ઈરાન પર પરમાણુ શસ્ત્રોના ઉપયોગની યોજના બનાવી રહ્યા છે ટ્રમ્પ! અમેરિકાના પૂર્વ સાંસદનો દાવો
ગ્રીનનો દાવો છે કે ટ્રમ્પ પ્રશાસન અમેરિકાની ગુપ્તચર એજન્સીઓના આંતરીક આકલનોની અણદેખી કરી રહી છે. તેમના પ્રમાણે, આ આકલનોથી સંકેત મળે છે કે ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસિત કરવાની સ્થિતિમાં નથી
અમેરિકન કૉંગ્રેસના પૂર્વ સાંસદે દાવો કર્યો છે કે ઈરાન પર પરમાણુ હથિયારોના ઉપયોગની યોજના ડોનાલ્ડ ટ્રમ્પ બનાવી રહ્યા છે. આ દાવો માર્જોરી ટેલર ગ્રીને કર્યો છે. તેમનો આરોપ છે કે વ્હાઈટ હાઉસના વરિષ્ઠ અધિકારી ઈરાન વિરુદ્ધ પરમાણુ હથિયારના સંભવિત ઉપયોગને લઈને રણનીતિક બેઠકો કરી રહ્યા છે.
ગ્રીને રવિવારે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દાવો કર્યો છે કે ઉચ્ચ સ્તરે થઈ રહેલી આ ચર્ચાઓ વાસ્તવિક છે. તેમણે ટ્રમ્પ પ્રશાસન પર પરમાણુ કાર્યવાહીની મર્યાદાને ઘટાડવાનો આરોપ પણ લગાવ્યો છે. જો કે તેમણે પોતાના દાવાઓના ટેકામાં કોઈ પુરાવા અથવા દસ્તાવેજ રજૂ કર્યા નથી અને ન તો કથિત બેઠકોમાં સામેલ અધિકારીઓના નામ જણાવ્યા છે.
ગ્રીનનો દાવો છે કે ટ્રમ્પ પ્રશાસન અમેરિકાની ગુપ્તચર એજન્સીઓના આંતરીક આકલનોની અણદેખી કરી રહી છે. તેમના પ્રમાણે, આ આકલનોથી સંકેત મળે છે કે ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસિત કરવાની સ્થિતિમાં નથી. તેમણે આરોપ લગાવ્યો છે કે આના સ્થાને અમેરિકા ઈઝરાયલ તરફથી જાહેર કરાયેલી ચેતવણીઓથી પ્રભાવિત થઈને થઈ રહ્યું છે.
વૈશ્વિક સ્તરે ગંભીર પરિણામોની ચેતવણી આપતા ગ્રીીને કહ્યું છે કે જો અમેરિકા ઈરાન વિરુદ્ધ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનો નિર્ણય કરે છે, તો તેનાથી ક્યાંક ભયાનક સંઘર્ષ ભડકી શકે છે, જેમાં મોટા પ્રમાણમાં જાનહાનિ અને ગંભીર આર્થિક સંકટ પેદા થઈ શકે છે. તેમણે લખ્યું છે કે ટ્રમ્પે વધુ વિદેશી યુદ્ધ નહીં કરવાનો વાયદો કર્યો હતો. ગ્રીનનો તર્ક છે કે આના સ્થાને તણાવ વધારવા માટે એક મોટા વૈશ્વિક સંઘર્ષની સ્થિતિ પેદા થઈ શકે છે. વ્હાઈટ હાઉસે ગ્રીનના દાવાઓ પર તાત્કાલિક કોઈ ટીપ્પણી કરી નથી.
તેના સિવાય અમેરિકાની સરકાર અથવા સંરક્ષણ અધિકારીઓ તરફથી જાહેરમાં આવી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી કે વોશિંગ્ટને પોતાની પરમાણુ નીતિમાં કોઈ પરિવર્તન કર્યું છે અથવા તે ઈરાનની વિરુદ્ધ પરમાણુ હુમલાની સક્રિયપણે તૈયારી કરી રહ્યું છે.
ઈરાને પરમાણુ કાર્યક્રમને લઈને સ્થાયી સમજૂતી સુધી પહોંચવાના ઉદેશ્યથી ચાલી રહેલા કૂટનીતિક પ્રયાસો હજી સુધી કોઈ મોટી સફળતા સુધી પહોંચી શક્યા નથી.
ગ્રીન આના પહેલા પણ ઈરાનને લઈને ટ્રમ્પ પ્રશાસનની વિદેશ નીતિના નિર્ણયોનો વિરોધ કરી ચુક્યા છે. જૂન-2025માં ઈરાનની પરમાણુ સુવિધાઓ પર અમેરિકાના હુમલા બાદ તેમણે ટ્રમ્પ પ્રશાન પર ચૂંટણી વાયદાઓથી પીછેહઠનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે પ્રશાસને વિદેશોમાં સૈન્ય હસ્તક્ષેપ અને શાસન પરિવર્તન સંબંધિત અભિયાનોથી દૂર રહેવાની પોતાની પ્રતિબદ્ધતાઓને છોડી દીધી છે.
ગ્રીનની તાજેતરની ટીપ્પણીઓ ફરી એકવાર તેમને ટ્રમ્પ પ્રશાસનની વિદેશ નીતિઓના નિર્ણયોની વિપરીત ઉભા કરે છે. ક્ષેત્રમાં વધતા સૈન્ય તણાવ છતાં, અમેરિકા તરફથી ઈરાન વિરુદ્ધ સંઘર્ષમાં પરમાણુ હથિયારોના ઉપયોગ તરફ આગળ વધવાના કોઈ સત્તાવાર સંકેત મળી રહ્યા નથી. તેવામાં ગ્રીનનો તાજેતરનો દાવો હજી અપુષ્ટ છે.