"સરકાર બદલાવાથી મચ્છરોને ઓછું કરડવાનું કહી શકીએ નહીં!": પ.બંગાળના મંત્રીનું વિચિત્ર નિવેદન
ગત કેટલાક સપ્તાહોથી ડેન્ગ્યૂના 4000થી વધારે કેસ સામે આવ્યા અને આમાથી 7ના મોત પણ નીપજ્યા છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ આ સપ્તાહની શરૂઆતમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને કહ્યુ હતુ કે સ્થિતિ નિયંત્રણમાં છે
પશ્ચિમ બંગાળમાં મચ્છરો દ્વારા ફેલાતી બીમારીઓના પ્રકોપ પર વાત કરતા ભાજપની સરકારના મંત્રી અગ્નિમિત્રા પૉલે વિચિત્ર નિવેદન આપ્યું છે. આને લઈને વિપક્ષ હંગામો કરી રહ્યું છે.
શહેરી વિકાસ અને નગરપાલિકાના મામલાઓના વિભાગ સંભાળતા અગ્નિમિત્રા પૉલે ક્હ્યું છે કે સરકારે સ્થિતિનો સામનો કરવા માટે પોતાના પ્રયાસોને તેજ કરવા પડશે, કારણ કે મચ્છરોને વશમાં કરી શકાય નહીં.
મંત્રીએ પત્રકારોને કહ્યું કે સરકાર બદલાવાથી મચ્છરોને ઓછા કરડવા માટે કહી શકાય નહીં. પશ્ચિમ બંગાળમાં ડેન્ગ્યૂનો પ્રકોપ ચાલુ છે. ગત કેટલાક સપ્તાહોથી ડેન્ગ્યૂના 4000થી વધારે કેસ સામે આવ્યા અને આમાથી 7ના મોત પણ નીપજ્યા છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ આ સપ્તાહની શરૂઆતમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને કહ્યુ હતુ કે સ્થિતિ નિયંત્રણમાં છે.
મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ કહ્યુ કે ડેન્ગ્યૂના મામલાની સંખ્યા ગત વર્ષની સરખામણીમાં અડધી છે. રાજ્યના આરોગ્ય મંત્રી શરદવત મુખર્જીએ સ્કૂલોને આગ્રહ કર્યો કે ડેન્ગ્યૂના સમયમાં વિદ્યાર્થીઓને એવા કપડાં પહેરવાની મંજૂરી આપવામાં આવે, જેનાથી તેમના હાથ-પગ સંપૂર્ણપણે ઢંકાયેલા રહે. જો કે પશ્ચિમ બંગાળના શહેરી વિકાસ મંત્રીની ટીપ્પણીએ વિપક્ષને હુમલાખોર થવાનો એક મોકો પણ આપી દીધો છે.