CJPની શિક્ષણ મંત્રીના રાજીનામાની શરત નહીં માને સરકાર, ધર્મેન્દ્ર પ્રધાન નહીં આપે રાજીનામું
નીટ પેપરલીક વિવાદમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણીને સરકારે ફગાવી દીધી છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે રાજીનામું આપવું સૌથી સરળ વિકલ્પ છે. પરંતુ સરકાર જવાબદારી નિભાવતા પરીક્ષા પ્રણાલીમાં સુધારો કરશે.
નીટ પેપર લીકને લઈને કોકરોચ જનતા પાર્ટી (CJP)અને વિપક્ષ તરફથી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની વાત વચ્ચે સરકારે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તે આ માંગને સ્વીકાર નહીં કરે. સરકારી સૂત્રો મુજબ, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે અને સરકાર તેને સમસ્યાનું સમાધાન માનતી નથી.
સૂત્રો પ્રમાણે, સરકારનું માનવું છે કે રાજીનામું આપવું અને જવાબદારીથી પાછળ હટવું સૌથી સરળ રસ્તો છે. જનતાએ સરકારને જનાદેશ આપ્યો છે અને સરકાર પોતાની જવાબદારી નિભાવવાની વ્યવસ્થામાં સુધારો કરશે. આખી પાર્ટી ધર્મેન્દ્ર પ્રધાનની સાથે ઉભી છે.
સરકારી સૂત્રો મુજબ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)માં હાલની ખામીઓ અને સમસ્યાઓની ઓળખ કરાઈ રહી છે. સરકાર આ ખાણીઓની એક વિગતવાર યાદી તૈયાર કરી રહી છે અને તેને જલ્દી દૂર કરવા માટે જરૂરી પગલા ઉઠાવવામાં આવશે. સૂત્રો મુજબ, પેપર લીક મામલામાં સામેલ ઘણી ગેંગ્સનો પહેલા જ ભંડાફોડ થઈ ચુક્યો છે. તપાસ એજન્સીઓ સતત કાર્યવાહી કરી રહી છે અને આગામી દિવસોમાં આ પ્રકારના નેટવર્ક વિરુદ્ધ વધુ કડક પગલાં ઉઠાવવામાં આવશે. સરકારનું કહેવું છે કે તેનું ફોક્સ રાજીનામાની રાજનીતિના સ્થાને દેશની એક્ઝામિનેશન સિસ્ટમને પારદર્શક અને ભરોસાપાત્ર બનાવવા પર છે.
આ પહેલા વિઠ્ઠલભાઈ પટેલ હાઉસમાં કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથે શુક્રવારે બે કલાક ચાલેલી બેઠકમાં કોકરોચ જનતા પાર્ટીના ડેલિગેટ્સે સ્પષ્ટ કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તેમની બિનસમજૂતીવાદી માગણી છે અને તેનાથી પીછેહઠ કરવાનો સવાલ જ નથી.
સીજેપીની સંસદ ચલો માર્ચ દરમિયાન દેખાવકારો પર કથિત પોલીસ કાર્યવાહી માટે કેન્દ્ર સરકાર રેપિડ એક્શન ફોર્સ અને દિલ્હી પોલીસ કમિશનર પાસે જાહેર માફીની માગણી કરી છે.

કેન્દ્રની 2 માંગ પર સંમતિ
સીજેપી પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું છે કે સંગઠને 3 મેની નીટ પરીક્ષા રદ્દ થયા બાદ આપઘાત કરનારા છાત્રોના પરિવારજનોને એક-એક કરોડ રૂપિયા વળતર, દેખાવકારોની વિરુદ્ધ નોંધાવામાં આવેલી તમામ એફઆઈઆર પાછી લેવી અને પરીક્ષા સુધારાઓથી જોડાયેલી પાંચ સૂત્રીય માગણીપત્રને લાગુ કરવાની પણ માગણી કરી છે. સરકારને સોંપવામાં આવેલા પત્રમાં સીજેપીએ કહ્યુ છે કે દેશભરના સમર્થકો અને દેખાવકારો સાથે ચર્ચા બાદ એ નક્કી કરવામાં આવ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, નીટ પીડિત પરિવારોને વળતર અને દેકાવકારોની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીમાંથી રાહત જેવી માગણીઓ પર કોઈ સમજૂતી નહીં થાય. સીજેપીએ ચેતવણી આપી છે કે માગણીઓ નહીં માનવામાં આવે,તો આંદોલન આખા દેશમાં તીવ્ર બનાવવામાં આવશે.
પેપર લીક પર કડક કાયદાની તૈયારી
કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ કહ્યુ છે કે સરકારે સીજેપીની તમામ માગણીઓ સાંભળી છે અને તેના પર વિચાર કર્યા બાદ જવાબ આપવામાં આવશે. તેમણે ક્હ્યુ છે કે બંને પક્ષોની વચ્ચે શનિવારે ફરીથી બેઠક થશે. આ સરકાર અને દેખાવકાર સંગઠન વચ્ચે ઔપચારીક વાટાઘાટોનો ત્રીજો તબક્કો હતો. આ બેઠક એવા સમયે થઈ જ્યારે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક સરકારના આશ્વાસન બાદ પોતાના 26 દિવસ જૂના અનશન સમાપ્ત કરી ચુક્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે પરીક્ષામાં ધાંધલી રોકવા મટે કાયદાને વધુ કડક બનાવવાની દિશામાં પગલાં આગળ વધારી દીધા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી રાત્રે પોતાના સંબોધનમાં ઘોષણા કરી હતી કે સરકાર આગામી સપ્તાહે સંસદમાં પેપર લીકની વિરુદ્ધ કડક કાયદો લાવનારું બિલ રજૂ કરશે. તેના કેટલાક કલાકો બાદ કેન્દ્રીય મંત્રીમંડળે પરીક્ષામાં છેતરપિંડી અને પેપરલીકના મામલામાં કડક સજાની જોગવાઈ કરનારા બિલના મુસદ્દાને મંજૂરી આપી. જો કે સરકાર અને સીજેપીની વચ્ચે વાટાઘાટો ચાલુ છે. પરંતુ બંને પોતપોતાના વલણો પર કાયમ છે. સીજેપીનું કહેવું છે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી જંતર-મંતર ખાતે પ્રદર્શન ચાલુ રહેશે. જ્યારે સરકારનું કહેવું છે કે તેમનું ફોક્સ મંત્રી બદલવાના સ્થાને પરીક્ષા વ્યવસ્થામાં સુધારા અને પેપર લીક ગિરોહો વિરુદ્ધ કડક કાર્યવાહી પર રહેશે.