E-20 પેટ્રોલ મુદ્દે PM હાઉસ જઈ રહેલા કેજરીવાલને પોલીસે રોક્યા, પીએમને મળવાની માંગ સાથે સડક પર બેઠાં
પ્રશાસને આમ આદમી પાર્ટીના નેતાઓને ભરોસો અપાવ્યો છે કે તમામ પત્રો વડાપ્રધાન કાર્યાલય પહોંચાડવામાં આવશે અને તેની રિસીવિંગ પણ આપવામાં આવશે. તેના પછી અરવિંદ કેજરીવાલ ધરણાં પરથી ઉઠયા
ઈથેનોલ મિક્સવાળા E-20 પેટ્રોલ વિરુદ્ધ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર સોંપવા જઈ રહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીના અન્ય નેતાઓ મનીષ સિસોદિયા, સંજય સિંહ સહીતના કાર્યકર્તાઓને દિલ્હી પોલીસે ફિરોઝશાહ રોડ પર રોક્યા હતા. તેના પછી તાજેતરરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતની માગણીની જીદ કરી રહેલા કેજરીવાલે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સડક પર જ બેસી ગયા હતા.
કેજરીવાલ અને તેમની પાર્ટીના નેતાઓ પંડિત રવિશંકર શુક્લા લેનથી પીએમ હાઉસ તરફ ચાલી રહ્યા હતા કે તેના થોડાક અંદર પર આવેલા ફિરઝશાહ રોડ પર પોલીસે તેમને રોક્યા હતા. તેના પછી કેજરીવાલ સહીતના નેતા-કાર્યકર્તા ફિરોઝશાહ રોડ પર જ ધરણાં પર બેસી ગયા છે અને મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ, રેપિડ એક્શન ફોર્સના જવાનો તેનાત કરી દેવામાં આવ્યા છે.
પ્રશાસને આમ આદમી પાર્ટીના નેતાઓને ભરોસો અપાવ્યો છે કે તમામ પત્રો વડાપ્રધાન કાર્યાલય પહોંચાડવામાં આવશે અને તેની રિસીવિંગ પણ આપવામાં આવશે. તેના પછી અરવિંદ કેજરીવાલ ધરણાં પરથી ઉઠયા. કેજરીવાલે કહ્યુ છે કે આંદોલન ચાલુ રહેશે. હવે તેની આગામી રણનીતિ બનાવીને જલ્દીથી ઘોષણા કરશે. અડધો કલાક બાદ કેજરીવાલ આમ આદમી પાર્ટી મુખ્યમથક પર પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.
મહત્ત્વપૂર્ણ છે કે દિલ્હી પોલીસે સોમવારે જ સ્પષ્ટ કર્યું હતું કે 4 ઓગસ્ટે વડાપ્રધાન આવાસ સુધી પ્રસ્તાવિત માર્ચ માટે કોઈપણ પ્રકારની મંજૂરી આપી નથી અને કોઈપણ અનધિકૃત માર્ચને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા કરાઈ હતી.
કેજરીવાલે શનિવારે અહીં નેશનલ ટાઉન હૉલ અગેન્સ્ટ ઈ-20માં ઘોષણા કરી હતી કે તે 4 ઓગસ્ટે બપોરે 12 વાગ્યે 100 સ્વયંસેવકોની સાથે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ વિરુદ્ધ એક ઓનલાઈન અભિયાનના માધ્યમથી એકઠાં કરવામાં આવેલા 2 લાખ હસ્તાક્ષરો સાથે એક આવેદનપત્ર સોંપવા માટે વડાપ્રધાન આવાસ સુધી માર્ચ કરશે.
કેજરીવાલનો આરોપ છે કે કેન્દ્ર સરકાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણમાં આવીને ઈ-20 પેટ્રોલને પ્રોત્સાહીત કરી રહી છે.
જેથી અમેરિકા સાથે ઈથેનોલ ખરીદી શકાય. કેજરીવાલે કહ્યુ છે કે ગત મહિને તેમણે વડાપ્રધાનને પત્ર લખીને ઈ-20 પેટ્રોલને લઈને ચિંતાઓ પર ચર્ચા માટે સમય આપવાની વિનંતી કરી હતી. પરંતુ કોઈઈ જવાબ નહીં મળવા પર હવે તેઓ ખુદ વડાપ્રધાનને આવેદનપત્ર સોંપશે.