1984ના હુલ્લડોમાં આજીવન કેદની સજા કાપી રહેલા કૉંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારનું નિધન
સજ્જન કુમાર 7 વર્ષથી દિલ્હીની તિહાડ જેલમાં બંધ હતા. હોસ્પિટલ સૂત્રો મુજબ, તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મૃતાવસ્થામાં લાવવામાં આવ્યા હતા
કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમાર 1984ના શીખ વિરોધી હુલ્લડોમમાં તિહાડ જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યા હતા. તેમનું 84 વર્ષની વયે નિધન થયું છે. દિલ્હી હાઈકોર્ટે 17 ડિસેમ્બર, 2018ના રોજ તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. તેમણે દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટેમાંથી તેમને કોઈ રાહત મળી ન હતી. 27 એપ્રિલ, 2022ના રોજ તેમને હુલ્લડ સંબંધિત એક મામલામાં જામીન મળી, પરંતુ અન્ય મામલાઓમાં દોષિત ઠરવાને કારણે તેઓ જેલમાં જ બંધ રહ્યા.
સજ્જન કુમાર 7 વર્ષથી દિલ્હીની તિહાડ જેલમાં બંધ હતા. હોસ્પિટલ સૂત્રો મુજબ, તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મૃતાવસ્થામાં લાવવામાં આવ્યા હતા. એપ્રિલ, 2026માં તેમણે પોતાની બીમાર પત્નીને મળવા માટે સુપ્રીમ કોર્ટમાંથી જામીન માંગી હતી. પરંતુ કોર્ટે તેમને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો.
મહત્ત્વપૂર્ણ છે કે કોંગ્રેસના પૂર્વ નેતા સજ્જન કુમારને 1984ના શીખ વિરોધી રમખાણો સાથે જોડાયેલા મામલાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમને આજીવન કેદની સજા ફટકારાય હતી. કોર્ટે તેમને 1984માં શીખ વિરોધી હુલ્લડો દરમિયાન જસવંતસિંહ અને તેમના પુત્ર તરુંદીપસિંહની હત્યામાં તેમની ભૂમિકા માટે દોષિત ઠેરવ્યા હતા. ત્રણ વાર સાંસદ રહી ચુકેલા સજ્જન કુમારને ભીડને જસવંતસિંહ અને તેમના પરિવારને નિશાન બનાવવા માટે ઉશ્કેરણી કરવાના મામલે દોષિત ઠેરવ્યા હતા.તેમને આજીવન કેદની સજા થઈ હતી. તેના પછી સજ્જન કુમારે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપ્યું હતું.