અમેરિકાએ જાહેર કર્યો ટ્રમ્પની તસ્વીરવાળો 1 ડૉલરનો સિક્કો, શરુ થયો વિવાદ
યુએસ મિન્ટનું કહેવું છે કે આ સિક્કો અમેરિકાની ઓળખ, ગૌરવ અને વારસાને દર્શાવે છે. જો કે ટ્ર્મ્પની તસ્વીરને કારણે આ સિક્કાને લઈને રાજકીય અને કાયદાકીય ચર્ચા શરૂ થઈ છે.
અમેરિકાએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસ્વીરવાળો 1 ડોલરનો સિક્કો જાહેર કર્યો છે. આ સિક્કોને લઈને અમેરિકામાં ઘણી ચર્ચા અને વિવાદ શરુ થયો છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે અમેરિકાની કરન્સી પર કોઈ જીવિત રાષ્ટ્રપ્રમુખની તસ્વીર લગાવવાની લાંબા સમયથી ચાલી આવતી પરંપરા હવે રહી નથી. તેવામાં સવાલ ઉઠી રહ્યા છે કે આખરે ટ્રમ્પની તસ્વીરવાળો આ સિક્કો જાહેર કેવી રીતે કરાયો અને શું તે કાયદેસર છે?
અમેરિકાની ટંકશાળ (US Mint) એ બુધવારે ટ્રમ્પની તસ્વીરવાળો ગોલ્ડન કલરનો 1 ડોલરનો સિક્કો વેચાણ માટે ઉપલબ્ધ કરાવ્યો હતો. આ સિક્કો અમેરિકાની 250મી વર્ષગાંઠનો ભાગ છે. અમેરિકા 2026માં પોતાની સ્થાપનાના 250 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ સિક્કોની ખાસ વાત એ છે કે તેની સામેના ભાગમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસ્વીર બનાવવામાં આવી છે. તેની સાથે LIBERTY, IN GOD WE TRUST અને 1776~2026 લખેલું છે. સિક્કાની પાછળની બાજૂ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની સત્તાવાર મ્હોરની ડિઝાઈન છે. તેમાં ઢાલની ઉપર 250 લખ્યું છે.
યુએસ મિન્ટનું કહેવું છે કે આ સિક્કો અમેરિકાની ઓળખ, ગૌરવ અને વારસાને દર્શાવે છે. જો કે ટ્ર્મ્પની તસ્વીરને કારણે આ સિક્કાને લઈને રાજકીય અને કાયદાકીય ચર્ચા શરૂ થઈ છે.
અમેરિકામાં જીવિત લોકોની તસ્વીરને સરકારી મુદ્રા પર લગાવવાને લઈને જૂનો નિયમ છે. તેની શરૂઆત 1866માં થઈ હતી. આ સમયે કોંગ્રેસએ એક નિયમ બનાવ્યો હતો, કારણ કે એક સરકારી અધિકારીએ કથિતપણે અમેરિકાની કરન્સી પર પોતાની જ તસ્વીર લગાવી દીધી હતી. આ નિયમને સામાન્ય રીતે Thayer Amendmenના નામથી ઓળખવામાં આવે છે. તેના હેઠળ અમેરિકાની ચલણી નોટો પર કોઈ જીવિત વ્યક્તિના ચિત્ર લગાવવાની મંજૂરી નથી. જો કે આ નિયમ સિક્કાઓ પર લાગુ થતો નથી.
અમેરિકાના ફેડરલ લૉમાં એ પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકાની કરન્સી અને સરકારી સિક્યોરિટીઝ પર કોઈ મૃત વ્યક્તિનું જ ચિત્ર હોવું જોઈએ. ટ્રમ્પના ટેકેદારોએ આ નિયમ માટે કાયદો લાવવાની કોશિશ પણ કરી છે. પરંતુ તે પ્રસ્તાવ આગળ વધી શક્યો નથી.
આ આખા મામલાનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. રિપોર્ટ મુજબ, આ સિક્કો ગેરકાયદેસર માનવામાં આવ્યો નથી. તેનું કારણ 2020માં પારીત કરવામાં આવેલો એક કાયદો છે. જેને સર્કુલેશન કલેક્શન કોઈન ડિઝાઈન એક્ટ ઓફ 2026 (CCRA) કહેવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં આ કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાયદાએ અમેરિકાની ટ્રેઝરીને અમેરિકાની 250મી વર્ષગાંઠ પ્રસંગે વિશેષ ડિઝાઈનવાળા 1 ડોલરના સિક્કા બનાવવાની મંજૂરી આપી હતી.
કાયદામાં આ જરૂર કહેવામાં આવ્યું હતું કે સિક્કાની પાછળના ભાગ પર કોઈપણ વ્યક્તિ, ચાહે તે જીવિત હોય કે મૃત, તેનું ચિત્ર હોવું જોઈએ નહીં. પરંતુ ટ્રમ્પની તસ્વીર સિક્કાના સામેના ભાગમાં છે. માટે પ્રારંભિકપણે આ સિક્કો કાયદાની મર્યાદામાં આવતો હોવાનું મનાય રહ્યું છે. આ પ્રકારે ટ્રમ્પની તસવીર વાળો નવો 1 ડોલરનો સિક્કો ભલે પરંપરાને લઈને સવાલ ઉભા કરી રહ્યો છે, પણ ઉપલબ્ધ કાયદાકીય જોગવાઈઓના આધારે તે ગેરકાયદેસર માનવામાં આવી રહ્યો નથી.