PM મોદીએ લાલ કિલ્લા પરથી શું કહ્યું? જાણો ભાષણની 10 મોટી વાતો
પીએમ મોદીએ કહ્યુ કે ભારત પહેલા ફ્રેજાઈલ ફાઈવ દેશોમાં ગણવામાં આવતું હતું, પરંતુ ગત 12 વર્ષોમાં દેશ દુનિયાની સૌથી ઝડપથી વિકસતી ઈકોનોમીમાં સામેલ થયું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 80મા સ્વતંત્રતા દિવસ પર શનિવારે દેશને 2047 સુધી વિકસિત ભારત બનાવવાના સંકલ્પનો પુનરોચ્ચાર કરતા કહ્યુ છે કે ગત 12 વર્ષોમાં દેશે નવી રફ્તાર પકડી છે અને હવે 140 કરોડ દેશવાસીઓના સંકલ્પ અને સામર્થ્યને રોકવા અશક્ય છે.
લાલ કિલ્લાની પ્રાચીર પરથી સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે ભારતે હવે નાના સપનાઓની સાથે આગળ વધવાના સ્થાને મોટા સપના જોઈને ઉંચા સંકલ્પ લેવા પડશે. તેમણે કહ્યુ છે કે મોટા સપના વિચારોનો વિસ્તાર કરે છે અને દૃઢ સંકલ્પ થવા પર કઠિણાઈઓ તથા વિપત્તિઓની વચ્ચે માર્ગ કાઢવાનું આપોઆપ સામે આવે છે.
પીએમ મોદીએ કહ્યુ કે ભારત પહેલા ફ્રેજાઈલ ફાઈવ દેશોમાં ગણવામાં આવતું હતું, પરંતુ ગત 12 વર્ષોમાં દેશ દુનિયાની સૌથી ઝડપથી વિકસતી ઈકોનોમીમાં સામેલ થયું છે. પીએમ મોદીએ કહ્યુ છે કે આઝાદી સમયે દેશે ઘણાં સપના જોયા હતા, પરંતુ અપેક્ષિત રફ્તાર પકડી શક્યું નહીં.તેમણે કહ્યુ છે કે ગત 12 વર્ષોમાં દેશે રફ્તાર પકડી છે અને ઝડપથી આગળ વધી રહ્યું છે.
પીએમ મોદીના સંબોધનની 10 મોટી વાતો
મફત ઓનલાઈન કોચિંગ ઉપલબ્ધ કરાવાશે
છાત્રો સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યુ કે કોચિંગ ક્લાસિસ ગરીબ અને મધ્યમ વર્ગ માટે બોજો છે. તેમણે કહ્યુ કે તેમની સરકાર વિભિન્ન પરીક્ષાઓ માટે મફત ઓનલાઈન કોચિંગ ઉપલબ્ધ કરાવશે.
મહિલા અનામતને તમામ પક્ષો ટેકો આપે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે મહિલાઓને 33 ટકા અનામત આપવી સમયની માંગ છે. તેમણે તમામ પક્ષોને પોતાનું સમર્થન આપવાની અપીલ કરી છે.
બૌદ્ધિક નક્સલીઓથી સતર્ક રહેવું પડશે
પીએમ મોદીએ કહ્યુ છે કે હથિયારબંધ નક્સલી ખતમ થઈ ગયા છે, પરંતુ બૌદ્ધિક નક્સલી હજીપણ સક્રિય છે. આપણે સતર્ક રહેવું પડશે. તેમણે કહ્યુ કે દિમાગી નક્સલીઓને સમાજમાં અલગ-થલગ કરવા પડશે.
1 વર્ષમાં 1 કરોડ યુવાને અપાશે AI ટ્રેનિંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ભારત સરકારે નક્કી કર્યું છે કે આગામી એક વર્ષમાં એક કરોડ યુવાઓને એઆઈ સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે. તેમણે કહ્યુ છે કે આપણે ત્રણ વસ્તુઓ- પડતર, ગુણવત્તા અને કૌશલ - પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે.ભારતના કારખાનાઓએ પ્રતિસ્પર્દી થવું જોઈએ. ઉત્પાદ ગ્રાહકોને અનુકૂળ અને પેકેજિંગ સર્વોત્તમ હોવું જોઈએ.
ઓલિમ્પિક 2036ની મેજબાની પર નજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે ભારત 2030 કોમનવેલ્થ ગેમ્સની મેજબાની કરશે. આપણે 2036 ઓલિમ્પિક ગેમ્સની પણ મેજબાની કરવા ઈચ્છીએ છીએ. તેમણે કહ્યુ કે ઓલિમ્પિક 2036થી પહેલા આપણે આ રમત સ્પર્ધાઓમાં પણ આપણી ભાગીદારીઓને વધારવી પડશે કે જેમાં આપણે પહેલા ક્વોલિફાઈ પણ કરી શકતા ન હતા.
ભારત નિર્મિત 6જીને દુનિયામાં પહોંચાડવાનું લક્ષ્ય
પીએમ મોદીએ કહ્યુ કે ભારત સરકાર પ્રૌદ્યોગિકી અને ઈનોવેશન પર વિશેષ ધ્યાન આપી રહી છે. તેના પ્રમાણે ડેટા સેન્ટર અને પ્રયોગશાળાઓ સ્થાપિત કરાઈ રહી છે. તેમણે ક્હ્યુ છે કે ભારતની ડિજિટલ સાર્વજનિક પ્રૌદ્યોગિકીઓને દુનિયાના દરેક ખૂણા સુધી પહોંચાડવાની છે. તેમણે કહ્યુ છે કે ભારત નિર્મિત 6જીને આખી દુનિયામાં પહોંચાડવાનું આપણું લક્ષ્ય હોવું જોઈએ.
ફોર્ચ્યુન 500માં 50 ભારતીય કંપનીઓ સામેલ થાય
પીએમ મોદીએ કહ્યુ છે કે ભારતનું લક્ષ્ય ફોર્ચ્યુન 500માં 50 ભારતીય કંપનીઓને સામેલ કરવાનું હોવું જોઈએ. ભારતનું બેન્કિંગ ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે.દુનિયાની ટોચની પાંચ બેંકોમાંથી એક ભારતીય બેંક હોવી જોઈએ. તેમણે કહ્યુ છે કે ભારતીય કંપનીઓએ દુનિયાની ટોચની પાંચ દવા કંપનીઓમાં સ્થાન બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
સુધારાની ગતિ ઝડપી બનાવવી પડશે
પીએમ મોદીએ કહ્યુ કે સુધારાઓમાં ઝડપ લાવવા માટે કેન્દ્ર, રાજ્યો અને તમામ હિતધારકોએ સાથે મળીને કામ કરવું પડશે. આપણે સુધારાની ગતિ ઝડપી કરવી પડશે અને તેમાં સરકારની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.
વધુ 5થી 8 સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થપાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે ભારતે સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં પહેલા જ ઉત્પાદન શરૂ કરી દીધું છે અને આગામી વર્ષોમાં પાંચથી આઠ વધુ પ્લાન્ટ્સ સ્થાપિત કરવાની આશા છે.