CEC જ્ઞાનેશ કુમારને અમેરિકા લઈ જાવ!, ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રણાલીને વખાણી તો કૉંગ્રેસે કર્યો કટાક્ષ
ટ્રમ્પે ભારતની 2024ની લોકસભા ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે 646 મિલિયનથી વધુ લોકોએ વોટ આપ્યો, જ્યારે 1 ટકાથી પણ ઓછા લોકોએ પોસ્ટલ બેલેટ દ્વારા વોટિંગ કર્યું. તેમણે કહ્યુ કે દરેક વોટર પાસે ઓળખનું એક કાયદેસરનું ફોટો ડોક્યુમેન્ટ હતું.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને ટાંકીને અમેરિકામાં દરેક મતદાતા માટે ફોટો આઈડેન્ટિટી કાર્ડ ફરજિયાત કરવાની માગણી કરી છે. આને લઈને હવે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ પવન ખેડાએ જ્ઞાનેશ કુમાર પર કટાક્ષ કર્યો છે.
પવન ખેડાએ સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ લખી છે કે મહેરબાની કરીને જ્ઞાનેશ કુમાર ગુપ્તાને અમેરિકા લઈ જવા અને તેમને ત્યાં રાખો. અમે અમારા ઈવીએમ પણ આગામી ઉપલબ્ધ ફ્લાઈટથી મોકલી દઈશું. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ પવન ખેડાએ કહ્યુ છે કે તમે અમારું જે પણ અપમાન અને ધમકીઓ આપી છે, તેના બદલામાં અમે આટલું તો કરી જ શકીએ છીએ. પ્રેમની સાથે, ભારત તરફથી.

મહત્ત્વપૂર્ણ છે કે ટ્રમ્પે સેવ અમેરિકા એક્ટ માટેની પોતાની મુહિમને આગળ વધારતા ભારતની ચૂંટણી પ્રણાલીનો ઉલ્લેખ કર્યો હતો. આ અમેરિકાનો એક પ્રસ્તાવિત કાયદો છે, જેના હેઠળ વોટર રજિસ્ટ્રેશન માટે નાગરિકતાના પુરાવા આપવા પડશે અને વોટરની ઓળખ સાથે જોડાયેલી જરૂરતો લાગુ થશે.
ટ્રમ્પે કહ્યુ કે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરે સવાલ ઉઠાવ્યો હતો કે કાયદેસરના ફોટો આઈડી વગર અમેરિકામાં ચૂંટણી કેવી રીતે થઈ શકે છે. ટ્રમ્પે ટ્રુથ સોશ્યલ પર એક પોસ્ટમાં કહ્યુ કે આ મહીનાની શરૂઆતમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અમારા પ્રશાસનને પુછયું , તમે કાયદેસરના ફોટો આઈડી વગર અમેરિકામાં ચૂંટણી કેવી રીતે કરાવી શકો છો.
ટ્રમ્પે ભારતની 2024ની લોકસભા ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે 646 મિલિયનથી વધુ લોકોએ વોટ આપ્યો, જ્યારે 1 ટકાથી પણ ઓછા લોકોએ પોસ્ટલ બેલેટ દ્વારા વોટિંગ કર્યું. તેમણે કહ્યુ કે દરેક વોટર પાસે ઓળખનું એક કાયદેસરનું ફોટો ડોક્યુમેન્ટ હતું.
ટ્રમ્પે આ પોસ્ટમાં ભારપૂર્વક કહ્યુ કે હવે સેવ અમેરિકા એક પારીત કરવો જરૂરી થઈ ગયું છે. આ કાયદો અમેરિકાના નાગરિકો માટે વોટર રજિસ્ટ્રેશનના સમયે નાગરિકતાના પુરાવા દેખાડવા ફરજિયાત કરશે. વ્હાઈટ હાઉસે સેવ અમેરિકા એક્ટને સમજદારી ભરેલો અને બંને પાર્ટીઓના સમર્થનવાળું બિલ ગણાવતા કહ્યુ કે અમેરિકાની ચૂંટણીઓનો નિર્ણય અમેરિકાના નાગરિકોએ જ કરવો જોઈએ.
વ્હાઈટ હાઉસે કહ્યુ કે જો તમે અમેરિકામાં વોટ આપવા માટે નોંધણી કરાવવા માંગો છો, તો તમારું અમેરિકાના નાગરિક હોવું જરૂરી છે. આ વિધેયક 29 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવ્યો હતો.
ટ્રમ્પ સતત કોંગ્રેસ પર આને મંજૂરી આપવા માટે દબાણ બનાવી રહ્યા છે. જો કે ડેમોક્રેટ અને રિપબ્લિકન આ કાયદાને લઈને વિભાજીત છે. આ મહિને અમેરિકાની સેનેટ પાંચ સપ્તાહની રજા પર ચાલી ગઈ હતી અને તે દરમિયાન આ કાયદો પારીત કરવાની દિશામાં કોઈ નક્કર પગલા ઉઠાવી શકાયા નથી.