આમ પણ રિપોર્ટિંગ થાય! કીચડમાં પગ ફસાવ્યા વગર ઓસ્ટ્રેલિયન મહિલા પત્રકારે નેપાળના પુરની ભયાનકતા દર્શાવી
નેપાળમાં તાજેતરમાં ભયાનક પુર આવ્યા બાદ કેટલાક મીડિયાકર્મીઓ ત્યાં રિપોર્ટિંગ માટે પહોંચ્યા હતા અને તેમની કીચડમાં પગ ફસાયા હોય તેવા મીડિયા અહેવાલોની ભરમાર જોવા મળી
આમ તો મીડિયામાં પુર હોય કે કોઈ દુર્ઘટના હોય તો તેનું રિપોર્ટિંગ કરતી વખતે તમે પાણીમાં ગળાડૂબ થઈને કે દુર્ઘટનાને લઈને ખુદને જોખમમાં નાખીને રિપોર્ટિંગ કરનારા પત્રકારોને જોયા હશે. આમા કેટલીક ફની વીડિયો ક્લિપ્સ પણ ઈન્ટરનેટ-યુટ્યૂબ પર ઉપલબ્ધ છે.
નેપાળમાં તાજેતરમાં ભયાનક પુર આવ્યા બાદ કેટલાક મીડિયાકર્મીઓ ત્યાં રિપોર્ટિંગ માટે પહોંચ્યા હતા અને તેમની કીચડમાં પગ ફસાયા હોય તેવા મીડિયા અહેવાલોની ભરમાર જોવા મળી.
પણ ઓસ્ટ્રેલિયાની પત્રકાર કેસિડી મોસકોની (Cassidy Mosconi)એ જે રિપોર્ટિંગ કર્યું છે, તે અદભૂત છે. નેપાળના પુરની ભયાનક સ્થિતિને કીચડમાં પગ ફસાવ્યા વગર પણ હૂબહૂ રજૂ કરી શકાય છે.
આ રિપોર્ટિંગમાં સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ડ્રોન વ્યૂની છે. જ્યારે ખુદને ફોક્સ કરવાના સ્થાને માત્ર સબજેક્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે, ત્યારે આ વ્યૂ સામે આવે છે.