ભરુચ મેમૂ ભિલાડ નજીક પાટા પરથી ઉતરી ગઈ, તમામ પ્રવાસીઓ સુરક્ષિત
મહત્ત્વપૂર્ણ છેકે આ દુર્ઘટનાને પરિણામે મુંબઈથી અમદાવાદ તરફ આવનારી ટ્રેનો વિલંબથી પોતાના ગંતવ્ય પર પહોંચે તેવી સંભાવના છે.
ગુજરાતના વલસાડ જિલ્લાના ભિલાડ રેલવે સ્ટેશન નજીક ભરૂચ મેમૂ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે.
વિરારથી ભરૂચ તરફ જઈ રહેલી ભરૂચ મેમૂ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી જતા તેમાં સવાર પ્રવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
જો કે ટ્રેનમાં સવાર તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. કોઈને કોઈપણ પ્રકારની ઈજા અથવા જાનહાનિના અહેવાલ નથી.
ભરૂચ મેમૂમાં દરરોજ અપડાઉન કરનારા નોકરિયાતો, શ્રમકિ અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સવાર હતા.
મહત્ત્વપૂર્ણ છેકે આ દુર્ઘટનાને પરિણામે મુંબઈથી અમદાવાદ તરફ આવનારી ટ્રેનો વિલંબથી પોતાના ગંતવ્ય પર પહોંચે તેવી સંભાવના છે.
બીજી તરફ ભરૂચ મેમૂના પાટા પરથી ઉતરી ગયેલા એન્જિનને ફરીથી પાટા પર લાવવા માટે રલેવે વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને આને લગતી કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.