અમદાવાદના નરોડાની GIDCની કંપનીમાં ભીષણ આગ કાબુમાં, ફાયરબ્રિગેડની 10 ગાડીઓ પહોંચી હતી
ઘટનાની જાણ થતાં સહિત ફાયર ફાઇટરની ટીમો સ્થળ પર પહોંચી, ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
અમદાવાદના નરોડાની GIDC ફેઝ-3માં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગતા બ્રિગેડ કૉલ જાહેર કરાયો છે. નરોડા અને કૃષ્ણનગર સહિતની ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કોશિશ થઈ રહી છે.
આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગના વિકરાળ સ્વરૂપને જોતા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. નિકોલ, નરોડા, ચાંદખેડા, શાહપુર, કૃષ્ણ નગર અને નરોડા જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમો સહીત 10 જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે આગ કાબુમાં લેવા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સહિત ફાયર ફાઇટરની ટીમો સ્થળ પર પહોંચી, ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
ફાયર ફાઈટરોએ આગને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. આગના કારણોની તપાસ થઈ રહી છે. આગના કારણે નુકશાનની જાણકારી પણ મેળવાય રહી છે.