"ઈદ પણ આવવાની છે" : ગણેશ પ્રતિમાના સરઘસ પર ઈંડા ફેંકનારા જેહાદીઓને ભાજપના મંત્રીની ચિમકી
ભાજપના મંત્રીએ કહ્યુ છે કે યાદ રાખો અમારી ભગવદ ગીતા અમને ધર્મની રક્ષા માટે હથિયાર ઉઠાવવાની મંજૂરી આપે છે. હિંદુઓએ જ કાયદો માનવાનો કોઈ ઠેકો લીધો નથી.
ગણેશોત્સવને લઈને મહારાષ્ટ્રમાં તૈયારીઓ જોરશોરથઈ થઈ રહી છે અને પ્રતિમાઓ આવવા લાગી છે. ઘણાં સ્થાનો પર ભગવાન ઘણેશના આગમન પર જુલૂસ કાઢવામાં આવ્યા છે. મુંબઈમાં પણ મોટા-મોટા પંડાલોમાં ભવ્ય પ્રતિમાઓ પધરાવવામાં આવી છે. ત્યારે મઝગાંવમાં ગણેશ પ્રતિમા લાવતી વખતે બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું અને તેના પછી સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.
જાણકારી મુજબ પંડાલથી થોડાક અંતરે આવેલી એક ઈમારતમાંથી જુલૂસ પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા. તેના પછી બંને જૂથો વચ્ચે તણાવ વધી ગયો હતો. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેએ ચેતવણી આપી છે કે આવા પ્રકારની ઘટનાઓ થશે તો યાદ રાખો, ઈદ પણ આવી રહી છે.
નિતેશ રાણેએ કહ્યુ છે કે અહીં 90 ટકા હિંદુ રહે છે. હિંદુ તહેવારોનો વિરોધ સહન કરવામાં નહીં આવે. જો હિંદુ તહેવારો, ગણેશોત્સવ, જુલૂસો પર પર પથ્થર ફેંકવાની અને ઈંડા ફેંકવાની ઘટનાઓ બને છે, તો પોલીસ નિશ્ચિતપણે કાર્યવાહી કરશે. આવું કરવામાં આવ્યું છે. આ મામલામમાં કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યુ છે કે જો હિંદુ તહેવારોની સાતે આવી બાબતો થાય છે, તો જેહાદી ક્યાંય છૂપાય નહીં શકે, તેમને છોડવામાં નહીં આવે.
નિતેશ રાણેએ કહ્યુ છે કે હિંદુત્વનો વિચાર ધરાવતી સરકારના રહેતા અમે આવા પ્રકારની બાબતોને સહન કરીશું નહીં. કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ કેસને યોગ્ય રીતે હેન્ડલ કરી રહી છે. પરંતુ જો હિંદુ તહેવારોની વિરુદ્ધ આવા ઈંડા ફેંકાય રહ્યા છે, જો ગણેશ જુલૂસના મામલામાં આવું થાય છે, તો યાદ રાખો કે ઈદ પણ આવશે. મુહર્મ પણ આવશે. યાદ રાખો અમારી ભગવદ ગીતા અમને ધર્મની રક્ષા માટે હથિયાર ઉઠાવવાની મંજૂરી આપે છે. હિંદુઓએ જ કાયદો માનવાનો કોઈ ઠેકો લીધો નથી.
નિતેશ રાણેએ કહ્યુ છે કે જે લોકો હિંદુ તહેવારોને ડિસ્ટરર્બ કરી રહ્યા છે, તેમની ઈમારતોને ચિન્હિત કરવામાં આવી છે. જોઈએ છીએ કે તેમના પ્રોગ્રામ કેવી રીતે થાય છે. મહારાષ્ટ્રમાં 14 સપ્ટેમ્બરથી ગણેશોત્સવ શરૂ થઈ રહ્યા છે. મુંબઈમાં જ 10 હજારથી વધારે ગણેશ પંડાલ બનશે. ત્યારે આખા મહારાષ્ટ્રમાં 28 લાખથી વધુ પ્રતિમા સ્થાપિત થશે.