ગુજરાતમાં 28 IAS અધિકારીઓની બદલી, પોરબંદર-જૂનાગઢના કમિશનરો બદલાયા
દાહોદ જિલ્લાના ડીડીઓ સ્મિત સંતોષ લોઢાની બદલી કરીને તેમને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. ગુજરાત સ્ટેટ સોશિયલ વેલ્ફેર બોર્ડના ચેરમેન મહેશ જાનીને ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશનના મિશન ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યમાં મોટા વહીટવટીય ફેરફારના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યપાલની મંજૂરી બાદ 21 જુલાઈ, 2026ના રોજ 28 આઈએએસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂક જાહેર કરવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે.
આ નોટિફિકેશન મુજબ, જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીની બદલી કરીને તેમને જીઆઈડીસીના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે આઈ. આર. વાળાની નિમણૂક કરાઈ છે.
પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિની બદલી કરીને તેમને અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના સ્થાને સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી-સુડાના સીઈઓ સુથાર રાજ રમેશચંદ્રને પોરબંદર મ્યુનિસિપલ કોર્પેરશનના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
દાહોદ જિલ્લાના ડીડીઓ સ્મિત સંતોષ લોઢાની બદલી કરીને તેમને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમના સ્થાને હિરેન જિતેન્દ્રભાઈ બારોટને દાહોદના ડીડીઓ પદે નિયુક્તિ આપવામાં આવી છે.
ગાંધીનગર સ્કિલ ડેવલપમેન્ટના ડિરેક્ટર કે. જે. રાઠોડની ટ્રાન્સફર કરીને તેમના દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL), સુરતના મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે.
ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ના ડિરેક્ટર અને હાલ UGVCLના MDનો વધારાનો ચાર્જ સંભાળતા ગૌરાંગભાઈ એચ. મકવાણાને હવે નિયમિત રીતે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકેની જવાબદારી સંભાળશે.
જ્યારે ડી. કે. પટેલને GEDA ના નવા ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડના એમડી ડી. કે. બ્રહ્મભટ્ટને ગાંધીનગર જિલ્લાના ડીડીઓ તરીકેની જવાબદારી સોંપીને તેમના સ્થાને ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશનના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે એમ. પી. પંડયાને નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાત સ્ટેટ સોશિયલ વેલ્ફેર બોર્ડના ચેરમેન મહેશ જાનીને ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશનના મિશન ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.
PGVCLના MDના એમડી કે. પી. જોશીને ટ્રાન્સફર કરીને દેવભૂમિ દ્વારકાના ડીડીઓ બનાવાયા છે. તેમના સ્થાને એમ. ડી. ચુડાસમાને પીજીવીસીએલના એમડી પદે નિયુક્ત કરવામાં આવ્યા છે.
એમ. કે. જોશીને D-SAGના CEO, એ. કે જોશીને ગુજરાત અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના MD અને B.H. પટેલને ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના MD બનાવવામાં આવ્યા છે.R.N. કુચારાને રાજકોટના રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, સી. એ. ગાંધીને વડોદરાના રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ અને કે. એસ. ઝાલાને ડાંગના DDO તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.