વિશ્વની સૌથી મોટી Oil કંપની Aramco પર હુમલો, યમની મિસાઈલોથી દહેલ્યું સાઉદી
યમનથી સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન એટેક થયા છે. જેમાં જિજાન ઔદ્યોગિક શહેરની એક મહત્ત્વની સુવિધા અને અરામકો સાથે જોડાયેલી ક્રૂડ ઓઈલની સુવિધાને નિશાન બનાવવામાં આવી છે. હુમલા બાદ ઘણાં વિસ્તારોની વીજળી ગુલ છે અને યાનબૂ પ્રાંત માટે ઈમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ ચરણ પર પહોંચ્યો છે.
યમનથી સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા થયા છે. આ હુમલાઓમાં મિસાઈલો અને ડ્રોન બંનેનો ઉપયોગ કરાયો છે. સાઉદી અરેબિયાના જિજાન ઔદ્યોગિક શહેરમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. જિજાનની એક મહત્ત્વની સાઉદી અરબેયિાની ઔદ્યોગિક સુવિધાને મિસાઈલ હુમલામાં નિશાન બનાવવામાં આવી છે. જેના કારણે વિશ્વની સૌથી મોટી ખનીજતેલની કંપની પર સીધો ખતરો તોળાઈ રહ્યો છે.
હુમલા બાદ ઘણાં વિસ્તારોમાં વીજળી ગુલ છે. અરબ સૂત્રો પ્રમાણે, યમને અરામકો સાથે જોડાયેલી એક ક્રૂડ ઓઈલની સુવિધાનને પણ નિશાન બનાવી છે. યમની જવાબી હુમલાઓમાં સાઉદી અરેબિયાના જિજાન, યાનબૂ અને દમાદ વિસ્તારોને પણ અસર પહોંચી છે. તેની સાથે જ સાઉદી સિવિલ ડિફેન્સે યાનબૂ પ્રાંત માટે નેશનલ અર્લી વોર્નિંગ પ્લેટફોર્મ પર કટોકટી એલર્ટ જાહેર કર્યું છે.
આ હુમલા એ સમયે થયા છે કે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા પ્રાદેશિક યુદ્ધ વચ્ચે સાઉદી અરેબિયા અને યમનના હૂતી વિદ્રોહી સમૂહ વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો છે. શુક્રવારે મોડી રાત્રે સાઉદી અરેબિયાએ યમનના હૂતી નિયંત્રિત શહેર હોદેઈદા પર હુમલો કર્યો હતો.
હૂતી વિદ્રોહીઓના વિદેશ મંત્રાલય દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે આ હુમલા સાઉદી અરેબિયાને મોંઘા પડસે અને સમૂહ તેનો જવાબ આપશે. હૂતી સાથે જોડાયેલા અલ મસીરા ટીવી પ્રમાણે, હોદેઈદામાં દૂરસંચાર ઓથોરિટીની સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી અને કમરાન ટાપુ પર પણ હુમલા થયા હતા. આ હુમલામાં એક મહિલા ઘાયલ થઈ હતી.
બુધવારે હૂતીએ દાવો કર્યો હતો કે તેણે લાલ સાગરમાં સાઉદી ઓઈલ ટેન્કરોને ડ્રોન અને મિસાઈલોથી નિશાન બનાવ્યા, જેમાં ઓછામાં ઓછું એક જહાજને નુકશાન થયું છે. હૂતીએ આ કાર્યવાહી 20 જુલાઈએ ઘોષિત નાકાબંધી હેઠળ કરી હતી. આ નાકાબંધી સના એરપોર્ટ પર થયેલા હુમલાના જવાબમાં કરવામાં આવી હતી.
સાઉદી સમર્થિત સરકારે હવાઈ એરપોર્ટ પર હુમલાની જવાબદારી લીધી હતી. બંને પક્ષો વચ્ચે 2022થી ચાલી રહેલી અનૌપચારીક શાંતિ હવે તૂટતી દેખાઈ રહી છે, જેનાથી લાલ સાગર માર્ગ પર વૈશ્વિક વ્યાપારને લઈને ચિંતા વધી છે.