જાણો META ને શા માટે માંગવી પડી મોદી સરકારની માફી?
મહત્ત્વપૂર્ણ છે કે ભારત સરકારે આ મામલામાં મેટા પાસે વિસ્તૃત જવાબ માંગ્યો હતો. જાણવાનો પ્રયાસ કરાયો છે કે આખરે ક્યાં કારણોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોશયલ મીડિયા પોસ્ટને હટાવવામાં આવી છે.
મેટાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોશયલ મીડિયા પોસ્ટને હટાવવાને લઈને મોદી સરકારની માફી માંગી છે.
સ્પષ્ટતા કરવામાં આવી છે કે તકનીકી ખરાબીના કારણે તે પોસ્ટ હટાવવામાં આવી હતી. હકીકતમાં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીટ પેપર લીક મામલે એક વીડિયો શેયર કર્યો હતો, તેમાં આ વીડિયોમાં દોષિતોની વિરુદ્ધ કડક કાર્યવાહીની વાત કહેવામાં આવી હતી. પરંતુ મેટાએ બાદમાં તે સોશયલ મીડિયા પોસ્ટને હટાવી દીધી હતી. તેનાથી વિવાદ છેડાયો હતો.
મહત્ત્વપૂર્ણ છે કે ભારત સરકારે આ મામલામાં મેટા પાસે વિસ્તૃત જવાબ માંગ્યો હતો. જાણવાનો પ્રયાસ કરાયો છે કે આખરે ક્યાં કારણોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોશયલ મીડિયા પોસ્ટને હટાવવામાં આવી છે.
મેટાએ આ મામલામાં પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હટાવાયેલી સોશયલ મીડિયા પોસ્ટને એક તકનીકી ખરાબી ગણાવવામાં આવી છે.