હિમાચલના ચંબામાં પહાડ પરથી પડયા પથ્થર, 7 માસના બાળકને બચાવવા દોડયો એમ્બ્યુલન્સકર્મી-જુઓ Video
આ વીડિયો ભરમૌર નેશનલ હાઈવેનો છે. જ્યાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની વચ્ચે એનએચએઆઈની ટીમનો એમ્બ્યુલન્સકર્મી પોતાનો જીવ જોખમમાં નાખીને સાત માસના બાળકનો જીવ બચાવે છે. આ ટીમે એક વૃદ્ધનો પણ જીવ બચાવ્યો છે
હિમાચલ પ્રદેશમાં ચંબા જિલ્લાનો એક વીડિયો સામે આવ્યો છે. સોશયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં એનએચએઆઈનો કર્મચારી પહાડી પરથી પડતાં પથ્થરો વચ્ચે જીવને જોખમમાં નાખીને દોડતો દેખાય છે. ત્યારે તેના હાથમાં એક બાળક દેખાય છે. આ વીડિયો ભરમૌર નેશનલ હાઈવેનો છે. જ્યાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની વચ્ચે એનએચએઆઈની ટીમનો એમ્બ્યુલન્સકર્મી પોતાનો જીવ જોખમમાં નાખીને સાત માસના બાળકનો જીવ બચાવે છે. આ ટીમે એક વૃદ્ધનો પણ જીવ બચાવ્યો છે.
મહત્ત્વપૂર્ણ છે કે દુર્ગઠીની નજીક ભરમૌરની તરફથી આી રહેલી એક એમ્બ્યુલન્સમાં સાત માસના માસૂમ બાળક હતો. બાળકને વેન્ટિલેટરની જરૂર હતી. માર્ગ બંધ હોવાને કારણે એનએચએઆઈની ટીમે બાળકને પગપાળા કાટમાળના પથ્થર પાર કરાવ્યા. તેના પછી એક પેટ્રોલિંગ વાહનથી બત્તી કી હટ્ટી તેને પહોંચાડયો. ત્યાં પણ રસ્તો બંધ હોવાથી બીમાર બાળકને સુરક્ષિત બીજી તરફ લઈ જઈને બીજા પેટ્રોલિંગ વાહન દ્વારા બગ્ગા પહોંચાડયું. અહીંથી તેને તાત્કાલિક ચંબા મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યું.
ચંબા-ભરમૌર માર્ગ પર દુનાલી પાસે ભૂસ્ખલનને કારણે સડક બંધ થઈ ગઈ હતી. આ રોડ પર 12થી 13 સ્થાનો પર કાટમાળ પડયો હતો. આ દરમિયાન ભરમૌર હોસ્પિટલમાં એક વૃદ્ધ દર્દીને એમ્બ્યુલન્સના માધ્યમથી ત્યાં પહોંચાડયો. પરંતુ દુર્ગેઠીમાં માર્ગ બંધ હોવાને કારણે ત્યાં પણ તે ફસાયો હતો.
તેવામાં એનએચએઆઈની ટીમે વૃદ્ધને પોતાનો જીવ જોખમમાં નાખીને પોતાના પેટ્રોલિંગ વાહન સુધી પહોંચાડયો. એનએચએઆઈની ટીમ મશીનરી સાથે માર્ગ સાફ કરતા આગળ વધી અને વૃદ્ધને સુરક્ષિત બગ્ગા પહોંચાડીને એમ્બ્યુલન્સથી ચંબા મેડિકલ કોલેજ પહોંચાડયા.