શ્રદ્ધાળુઓને પાવાગઢની તીર્થયાત્રા 2 દિવસ ટાળવાની પાવાગઢ મંદિર ટ્ર્સ્ટની અપીલ
31 જુલાઈ અને 1 ઓગસ્ટ એમ બે દિવસ ભક્તોને સુરક્ષા કારણોસર પાવાગઢની યાત્રા ટાળવાની અપીલ કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લામાં આવેલા શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે રાત્રિ દરમિયાન અને મળસ્કે વરસાદી માહોલ જામ્યો છે. પાવાગઢના ડુંગર પર ધોધમાર વરસાદને પગલે પગથિયાં પરથી પાણી વહી રહ્યા છે. ડુંગર પર મેઘરાજાએ ધડબડાટી બોલાવતા જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
ત્યારે ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદના આગાહી વચ્ચે પાવાગઢ મંદિર ટ્ર્સ્ટ દ્વારા મહત્ત્વની અપીલ જાહેર કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટચે આગામી બે દિવસ સુધી પાવાગઢની યાત્રા ટાળવાની ભાવિક-ભક્તોને વિનંતી કરી છે.
ભારે વરસાદને કારણે માર્ગમાં પાણી ભરાવા, ભૂસ્ખલન અને આવન-જાવનનામાં મુશ્કેલી ઉભી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્ર્સ્ટે મહાકાળી માતાજીનામ દર્શન માટે હવામાન સામાન્ય થયા બાદ યાત્રાળુઓને આવવાની વિનંતી કરી છે.
31 જુલાઈ અને 1 ઓગસ્ટ એમ બે દિવસ ભક્તોને સુરક્ષા કારણોસર પાવાગઢની યાત્રા ટાળવાની અપીલ કરવામાં આવી છે.
પાવાગઢ ડુંગર પર જવા માટે પગપાળા માર્ગ જોખમી બની જતો હોવાથી ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અપીલ કરી છે.
પંચમહાલ-વડોદરા સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી બાદ મંદિર ટ્રસ્ટ સતર્ક બન્યું છે.