'ચિંચપોકલી ચ્યા ચિંતામણિ' ના દર્શને પહોંચ્યા પ્રણવ અને કરણ અદાણી, પરિવાર સાથે કરી બપ્પાની આરતી
મુંબઈના બીજા સૌથી જૂના સાર્વજનિક ગણપતિ પંડાલોમાં સામેલ ચિંચપોકલી ચ્યા ચિંતામણિ પોતાની સ્થાપનાના 107મા વર્ષમાં પ્રવેશ કરી ચુક્યું છે.
ગણેશ ચતુર્થી નિમિત્તે અદાણી એન્ટરપ્રાઈસિઝના ડાયરેક્ટર પ્રણવ અદાણી અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર કરણ અદાણી પોતાના પરિવાર સાથે મુંબઈના પ્રસિદ્ધ ચિંચપોકલી ચ્યા ચિંતામણિના દર્શન કરવા અને પૂજા અર્ચના કરવા માટે પહોંચ્યા હતા. આ પ્રસંગે પ્રણવ અદાણીએ કહ્યુ કે ચિંચપોકલી સાર્વજનિક ઉત્સવ મંડળ સાથે જોડાવું અમારા માટે બેહદ સમ્માનની વાત છે. પોતાના 107મા વર્ષમાં પ્રવેશ કરી ચુકેલા ચિંચપોકલી ચ્યાં ચિંતામણિની આ સમૃદ્ધ વિરાસત મુંબઈની ભક્તિ, એકતા અને સાંસ્કૃતિક ધડકનનું પ્રતીક છે.
મુંબઈના બીજા સૌથી જૂના સાર્વજનિક ગણપતિ પંડાલોમાં સામેલ ચિંચપોકલી ચ્યા ચિંતામણિ પોતાની સ્થાપનાના 107મા વર્ષમાં પ્રવેશ કરી ચુક્યું છે. આ મંડળના મૂળ શહેરના ઐતિહાસિક ટેક્સટાઈલ હબ પરલ, ગિરગાંવ, લાલબાગ સાથે જોડાયેલા છે. આ મંડળ સ્વતંત્રતાસેનાની લોકમાન્ય બાળ ગંગાધર તિલકની એ ઐતિહાસિક વિરાસતને આગળ વધારે છે, કે જેમણે 1890ના દાયકામાં ગણેશોત્સવને એક ઘરેલુ અનુષ્ઠાનમાંથી સામાજિક અને રાષ્ટ્રીય એકતાના જનાંદોલનના રુપમાં પરિવર્તિત કર્યો હતો. 1939થી આ ભવ્ય આયોજન ચિંચપોકલી રેલવે સ્ટેશનના પૂર્વ ભાગમાં અવિરત થઈ રહ્યું છે.
દર વર્ષે પોતાની અનોખી અને ભવ્ય થીમ માટે મશહૂર ચિંતામણિ પંડાલમાં આ વખતે શ્રદ્ઘાળુઓને દક્ષિણ ભારતીય મંદિર વાસ્તુકલાનો અનુભવ મળી રહ્યો છે. બપ્પાની પ્રતિમા તિરુમાલા તિરુપતિ ભગવાન વેંકટેશ્વર બાલાજીની થીમ પર આધારીત છે. જેમાં પરંપરાગત ગરુડ, કીર્તિમુખ, શંખ, ચક્ર અને કપૂરના તિલક મુખ્યત્વે કોતરવામાં આવ્યા છે. પંડાલનું માળખું હૈદરાબાદ અને ભુવનગિરી ખાતે શ્રી વેંકટેશ્વર મંદિર (સ્વર્ણગિરી)ના સ્થાપત્ય કલાથી પ્રેરીત થઈને તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ગગનચુંબી ગોપુરમ, પવિત્ર દીપસ્તંભ અને નક્કાશીદાર સંરક્ષક આકૃતિઓ સામેલ છે.