મુસ્લિમ વિરોધી હોવાના આરોપ પર સાંભળો સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે શું આપ્યો જવાબ?
(સૌજન્ય: ધ ઈકોનોમિસ્ટ) ટ્રમ્પે પોતાના બચાવમાં તર્ક આપ્યો કે તેમના પાર્ટનર અડધા ભારતીય છે. તેમના ચાર બાળકો છે, જેમાં એકનું નામ ભારતના પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રીના નામ પર રાખવામાં આવ્યું છે. તેમણે આગળ કહ્યુ કે તેમની અલગ-અલગ કંપનીઓમાં અલગ-અલગ વંશ-રંગના સિનિયર એક્ઝિક્યૂટિવ કામ કરી રહ્યા છે, જે જણાવે છે કે તે વંશવાદી નથી.
વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કે પોતાના પર લાગનારા વંશવાદ અને મુસ્લિમ વિરોધી હોવાના સવાલોનો જવાબ આપ્યો છે.
એન્ટી-મુસ્લિમ હોવાના આરોપ પર મસ્કનો જવાબ
તેમણે ધ ઈકોનોમિસ્ટના એડિટર ઈન ચીફ જેની મિન્ટન બેડોસની સાથે વાતચીત કરતા એલન મસ્કે પોતાના પર લાગનારા મુસ્લિમ વિરોધી હોવાના આરોપો પર સીધું કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો. પણ તેમણે અલગ જ જવાબ આપતા કહ્યુ કે અલગ લોકો કોઈ દેશમાં અલગ માનસિકતા સાથે આવી રહ્યા છે, તો હું તેમની વિરુદ્ધ છું. મસ્કે કહ્યુ છે કે તેઓ બળાત્કાર અને મર્ડરની વિરુદ્ધ છે. તેઓ એ નિયમો અને કાયદાઓને લાગુ કરવાથી વિરુદ્ધ છે, જે પશ્ચિમમાં આપણી માનવામાં આવતી વાતોથી વિપરીત માને છે.

મસ્કે વંશવાદી હોવાનો કર્યો ઈન્કાર
આ ઈન્ટરવ્યૂમાં મસ્કે કહ્યુ છે કે હું વંશવાદી નથી. તેઓ પોતાની સોશયલ મીડિયા પોસ્ટને લઈને ટીકાકારોના નિશાને રહે છે, જેમાં વારંવાર વંશ, શ્વેત ઓળખ અને ઈમિગ્રેશનનો ઉલ્લેખ કરવામાં આવે છે. ટીકાકારોનું કહેવું છે કે મસ્કની પોસ્ટે વંશવાદી મુદ્દાઓ સાથે જોડાયેલી મર્યાદાઓને પાર કરી લીધી છે અને તેઓ એવી ભાષાને પ્રોત્સાહિત કરી રહ્યા છે કે જે વ્હાઈટ સુપ્રીમિસ્ટ વિચારો સાથે જોડાયેલી રહી છે.
ધ ઈકોનોમિસ્ટના એડિટર ઈન ચીફ જેની મિંટન બેડોસ સાથેની વાતચીતમાં એલન મસ્કે ઈમિગ્રેશન, સોશયલ મીડિયા એક્ટિવિટી અને પોતાના કંપની કલ્ચર પર પોતાના જાહેર વલણનો બચાવ કર્યો છે. જ્યારે જેનીએ મસ્કને સવાલ કર્યો કે શું તેઓ વંશવાદી છે, તો તેમણે આરોપોને નકારતા કહ્યુ કે તેમની પારિવારીક પૃષ્ઠભૂમિ અને કંપનીમાં કર્મચારીઓની ભરતી આ વાતના પુરાવા છે.

ટ્રમ્પે પોતાના બચાવમાં તર્ક આપ્યો કે તેમના પાર્ટનર અડધા ભારતીય છે. તેમના ચાર બાળકો છે, જેમાં એકનું નામ ભારતના પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રીના નામ પર રાખવામાં આવ્યું છે. તેમણે આગળ કહ્યુ કે તેમની અલગ-અલગ કંપનીઓમાં અલગ-અલગ વંશ-રંગના સિનિયર એક્ઝિક્યૂટિવ કામ કરી રહ્યા છે, જે જણાવે છે કે તે વંશવાદી નથી.
મહત્ત્વપૂર્ણ છે કે મસ્કે આ વર્ષની શરૂઆતમાં જ પોતાના બાળકોના નામ પાછળની કહાની જણાવી હતી. ટેસ્લા ઓનર્સ સિલિકોન વેલીના એક્સ એકાઉન્ટની પોસ્ટનો જવાબ આપતા મસ્કે જણાવ્યુ કે તેમના પુત્ર સ્ટ્રાઈડર શેખરના નામની પાછળ બે પ્રેરણા હતી. તેમણે કહ્યુ કે સ્ટાઈડર નામ જેઆરઆર ટોલ્કિનના પુસ્તક ધ લોર્ડ ઓફ રિંગ્સમાં અરાગોર્નના ઉપનામ પરથી લેવામાં આવ્યું છે. જ્યારે શેખર નામ ભારતીય-અમેરિકન એસ્ટ્રોફિઝિસિસ્ટ સુબ્રમણ્યમ ચંદ્રશેખરના સમ્માનમાં રાખવામાં આવ્યું છે. એસ. ચંદ્રશેખરને 1983માં ફિઝિક્સનો નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.