BJP MP કંગના રનૌતને હવે "કન્વર્ટ" થવું છે! સાંભળો વીડિયોમાં શું કહી રહ્યા છે?
કંગના રનૌતે પોતાના જૂના વીડિયોઝને લઈને થઈ રહેલી ટીકાઓને જવાબ આપતા કહ્યું છે કે કન્વર્ટ થવું છે. હું શા માટે કન્વર્ટ થઈ શકું નહીં?
બોલીવુડ અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રનૌત સોશયલ મીડિયા પર સતત પોતાના ટ્રોલર્સને જવાબ આપી રહ્યા છે. સોમવારે કંગના રનૌતે વધુ એક વીડિયો શેયર કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકોને નિશાને લેતા કહ્યું છે કે કેટલાક લોકો ન્યૂટ્રલ હોવાનો માત્ર દેખાડો કરે છે, પરંતુ હકીકતમાં તેઓ કંઈક બીજું જ કરી રહ્યા હોય છે.
પોતાની જૂની છબી પર સવાલ ઉઠાવનારાઓને જવાબ આપતા 40 વર્ષીય કંગના રનૌતે કહ્યું છે કે તેઓ ક્યારેક મોડરેટ હિંદુ હતા, પરંતુ હવે તેઓ જાગરૂક હિંદુ બનવા માંગે છે.
પોતાના પર સવાલ ઉભાં કરનારાઓને જવાબ આપતા કંગના રનૌતે કહ્યું છે કે હા, હું એક મોડરેટ હિંદુ હતી. મારા પર કટાક્ષ કરવામાં આવે છે કે તું ક્યારથી સંઘી બની ગઈ? હા મારે લસંઘી બનવું છે. મારે ભાજપ અને આરએસએસની જે વિચારધારા છે જાગરુક હિંદુની, મારે તે બનવું છે. મારે કન્વર્ટ થવું છે. હું શા માટે કન્વર્ટ થઈ શકું નહીં? આ દરમિયાન કંગના રનૌતે પોતાના જૂના વીડિયોઝને લઈને થઈ રહેલી ટીકાઓને પણ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ પહેલા દરેક પ્રકારની ચીજો કરતા હતા, પરંતુ આજે તેઓ જાગરૂક હિંદુ ઓળખને અપનાવવા ચાહે છે અને કોઈને પણ આ પરિવર્તન પર સવાલ ઉઠાવવાનો હક નથી.
કંગના રનૌતે વીડિયોમાં ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી હિંદુ એક્ટ્રેસ પર પણ નિશાન સાધ્યું છે. કંગનાએ દાવો કર્યો છે કે તેમણે ઈન્ડસ્ટ્રીમાં ઘણી હિંદુ યુવતીઓને ઘણી નજીકથી જોઈ છે. શરૂઆતમાં તે રાજનીતિ અથવા ધર્મને લઈને ઘણી ન્યૂટ્રલ રેહ છે અને તેમની કોઈ સ્પષ્ટ વિચારધારા હોતી નથી. પરંતુ જેવું તે કોઈ ઈસ્લામીની સાથે સંબંધમાં આવે છે, તેમના વિચાર ડાબેરી બની જાય છે. કંગના કહે છે કે જેવું તે કોઈ ઈસ્લામી સાથે સંબંદમાં આવે છે, તો એટલી કટ્ટરપંથી લેફ્ટિસ્ટ બની જાય છે.
કંગના રનૌત આગળ કહે છે કે તેમાં કંઈ ખોટું પણ નથી. તેમણે કહ્યુ છે કે બંધારણ સૌને પોતાની પસંદનો ધર્મ અથવા વિચારધારા પસંદ કરવાની આઝાદી આપે છે. માટે તેમાં કોઈ કાયદાકીય સમસ્યા નથી. પરંતુ સમસ્યા એ છે કે જ્યારે હિંદુ દીકરીઓની વાત આવે છે તો તેના પર સવાલ કેમ ઉઠી રહ્યા છે. તેમણે આવા વિચારોને દંભી ગણાવ્યા છે. રિપોર્ટ્સ પ્રમામે, કંગના રનૌતે એ કટાક્ષ કથિતપણે બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા પર કર્યો છે.
મહત્ત્વપૂર્ણ છે કે થોડા દિવસો પહેલા સોનાક્ષી સિંહાએ સીજેપીના આંદોલનનું સમર્થન કર્યું હતું. વીડિયોથી ઠીક પહેલા કંગના રનૌતે પોતાની ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર નામ લીધા વગર સોનાક્ષી સિંહા પર વાકપ્રહાર કર્યો.
કંગનાએ લખ્યું છે કે તેમણે એક એવી અભિનેત્રીને જોઈ છે, જે હાલના દિવસોમાં ખિસ્કાકાતરુંની જેમ કપડા પહેરે છે અને વાત કરે છે. તે હાફ પેન્ટ અને ઉંધી ટોપી પહેરીને આંદોલનકારીઓના ગટરછાપ પ્રોટેસ્ટને પ્રોત્સાહન આપે છે.
કંગના રનૌતે કહ્યું છે કે ડિયર ફેલો એક્ટ્રેસ , જો તમારા પાર્ટનર તમને ખિસ્સાકાતરું જેવા મહેસૂસ કરી રહ્યા છે, તો મને અફસોસ છે. તમે પહેલા એટલી શાલિનતાથી કપડાં પહેરતા હતા અને બોલતા હતા, તમને શું થઈ ગયું છે? જો સ્ટાઈલિંગમાં કોઈ મદદ જોઈએ તો હું હંમેશા તૈયાર છું.
સોશયલ મીડિયા પર યૂઝર્સ કંગના રનૌતની આ પોસ્ટને સીધી સોનાક્ષી સિંહા અને તેમના પતિ ઝહીર ઈકબાલ સાથે સાંકળીને જોવાઈ રહ્યું છે અને તેને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે.