ છે કે તે પહેલા હુમલો નહીં કરે. તેના સિવાય ભારતની પાસે સુરક્ષા દ્રષ્ટિથી પરમાણુ સિવાય પણ અન્ય પરંપરાગત ક્ષમતાઓ છે, જે તેને મજબૂત બનાવે છે. આની સરખામણીમાં પાકિસ્તાન પાસે આવું નથી.
જિયાંગનો તર્ક છે કે પાકિસ્તાનની સેના તેના પરમાણુ હથિયારોના જથ્થાને ભારતની મોટી પરંપરાગત સેનાઓની વિરુદ્ધ એક જવાબ તરીકે જોવે છે. તેવામાં સંભાવના વધી જાય છે કે પાકિસ્તાની સેનાની કમજોર સ્થિતિ બાદ આ યુદ્ધ થઈ શકે છે.
જો કે તેના પછી પણ જિયાંગે પરમાણુ યુદ્ધની આશંકાને લગભગ શૂન્ય ગાવી છે. તેમણે કહ્યુ છે કે જો કોઈ દેશ પરમાણુ હુમલો કરે છે, તો તેની સ્થિતિ બેહદ ખરાબ થઈ જશે. આ હુમલા બાદ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ અથવા પલટવારનો સામનો કરવો પડશે. આ બેહદ ખરાબ સ્થિતિ હશે. માટે પરમાણુ હુમલાનો નિર્ણય લેવો બેહદ મુશ્કેલ હશે.