ગુજરાતમાં કોન્ટ્રાક્ટવાળી નોકરીઓમાં અનામતની તૈયારી, સરકારે ઉઠાવ્યું પહેલું પગલું
ગુજરાત સરકાર કોન્ટ્રાક્ટ પર થનારી નિમણૂકોમાં અન્ય પછાત વર્ગ (OBC), અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના ઉમેદવારોને અનામતનો લાભ આપવાની સંભાવના પર વિચારણા કરી રહી છે. આ પગલાંથી સરકારી વિભાગોમાં ભરતીની રીતરસમો બદલાવાની શક્યતા છે
ગુજરાત સરકારે લાંબી વિચારણા બાદ કોન્ટ્રાક્ટવાળી સરકારી નોકરીઓમાં અનામત આપવા માટે પહેલું પગલું ભર્યું છે. જો ગુજરાત સરકાર આ દિશામાં આગળ વધશે, તો કોન્ટ્રાક્ટવાળી સરકારી નોકરીઓમાં અનામતના હિસાબથી ભરતી થવા લાગશે.
ગુજરાતમાં જો બધું બરાબર રહેશે, તો કોન્ટ્રાક્ટવાળી નોકરીઓમાં અનામત લાગુ કરાય તેવી શક્યતા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીવાળી રાજ્ય સરકારના સ્તર પર મોટી હલચલ સામે આવી છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર કોન્ટ્રાક્ટ પર થનારી નિમણૂકોમાં અન્ય પછાત વર્ગ (OBC), અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના ઉમેદવારોને અનામતનો લાભ આપવાની સંભાવના પર વિચારણા કરી રહી છે. આ પગલાંથી સરકારી વિભાગોમાં ભરતીની રીતરસમો બદલાવાની શક્યતા છે.
સરકારે અરજીઓ પર ઉઠાવ્યું પગલું
અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, આ પ્રસ્તાવ ત્યારે આવ્યો છે, જ્યારે રાજ્યના જુદાંજુદાં સ્થાનો પરથી કોન્ટ્રાક્ટ પર થનારી ભરતીઓમાં અનામત લાગુ કરવાની માગણીવાળી અરજી મળી.
અધિકારીઓએ કહ્યુ છે કે સરકારી એવી નીતિની સંભાવનાનું આકલન કરી રહી છે, ખાસ કરીને એટલા માટે કારણ કે ગત કેટલાક વર્ષોમાં કોન્ટ્રાક્ટ પર ભરતી સતત વધી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદ્યુમનસિંહ જાડેજાની પાસે શિક્ષણ વિભાગ પણ છે. તેમણે ગુરુવારે સામાજિક ન્યાય અને શિક્ષણ વિભાગોના અધિકારીઓ સાથે આ મુદ્દાની સમીક્ષા માટે બેઠક કરી છે.
ડેટા એકત્રીકરણના નિર્દેશ
બેઠક દરમિયાન અધિકારીઓને સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ પર કામ કરનારા કર્મચારીઓની સંખ્યાના ડેટા એકઠા કરવાના નિર્દેશ આપ્યા છે. ચર્ચામાં જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ પર નિયુક્ત થનારા કર્મચારીઓની કુલ સંખ્યા સંદર્ભે કોઈ ડેટા સરળતાથી ઉપલબ્ધ નથી. માટે મંત્રીએ જાણકારી એકઠી કરવાનો નિર્દેશ આપ્યો છે. ગુજરાતમાં એક અનુમાન મુજબ, કોન્ટ્રાક્ટ પર ત્રણ લાખથી વધારે લોકો કામ કરી રહ્યા છે. આ સંખ્યા તેનાથી પણ વધારે હોઈ શકે છે. રાજ્ય સરકારમાં કોન્ટ્રાક્ટ પર નિયુક્તિઓ સામાન્ય થઈ ગઈ છે. ખાસ કરીને ક્લાસ-3 અને ક્લાસ-4ના પદો માટે આવી સ્થિતિ છે.
હાલ કોન્ટ્રાક્ટ નોકરીઓમાં કોટા નથી
એટલું જ નહીં હવે ડૉક્ટર અને નર્સ જેવા ખાસ પદો પર પણ કોન્ટ્રાક્ટ આધારીત ભરતી દ્વારા નિયુક્તિઓ થઈ રહી છે. રાજ્ય સચિવાલયમાં પણ ઘણાં પદો પર કોન્ટ્રાક્ટની શરતો પર કર્મચારીઓ રાખવામાં આવે છે. અધિકારીઓનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ પર ભરતી હજી બે પદ્ધતિથી થાય છે. કેટલાક મામલાઓમાં વિભાગ સીધી નિયુક્તિઓ કરે છે, જ્યારે અન્ય મામલાઓમાં ભરતી પ્રક્રિયા પ્રાઈવેટ એજન્સીઓને સોંપવામાં આવે છે. સામાન્ય સરકારી ભરતીથી વિપરીત હાલ કોન્ટ્રાક્ટ પર થનારી ભરતીઓમાં એસસી, એસટી અને ઓબીસી ઉમેદવારો માટે અનામતની કોઈ જોગવાઈ નથી.
એજન્સીઓએ લાગુ કરવું પડશે અનામત
અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, આ મામલા સાથે જોડાયેલા એક અધિકારીનું કહેવું છે કે સરકાર કોન્ટ્ર્કટ પર કામ કરનારા કર્મચારીઓને પગાર તો આપી રહી છે. તેવામાં એ જવું યોગ્ય રહેશે કે શું આવી ભરતીઓમાં પણ અનામત લાગુ કરી શકાય છે.જે વિકલ્પો પર વિચારણા થઈ રહી છે, તેમાં એક છે કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓની ભરતી કરનારી એજન્સીઓ માટે જાહેર ટેન્ડરમાં અનામત સાથે જોડાયેલી શરતો સામેલ કરવી. અધિકારીઓનું કહેવું છે કે આવી શરત હેઠળ એજન્સીઓને ભરતી કરતી વખતે અનામતના નિયમોનું પાલન કરવું પડી શકે છે.
દેશભરમાં સ્થિતિ
સરકારી વિભાગો અને એજન્સીઓના માધ્યમથી થનારા આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પર આધારીત ભરતીઓમાં કર્ણાટક રાજ્યે સૌથી પહેલા સ્પષ્ટ નિયમ અને કાયદાકીય સંશોધન લાગુ કર્યું છે. ગુજરાતે હવે આગળ વધવાના સંકેત આપ્યા છે, તો તે અન્ય રાજ્ય ઉત્તરપ્રદેશમાં પણ આવી બાબતને લઈને વિચારણા થઈ રહી છે. બાકી રાજ્યોની સ્થિતિ હજી આ મુદ્દા પર સ્પષ્ટ નથી. ગુજરાતમાં આદિવાસી સમુદાયની ઘણી વસ્તી છે. એટલું જ નહીં ઓબીસી 50 ટકાથી વધારે છે.