ચીને પોતાની સેનાના 99મા સ્થાપના દિને ઈન્ડિયન આર્મીને કહ્યું- થેન્ક યૂ!
રિયલ એડમિરલ યૂ જિયાને પીપલ્સ લિબરેશન આર્મી - PLA ના કાર્યક્રમમાં કહ્યુ કે ચીન અને ભારત મહત્ત્વના પાડોશીઓ છે અને બંને વિકાસ અને આમૂલચૂલ પરિવર્તનના એક મહત્ત્વના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. અમને ખુશી છે કે આપણા નેતાઓના રણનીતિક માર્ગદર્શનમાં, ચીન-ભારત સંબંધ સુધાર અને વિકાસના યોગ્ય માર્ગે પાછા ફર્યા છે.
ચીનની સેનાએ પોતાના 99મા સ્થાપના દિવસની ઉજવણી કરી છે. આ પ્રસંગે ચીનની સેના દ્વારા ભારતીય સેનાનો આભાર માનવામાં આવ્યો છે. ભારતમાં ચીનના ડિફેન્સ એટેચી રિયર એડમિરલ યૂ જિયાને મંગળવારે, 21 જુલાઈએ પોતાની આ ભાવનાઓ વ્યક્ત કરી છે.
તેમણે ગત વર્ષ કેરળના સમુદ્ર તટ પર આગ લાગવા અને વિસ્ફોટનો શિકાર બનેલા કાર્ગો શિપમાંથી 12 ચીની ક્રૂ મેમ્બર્સનો જીવ બચાવવા બદલ ભારતીય સેનાનો ધન્યવાદ કર્યો છે. તેની સાથે જ બંને દેશોની સેનાઓની વચ્ચે સારી વાતચીત અને સહયોગની પણ વાત કરી છે. ચીન તરફથી આ એક મોટો સંકેત એવા સમયે આવ્યો છે કે સીમા વિવાદના મુદ્દા પર તણાવ બાદ બંને દેશોના સંબંધો સુધારાની દિશામાં આગળ વધી રહ્યા છે.
રિયલ એડમિરલ યૂ જિયાને પીપલ્સ લિબરેશન આર્મી - PLA ના કાર્યક્રમમાં કહ્યુ કે ચીન અને ભારત મહત્ત્વના પાડોશીઓ છે અને બંને વિકાસ અને આમૂલચૂલ પરિવર્તનના એક મહત્ત્વના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. અમને ખુશી છે કે આપણા નેતાઓના રણનીતિક માર્ગદર્શનમાં, ચીન-ભારત સંબંધ સુધાર અને વિકાસના યોગ્ય માર્ગે પાછા ફર્યા છે.
એએનઆઈના અહેવાલ મુજબ, તેમણે કહ્યુ છે કે અમે એ નહીં ભૂલીએ કે ગત વર્ષ જૂનમાં ભારતીય સેનાએ કેરળ તટ પર આગ લાગવા અને વિસ્ફોટનો ભોગ બનેલા એક કાર્ગો શિપના 12 ચીની ક્રૂ મેમ્બર્સને બચાવ્યા હતા.
ભારત-ચીનના સારા સંબંધો પર મૂક્યો ભાર
ચીનના ડિફેન્સ એટેચીએ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં બંને દેશોની સેનાઓની ભૂમિકા પર પણ પ્રકાશ પાડતા ક્હ્યુ કે આપણે યાદ રાખવું જોઈએ કે ચીન અને ભારતની સેનાઓએ સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનોમાં શ્રેષ્ઠ યોગાદન આપ્યં છે અને મોટી કુર્બાનીઓ આપી છે. અમારું હંમેશાથી માનવું રહ્યું છે કે આપણાં મતભેદોની સરખામણીએ આપણાં સંયુક્ત હિત ઘણાં વધારે મહત્ત્વપૂર્ણ છે.
ભારતની સાથે સૈન્ય સહયોગને વધુ ગાઢ બનાવવાની ચીની સરકારની ઈચ્છા વ્યક્ત કરતા તેમણે કહ્યુ છે કે અમે ભારતીય પક્ષ સાથે મળીને કામ કરવા માટે તૈયાર છીએ. જેથી રાજદ્વોરી અને સૈન્ય ચેનલોના માધ્યમથી વાતચીત યથાવત રહે, પરસ્પર ભરોસો વધે, વાતચીત દ્વારા સહયોગને પ્રોત્સાહન મળે અને ચીન તથા ભારતના લોકોની ભલાઈમાં યોગદાન કરી શકાય.
ચીનના ડિફેન્સ એટેચીએ એમ પણ કહ્યુ કે હું ચીન-ભારત સંબંધોમાં સતત સુધારાની કામના કરું છું. તેમનું આ નિવેદન આવે સમયે આવ્યું છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્ર્પ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાતો અને તેના પછી બંને પક્ષોના મહત્ત્વના અધિકારીઓ સાથે બેઠકો બાદ ભારત અને ચીનના સંબંધોમાં સતત સકારાત્મક ગતિ જોવા મળી છે.
ભારત અને ચીને સંબંધો ધીરેધીરે સામાન્ય બનવાની દિશામાં રચનાત્મક અને સારા ભવિષ્યના લક્ષ્યની સાથે વાતચીત કરી છે.