PM મોદીનો છાત્રોને Video સંદેશ, કહ્યુ- પેપરલીક પર આજે વધુ કડક કાર્યવાહી થશે
સરકારે ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ પદમાં મોટો ફેરફાર કર્યો છે. વરિષ્ઠ આઈએએસ અધિકારી વિનીત જોશીને ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ પદેથી હટાવીને પંચાયતી રાજ મંત્રાલયમાં સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તો તેમના સ્થાને નરેશપાલ ગંગવારને ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવનો પદભાર સોંપવામાં આવ્યો છે.
નવી દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે વીડિયો સંદેશ જાહેર કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે પેપર લીક કોઈ મામૂલી વિષય નથી. તેમણે સ્પષ્ટ કહ્યુ કે આજે આ મામલામાં વધુ મોટી અને કડક કાર્યવાહી થશે. તેમણે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યુ કે પેપર લીકની વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી માટે આવતીકાલે (શુક્રવારે) કેબિનેટમાં ચર્ચા પણ થશે.
પીએમ મોદીએ શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છાત્રોને સંબોધિત કરતા કહ્યુ કે ફ્રેન્ડ્સ પેપરલીક કોઈ મામૂલી વિષય નથી. તેનાથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બેહદ પીડા થાય છે. તેમણે કહ્યુ કે ગત અઢી માસમાં પેપરલીકની ઘટનાઓ બાદ સરકારે ઘણાં પગલા ઉઠાવ્યા છે અને દોષિતોને એરેસ્ટ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે.
તેમણે કહ્યુ કે સરકારની સૌથી મોટી જવાબદારી એ હતી કે છાત્રોનું એક વર્ષ બરબાદ થાય નહીં. માટે ઓછામાં ઓછા સમયમાં 22 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ કરવાની વ્યવસ્થા કરવામાં આવી. તેમણે કહ્યુ કે 19 તારીખે પરીક્ષાના પરિણામ પણ જાહેર કરી દેવામાં આ્યા છે અને દેશભરમાં સફળ વિદ્યાર્થીઓની ખુશીની ખબરો સામે આવી રહી છે.
ફાસ્ટટ્રેક કોર્ટ અને કડક સજાનો પ્રસ્તાવ
વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે સરકાર માત્ર આટલી કાર્યવાહીથી સંતુષ્ટ થવાની નથી. તેમણે કહ્યુ છે કે આજે તેમણે સંબંધિત વિભાગોને પેપરલીક મામલા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાના નિર્દેશ આપ્યા હતા. વિભાગોએ સતત મહેનત કરીને મોડી રાત્રે તેનો મુસદ્દો તૈયાર કરીને તેમને સોંપી દીધો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે આ પ્રસ્તાવમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ સાથે દોષિતો માટે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ મુસદ્દા પર શુક્રવારે કેબિનેટમાં ચર્ચા થશે અને મંત્રીઓના સૂચનો બાદ તેને આખરી ઓપ આપવામાં આવશે. તેમણે કહ્યુ છે કે સોમવારે સંસદીય સત્રના બીજા સપ્તાહની કાર્યવાહી શરૂ થઈ રહી છે અને સરકાર જલ્દીમાં જલ્દી આ બિલને સંસદમાં પારીત કરવાનો પ્રયાસ કરશે.
મહત્ત્વપૂર્ણ છે કે આ ઘટનાક્રમ વચ્ચે સરકારે ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ પદમાં મોટો ફેરફાર કર્યો છે. વરિષ્ઠ આઈએએસ અધિકારી વિનીત જોશીને ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ પદેથી હટાવીને પંચાયતી રાજ મંત્રાલયમાં સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તો તેમના સ્થાને નરેશપાલ ગંગવારને ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવનો પદભાર સોંપવામાં આવ્યો છે.