મિત્રો સાથે મળી ભાજપના નેતાએ પરણિતાને ફસાવી અશ્લિલ ફોટો-વીડિયો બનાવ્યા, દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ
પીડિત પરિવારોનો આરોપ છે કે આરોપી રાજકીય પદ પર હોવાને કારણે પોલીસ કાર્યવાહીમાં વિલંબ કરી રહી છે. પીડિતાના પરિવાર દ્વારા આરોપીની તાત્કાલિક ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી છે.
આણંદ જિલ્લાના ખંભાતમાં ભાજપના યુવા મોરચાના મંત્રી વિજય ચૌહાણ સામે એક પરણિતાએ દુષ્કર્મનો ગંભીર આરોપ લગાવીને પોલીસ ફરિયાદ કરી છે. પીડિતાનો આક્ષેપ છે કે સોશયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને પછી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
પીડિતા મુજબ, આરોપીએ કથિતપણે વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આરોપી સિવાય તેના કેટલાક મિત્રોએ પણ દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આરોપ પરણિતા દ્વારા લગાવાયો છે.
આ ઘટના બાદ તેણે કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ સંપર્ક કર્યો હોવાનું પણ પરણિતાએ ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસ ફરિયાદ બાદ પણ આરોપી સામે તાત્કાલિક કાર્યવાહી થઈ રહી નહીં હોવાનો આરોપ પીડિતાના પરિવાર દ્વારા લગાવાયો છે.
પીડિત પરિવારોનો આરોપ છે કે આરોપી રાજકીય પદ પર હોવાને કારણે પોલીસ કાર્યવાહીમાં વિલંબ કરી રહી છે. પીડિતાના પરિવાર દ્વારા આરોપીની તાત્કાલિક ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી છે.
પોલીસ હાલ આખા મામલાની તપાસ કરી રહી છે. તપાસ બાદ જ આરોપો અને મામલામાં સંડોવાયેલા લોકોની ભૂમિકા વગેરેનો ખુલાસો થઈ શકશે.