ઉતાવળ બની આફત: ગુજરાતમાં ગાંધીનગર-જેતપુરમાં થયેલા અકસ્માતોએ 4નો ભોગ લીધો
અકસ્માતનું એક કારણ ઉતાવળને કારણે દાખવવામાં આવતી બેદરકારી હોય છે. ગુજરાતમાં બે જુદાંજુદાં અકસ્માતોમાં ઉતાવળે 4 લોકોનો ભોગ લીધો છે
ઉતાવળ હંમેશા આફત બનીને ત્રાટકતી હોય છે. અકસ્માતનું એક કારણ ઉતાવળને કારણે દાખવવામાં આવતી બેદરકારી હોય છે. ગુજરાતમાં બે જુદાંજુદાં અકસ્માતોમાં ઉતાવળે 4 લોકોનો ભોગ લીધો છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસેના પીંડારડા પાસે ઓટોરિક્ષા અને આઈશર ટ્રક વચ્ચેની ટક્કરે બેના ભોગ લીધા છે. જ્યારે રાજકોટના જેતપુરમાં ઓવરટેક દરમિયાન થયેલા અકસ્માતમાં બાઈક પર સવાર માતા અને દોઢ વર્ષના બાળક એમ બે લોકોના જીવ ગયા છે.
જેતપુર અકસ્માત
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ધોરાજી-જૂનાગઢ રોડ઼ પર લવલી-વે બ્રિજ નજીક બાઈકચાલકે ઓવવરેટકનો પ્રયાસ કરતા તેની ડમ્પર સાથે ટક્કર થઈ હતી તેમાં બાઈક પર સવાર માતા અને દોઢ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું.
ગાંધીનગર અસક્માત
જ્યારે ગાંધીનાગરના પીંડારડા ગામ પાસે ઓટોરિક્ષા અને આઈશર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. પેથાપુર પોલીસ જાણકારી મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.