SCની સુનાવણી બાદ CJPએ 5 સપ્ટેમ્બરની માર્ચ પાછી ખેંચી, સરકારની ખાત્રી બાદ બની સંમતિ
સીજેપીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર તરફથી મળેલા સકારાત્મક આશ્વાસન અને સુપ્રીમ કોર્ટના આજના આદેશને જોતાં તેણે માર્ચ નહીં કાઢવાનો નિર્ણય કર્યો છે
સુપ્રીમ કોર્ટમાં મંગળવારે થયેલી સુનાવણી દરમિયાન કોકરોચ જનતા પાર્ટી (CJP)એ 5 સપ્ટેમ્બરની પ્રસ્તાવિત પોતાની માર્ચની હાકલ પાછી ખેંચવાની ઘોષણા કરી છે.
સીજેપીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર તરફથી મળેલા સકારાત્મક આશ્વાસન અને સુપ્રીમ કોર્ટના આજના આદેશને જોતાં તેણે માર્ચ નહીં કાઢવાનો નિર્ણય કર્યો છે.
મામલાની સુનાવણી દરમિયાન સીજેપીના નેતા સૌરવ દાસે કોર્ટને પાર્ટીના નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે કહ્યુ કે સરકાર પાસેથી મળેલા ભરોસા, કોર્ટની ન્યાયિક ગરિમા અને મંગળવારે પારીત આદેશને ધ્યાનમાં રાખતા માર્ચ પાછી લેવી યોગ્ય માનવામાં આવ્યું છે.
કોકરોચ જનતા પાર્ટીએ 5 સપ્ટેમ્બરે માર્ચ કાઢવાની ઘોષણા કરી હતી. પાર્ટી તરફથી આ પગલું સરકારના આશ્વાસનને લઈને બનેલી ચિંતાઓ વચ્ચે ઉઠાવવામાં આવ્યું હતું. મંગળવારે સુનાવણીમાં પાર્ટીએ પોતાની દિશા બદલતા પ્રસ્તાવિત માર્ચ પાછી લેવાની વાત કહી છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી સહીત અન્ય રાજ્યોમાં દેખાવકારો સામે નોંધવામાં આવેલી એફઆઈઆર રદ્દ કરી દીધી છે. કોકરોચ જનતા પાર્ટીએ પહેલા જ કોર્ટમાં 5 સપ્ટેમ્બરની પ્રસ્તાવિત માર્ચ રદ્દ કરવાની ઘોષણા કરી. પાર્ટીએ સરકારના સકારાત્મક આશ્વાસન અને કોર્ટના આદેશના આધારે આ નિર્ણય લીધો છે.
સુનાવણી વખતે સોલિસિટર જનરલે પણ પોતાની દલીલમાં કહ્યુ કે વિરોધ કરનારાઓના મનમાં એ આશંકા હતી કે સરકાર પોતાના વાયદા પુરા નહીં કરે. જેમાં યુવાઓ પર કરવામાં આવેલા કેસ પાછા લેવાની વાત હતી. આ કારણથી માર્ચની ઘોષણા કરવામાં આવી હતી. સોલિસિટર જનરલે કહ્યુ કે હવે સરકાર તરફથી પોતાનું આશ્વાસન આપ્યા બાદ દેખાવકારો તરફથી પણ સકારાત્મક પ્રતિક્રિયા આવવી જોીએ. તેના પછી હવે 5 સપ્ટેમ્બરની પ્રસ્તાવિત માર્ચને ટાળવામાં આવી છે.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ પણ બંને પક્ષોને સકારાત્મક વલણ અપવનાવાની વાત કહી. તેમણે કહ્યુ કે જો બંને પક્ષ સારી ભાવના દર્શાવે, તો આખો મામલો સરળતાથી ઉકેલી શકાય છે. સીજેઆઈની આ ટીપ્પણી બાદ સુનાવણીમાં બંને પક્ષોની વચ્ચે સંમતિની દિશામાં આગળ વધવાનો રસ્તો સાફ થયો. તેના પછી સીજેપીએ 5 સપ્ટેમ્બરની માર્ચ પાછી લેવાનો નિર્ણય કર્યો.