ગુજરાતમાં ભારે વરસાદનો કહેર, પૂરમાં 30થી વધુના મોત
નવસારી અને વલસાડમાંથી અંદાજે 38,000 લોકોનું સ્થળાંતર કરાયું છે. મોટાભાગના લોકોએ પોતાના સગાંસંબંધીઓને ત્યાં આશરો લીધો છે. જ્યારે અંદાજે 2000 લોકો શેલ્ટર હોમ્સમાં આશ્રય લઈ રહ્યા છે. શનિવારે સવાર સુધીમાં 60 જેટલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં દક્ષિણ ગુજરાત સહીતને કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ અને પૂરને કારણે તારાજી સર્જાઈ છે. પુરમાં તણાઈ જવાથી 30થી વધુના મોત નીપજ્યા છે. આમા
દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને નવસારી જિલ્લાઓ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. આ સિવાય ખેડા, આણંદ અને અમરેલીમાં પણ પુરમાં તણાવાથી મૃત્યુ પામવાની ઘટના બની છે.
અત્યાર સુધીમાં 31ના મૃત્યુ થયા છે. જેમાં નવસારીમાં 15, વલસાડમાં 7 ખેડામાં 4, સુરત-અમરેલીમાં 2-2 જણા અને આણંદમાં એકનું મોત નીપજ્યું છે. મોટાભાગના લોકોના મોત પાણીમાં ડૂબી જવાથી થયા છે.

વરસાદ રોકાયા બાદ બચાવ કામગીરી ઝડપી બની છે. લોકોના જીવ બચાવીને તેમને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા પ્રાથમિકતા છે. નવસારી અને વલસાડમાંથી અંદાજે 38,000 લોકોનું સ્થળાંતર કરાયું છે. મોટાભાગના લોકોએ પોતાના સગાંસંબંધીઓને ત્યાં આશરો લીધો છે. જ્યારે અંદાજે 2000 લોકો શેલ્ટર હોમ્સમાં આશ્રય લઈ રહ્યા છે. શનિવારે સવાર સુધીમાં 60 જેટલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.
બે દિવસનો ધોધમાર વરસાદ ભારે તારાજી સર્જી ગયો છે. જેના કારણે જનજીવનને પાટે ચઢતા અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાસો સમય લાગશે. ઘણાં મકાનો-દુકાનોમાં સાત-આઠ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. લોકોની ઘરવખરી અને માલસામાન તબાહ થઈ ગયા હતા. હવે રોગચાળો ન ફેલાય તેના માટે સફાઈ અને સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે.
વરસાદના પાણી ઓસરતા નુકશાન વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે. બ્રિજ, માર્ગો, પ્લાસ્ટિક, પડેલા વૃક્ષો અને તણાયેલી વસ્તુઓ આને વધુ સ્પષ્ટ કરી રહી છે.