"મારા ઉપર કોન્ડોમ ફેંક્યા", ટ્રેની મહિલા IPSનો પુરુષ સાથી પર આરોપ
હૈદરાબાદની પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં એક મહિલા ટ્રેની આઈપીએસે પોતાના પુરુષ સાથીદાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. ટ્રેની મહિલા આઈપીએસએ ફરિયાદમાં કહ્યુ છે કે આરોપીએ તેના પ્રાઈવેટ વીડિયો બનાવ્યા અને તેના ઉપર કોન્ડોમ ફેંક્યા.
હૈદરાબાદની સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ ટ્રેનિંગ એકેડેમીની એક ટ્રેની મહિલા આઈપીએસે પોતાના સાથી પર ગંભીર આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે આરોપીએ તેની સંમતિ વગર પ્રાઈવેટ વીડિયો બનાવ્યા છે. આરોપી વિરુદ્ધ જુદીજુદી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ટ્રેની મહિલા આઈપીએસ સુમા એચકેએ સાથી ટ્રેની આઈપીએસ અધિકારી ઉદય કૃષ્ણા પર કોન્ડોમ ફેંકવાનો પણ આરોપ લગાવ્યો છે.
આરોપી ઉદય કૃષ્ણે આ તમામ આરોપોને નકાર્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઉદય કૃષ્ણે આરોપો બાદ આત્મહત્યાની કોશિશ કરી છે.
આરોપી પર કેસ
પોલીસે બીએનએસની કલમ-66ઈ અને આઈટી એક્ટની કલમ-67એ, હેઠળ કેસ નોંધ્યો છે. ફરિયાદી પ્રમાણે, આરોપીએ 23 જૂનથી તેને પરેશાન કરવાનું શરૂ કર્યું. તેણે વ્હોટ્સએપ પર અશ્લિલ મેસેજ મોકલ્યા અને અન્ય સાથી ટ્રેની અધિકારીઓ સામે ભદ્દા શબ્દોનો ઉપયોગ કર્યો.
ફરિયાદીનું કહેવું છે કે આરોપી તેના પર કોઈ અન્ય સાથી ટ્રેની અધિકારી સાથે રિલેશનશિપમાં હોવાના ખોટા આરોપ લગાવે છે અને તેને સ્વીકારવા માટે દબાણ કરે છે.
મહિલા ટ્રેની અધિકારીએ કહ્યું છે કે આરોપીએ એક દિવસ પહેલા જબરદસ્તી તેનો ફોન લીધો અને પછી તેને અનલોક કરવાનું દબાણ કરવા લાગ્યો. તેણે કહ્યુ કે તેને પ્રાઈવેટ ચેટ્સ જોવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે 8 જુલાઈએ આરોપી તેનો ફોન લઈને પોતાના રૂમમાં ચાલ્યો ગયો અને પછી વારંવાર પાસવર્ડ જણાવવા દબાણ કરતો રહ્યો.
કોન્ડોમ ફેંક્યા...
મહિલા ટ્રેની અધિકારીએ ક્હયુ છે કે 9 જુલાઈએ આરોપીએ તેને રસ્તામાં રોકીને પ્રતાડિત કરી. તેણે વાળ ખેંચ્યા અને ગળું દબાવવાની કોશિશ કરી. તેના પછી તેના ગળા પર ચાકૂ મૂક્યું.
તેણે કહ્યુ કે આરોપીએ તેના પર કોન્ડોમનું પેકેટ પણ ફેંક્યું. મહિલા ટ્રેનીએ કહ્યું છે કે 10 જુલાઈએ પણ આરોપીએ તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. મહિલા ટ્રેનીએ કહ્યું કે આરોપીએ ગુપ્તપણે તેના પ્રાઈવેટ વીડિયો બનાવ્યા અને પછી તેને સોશયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપવા લાગ્યો. પોલીસનું કહેવું છે કે મહિલા ટ્રેનીએ જે પણ આરોપ લગાવ્યા છે, તેની તપાસ કરાઈ રહી છે.
પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
જ્યારે આરોપી ઉદય કૃષ્ણ રેડ્ડીએ પોતાના પરના તમામ આરોપોને નકાર્યા છે. રિપોટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આરોપીએ આપઘાત કરવાની કોશિશ કરી અને હવે તેની સારવાર ચાલી રહી છે.