ભાવનગર લઠ્ઠાકાંડમાં 13 બુટલેગરો એરેસ્ટ, વરતેજના PI પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં નકલી ઈંગ્લિશ દારુ પીવાથી 9 લોકોના મોત અને 46 લોકો અસરગ્રસ્ત થવાથી તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે
ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં નકલી ઈંગ્લિશ દારુ પીવાથી 9 લોકોના મોત અને 46 લોકો અસરગ્રસ્ત થવાથી તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. હવે દારૂબંધીવાળા ગુજરાતમાં નકલી દારુને લઈને થયેલા લઠ્ઠાકાંડના ગુનેગારોને પકડવા માટેની કાર્યવાહી શરૂ થઈ છે.
પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને તેના સાગરીતો સહીત 13 આરોપીઓની ધરપકડ કરવામમાં આવી છે. વરતેજ પોલીસ સ્ટેશનમાં આ ઘટના મામલે 21 બુટલેગરો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વરતેજ પીઆઈ એસ. ડી. પઢેરિયાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા એરેસ્ટ કરાયેલા 13 આરોપીઓને ભાવનગર એલસીબી કચેરી ખાતે રાખવામાં આવ્યા છે અને તેમને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.
લઠ્ઠાકાંડ બાદ વરતેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. ભાવનગર રેન્જના આઈજી દ્વારા વરતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. ડી. પઢેરિયાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ખરકડીના ઉપસરપંચ હરુભા ગોહિલે પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ છે કે લાંબા સમયથી દારૂના અડ્ડા અને બુટલેગર ગૌતમ સોલંકી બાબતે વારંવાર રજૂઆત છતાં વરતેજ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી અને બુટગેલગરોને છાવર્યા હતા.
ઝેરી દારુકાંડ મામલે એસએમસીની ટીમ દ્વારા મધ્યપ્રદેશના ઉજ્જૈનથી મિલાવટી દારુના મુખ્ય સૂત્રધાર રઈશની ધરપકડ કરીને તેને ભાવનગર લઈ આવી છે.