ગુજરાતમાં EDની મોટી કાર્યવાહી, સુરેશ પટેલની 6.52 કરોડની 17 મિલ્કતો એટેચ કરાઈ
આ મામલે ઈડીની આ પહેલી કાર્યવાહી નથી. આ પહેલા સર્ચ ઓપરેશન દરમિયાન એજન્સીએ 2.90 કરોડ રૂપિયાની રોકડ અને બેંક બેલેન્સ જપ્ત અને ફ્રીઝ કર્યા હતા. તેની સાથે દમણ અને મુંબઈમાં આવેલી 24 સ્થાવર મિલ્કતોને પણ એટેચ કરી હતી. જેની કિંમત 4.42 કરોડ રૂપિયા હતી
ઈડીએ ગુજરાતના કારોબારી અને ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા સુરેશ જગુભાઈ પટેલ ઉર્ફે સુખા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઈડીના સૂરત ઉપ-ક્ષેત્રીય કાર્યાલયે 8 સપ્ટેમ્બર, 2026ના રોજ મની લોન્ડ્રિંગ એક્ટ (પીએમએલએ), 2002 હેઠળ સુરેશ પટેલ અને અન્ય સાથે જોડાયેલી 17 સ્થાવર મિલ્કતોને હંગામી ધોરણે એટેચ કરી છે. આ મિલ્કતોની અંદાજીત કિંમત 6.52 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
ઈડીએ આ કાર્યવાહી દમણ અને વલસાડમાં આવેલી મિલ્કતો પર કરીી છે. આ મામલો દમણ પોલીસ, ગુજરાત પોલીસ અને મુંબઈ પોલીસ દ્વારા સુરેશ પટેલ ઉર્ફે સુખા અને તેના સાથીદારો વિરુદ્ધ નોંધવામાં આવેલી ઘણી એફઆઈઆરના આધારે શરૂ કરવામાં આવ્યો હગતો. તપાસ એજન્સી પ્રમાણે, સુરેશ પટેલ પર ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર હથિયાર રાખવા, હત્યા, ખંડણી, છેતરપિંડી, પાસપોર્ટમાં છેતરપિંડી અને કોપીરાઈટના ભંગ જેવા ગંભીર આરોપ છે.

ઈડીની તપાસમાં સામે આવ્યું છે કે સુરેશ પટેલે દમણમાં સ્ક્રેપ ટ્રેડિંગ અને ટ્રાન્સપોર્ટ સેવાઓના કારોબાર પર પોતાનો એકાધિકાર જમાવી રાખ્યો હતો. તેણે પોતાના પ્રતિસ્પર્ધી વેપારીઓને ધમકી, ડરાવવા-ધમકાવવા અને બાહુબલના દમ પર બજારમાંથી હટાવી દીધા હતા. પોતાના ગુનાહિત રેકોર્ડથી પેદા થયેલા ડરનો ઉપયોગ કરીને તે આખા કારોબાર પર કબજો જમાવી ચુક્યો હતો. આ મામલામાં ઈડીએ પહેલા જ 27 નવેમ્બર, 2024ના રોજ દમણની વિશેષ પીએમએલએ કોર્ટમાં ફરિયાદ ક્રમાંક - 10/2024 દાખલ કરાવી ચુકી છે. આમા સુરેશ જગુભાઈ પટેલ અને તેના સહયોગી મહેશ નંદા સહીત અન્યને આરોપી બનાવવામાં આવ્યા છે.
આ મામલે ઈડીની આ પહેલી કાર્યવાહી નથી. આ પહેલા સર્ચ ઓપરેશન દરમિયાન એજન્સીએ 2.90 કરોડ રૂપિયાની રોકડ અને બેંક બેલેન્સ જપ્ત અને ફ્રીઝ કર્યા હતા. તેની સાથે દમણ અને મુંબઈમાં આવેલી 24 સ્થાવર મિલ્કતોને પણ એટેચ કરી હતી. જેની કિંમત 4.42 કરોડ રૂપિયા હતી. આ એટેચમેન્ટની પીએમએલએની નિર્ણાયક ઓથોરિટી, નવી દિલ્હી દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી.
તાજેતરની કાર્યવાહી બાદ હવે આ મામલામાં કૂલ 13.85 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતોને જપ્ત, એટેચ અને ફ્રીઝ કરવામાં આવી છે. ઈડીએ કહ્યું છે કે મામલામાં આગળની તપાસ હજી ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે.