મક્કામાં ઈમરજન્સી એલર્ટ, હૂતીયોના હુમલા વચ્ચે પુલો-ઉંચી ઈમારતોથી દૂર રહેવા નિર્દેશ
છેલ્લા કેટલાક સમયથી હૂતી વિદ્રોહીઓ અને સાઉદી અરેબિયા વચ્ચે તણાવ વધ્યો છે. અહેવાલો અનુસાર, ઈરાન સમર્થિત હૂતી જૂથે સાઉદી અરેબિયાના વિવિધ સ્થળોને મિસાઈલ અને ડ્રોનથી નિશાન બનાવવાનો દાવો કર્યો છે
હૂતી વિદ્રોહીઓના હુમલાનો જોતા સાઉદી અરેબિયાની સરકારે મક્કા શહેર માટે ઈમરજન્સી એલર્ટ જાહેર કર્યું છે. સાઉદી સરકારે મક્કા અલ મુકર્રમાં શહેરમાં ઈમરજન્સી સ્થિતિઓ માટે એલર્ટ જાહેર કર્યું છે અને કેટલાક નિર્દેશોનું પાલન કરવા તાકીદ કરી છે.
સાઉદી સરકારે કહ્યું છે કે તાત્કાલિક સુરક્ષિત સ્થાનો પર જાવ. ઘરોની અંદર રહો અને બારીઓથી દૂર રહો. સરકારે લોકોને એલર્ટ કર્યા છે કે ખુલ્લા સ્થાનો, કાંચ, બાલ્કની અથવા છતથી દૂર રહો, બહાર હોવ તો નજીકની ઈમારતમાં ઘૂસી જાવ અથવા મજબૂત ચીજોની આડ લઈને છૂપાય જાવ.
મક્કા સાઉદી અરેબિયા સહીત આખી દુનિયાના મુસ્લિમોનું પવિત્ર શહેર છે. ગત કેટલાક દિવસોથી હૂતી વિદ્રોહી સાઉદી અરેબિયાના જુદાંજુદાં ઠેકાણાઓ પર હુમલા કરે છે.
સાઉદી સરકારે કહ્યું છે કે ગાડીમાં હોવ તો સડકના કિનારે થંભી જાવ અને પુલો તથા ઉંચી ઈમારતોથી દૂર રહો.
સાઉદી કેબિનેટે હૂતી હુમલાને વખોડયા
સાઉદી કેબિનેટે દેશમાં સામાન્ય નાગરિકો અને નાગરિક સુવિધાઓ પર હૂતી વિદ્રોહીઓના સતત અને જાણીજોઈને કરાઈ રહેલા હુમલાઓની આકરી ટીકા કરી છે. કેબિનેટે કહ્યું છે કે સાઉદી અરેબિયાની સુરક્ષા અને રાષ્ટ્રીય ક્ષમતાઓ એવી બાબતો છે, જેના પર કોઈ સમજૂતી કરી શકાય નહીં.
કેબિનેટે પોતાની સુરક્ષા કરવા અને પોતાના સાર્વભૌમત્વ, નાગરિકો, નિવાસીઓ અને મહત્ત્વના હિતોની સુરક્ષા કરવા સાઉદી અરેબિયાના અધિકારોને દોહરાવ્યા છે. સાઉદી સરકારે ક્હ્યું છે કે અધિકારોનો ઉપયોગ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે કરાઈ રહ્યો છે.
મહત્ત્વપૂર્ણ છે કે હૂતી વિદ્રોહીઓના યમનની સરકારી સેના અને સાઉદી અરેબિયા પર સતત હુમલા ચાલુ છે. યમનના અધિકારીઓએ જણાવ્યું કે ઈરાન સમર્થિત હૂતી સેનાએ સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન હુમલાઓની નવી લહેર શરૂ કરી છે.
હૂતી જૂથનો દાવો છે કે તેમણે ખમીસ મુશૈતમાં એક મિલિટ્રી એરરબેઝને નિશાન બનાવ્યું અને ત્યાં રહેલા એરક્રાફ્ટ હેંગર, રડાર સિસ્ટમ, રનવે અને દારુગોળાના ડેપો પર હુમલા કર્યા.
સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા ગઠબંધને કહ્યું કે આ હુમલામાં 13 નાગરિકો ઘાયલ થયા.
અધિકારીઓનું કહેવું છે કે હૂતી જૂથ યમનના રેડ સી તટ પર પણ પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. આ તણાવ ત્યારે વધ્યો છે, જ્યારે ખબરો મુજબ, હૂતી જૂથે રેડ સીના દ્વલારે આવેલા પેરિમ ટાપુ પર કબજો કરી લીધો.
આ દરમિયાન ખાડીના અરબ દેશોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા માટે ઈરાન સાથે થનારી વાતચીતને ટાળી દીધી છે, જેનાથી પ્રાદેશિક સ્થિરતા અને વૈશ્વિક ઓઈલ આપૂર્તિને લઈને ચિંતા વધી છે.
સોમવારે સરકારી અને હૂથી અધિકારીઓએ ક્હ્યુ કે યમનમાં ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ ગ્રેટર અને લેસર હનિશ ટાપુઓ પર કબજો કરીને રેડ઼ સીથી સાઉદી શીપિંગ રુટ માટે પોતાનો ખતરો વધારી દીધો છે.
આ ટાપુ બાબ અલ મંદેબ સ્ટ્રેટથી 160 કતિલોમીટર ઉત્તરમાં છે. આ સ્ટ્રેટ એક મહત્ત્વનો માર્ગ છે, જે લાલ સાગરને ખુલ્લા સમુદ્ર અને સાઉદી અરેબિયાના મુખ્ય એશઇયન બજારો સાથે જોડે છે.
હૂતી વિદ્રોહીઓના આગળ વધવાથી તે બાબ મંદેબની બીજી તરફ, હોર્ન ઓફ આફ્રિકાના નાના દેશ જિબૂતીમાં રહેલા અમેરિકાના મિલિટ્રી બેઝથી માત્ર 32 કિલોમીટર દૂર પહોંચી ગયા છે.