"Gen Z હિંદુ છોકરીઓ ભ્રષ્ટ, ઘણાં શારીરિક સંબંધોને માને છે આઝાદી": ભાજપના મહિલા MP
ભાજપના સાંસદ કંગના રનૌતે કહ્યું છેકે હું તેમને જનરેશન ગટર કહું છું. તેમાંથી કેટલાકની પાસે સિસ્ટમને આપવા માટે કંઈ નથી. તેઓ અભ્યાસમાં સારા નથી. પરંતુ તેઓ એટલા બદસૂરત અને ભ્રષ્ટ છે કે તે સારી ગૃહિણી પણ બની નહીં શકે. તેમ છતાં તે ગર્વથી ડ્રગ્સ લેવું, દારૂ પીવો અથવા બોડી કાઉન્ટની પોતાની આઝાદીનો દેખાડો કરે છે.
બોલીવુડના અભિનેત્રી અને લોકસભામાં ભાજપના સાંસદ કંગના રનૌત પહેલા દિવસથી જ કોકરોચ જનતા પાર્ટી અને છાત્ર આંદોલનની વિરુદ્ધ રહ્યા છે. હવે જ્યારે નીટ પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે અને પ્રહલાદ જોશી નવા શિક્ષણ મંત્રી બન્યા છે. ત્યારે મોદી સરકાર બેકફૂટ પર આવી ગઈ હોવાનું માનવામાં આવે છે. પરંતુ ભાજપના સાંસદ કંગના રનૌતનો પારો સાતમા આસમાને છે.
તેમણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં GEN-Z ની વિરુદ્ધ બેહદ વાંધાજનક અને વિવાદાસ્પદ નિવેદનો કર્યા છે. કંગના રનૌતે યુવા હિંદુ મહિલાઓ પર શાબ્દિક પ્રહારો કરતા તેમને બદસૂરત અને ભ્રષ્ટ ગણાવી છે. એટલું જ નહીં, તેમણે આ યુવા પેઢીને ગટર કહીને ડ્રગ્સ લેવા, દારૂ પીવા અને ઘણાં લોકો સાથે શારીરિક સંબંધ બનાવવાનો આરોપ લગાવ્યો છે.
ભારત ભાગ્ય વિધાતાના એક્ટ્રેસે ઈંસ્ટાગ્રામ સ્ટોરીમાં યુવા હિંદુ મહિલાઓ પર નિશાન સાધતા લખ્યું છે કે સૌથી ચોંકાવનારો વ્યવહાર યુવા હિંદુ મહિલાઓનો છે, જે તે આઝાદીને કમાયા વગર સ્વતંત્ર કારકિર્દીવાળી મહિલાઓની જિંદગીની નકલ કરવા ચાહે છે. ખરેખરમાં સ્વતંત્ર મહિલાઓ બળવાખોર નિર્ણયો લે છે અને બેબાક અભિપ્રાય રાખે છે. તે લીકથી હટીને કારકિર્દી પસંદ કરે છે અને પોતાના કામોની જવાબદારી ખુદ લે છે, કારણ કે તે પોતાના દમ પર હોય છે. તે આવું પોતાના માતાપિતા કે પરિવારની કિંમત પર કરતી નથી.
ભાજપના સાંસદ કંગના રનૌતે કહ્યું છેકે હું તેમને જનરેશન ગટર કહું છું. તેમાંથી કેટલાકની પાસે સિસ્ટમને આપવા માટે કંઈ નથી. તેઓ અભ્યાસમાં સારા નથી. પરંતુ તેઓ એટલા બદસૂરત અને ભ્રષ્ટ છે કે તે સારી ગૃહિણી પણ બની નહીં શકે. તેમ છતાં તે ગર્વથી ડ્રગ્સ લેવું, દારૂ પીવો અથવા બોડી કાઉન્ટની પોતાની આઝાદીનો દેખાડો કરે છે.
કંગના રનૌતે લખ્યું છે કે આ બેશરમીથી પોતાના માતાપિતાની કમાણી પર જીવે છે.

હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ કંગના રનૌતે કહ્યું છે કે સ્વતંત્ર જિંદગી કમાવી પડે છે અને જો તમે કોઈ જવાબદારી વગર સ્વતંત્રપણે જીવવાની કોશિશ કરો છો, તો તમે બસ એક બગડેલા વ્યક્તિ છો. ગટર છાપ.
AIMIM ના નિશાને કંગના રનૌત
કંગના રનૌતની પોસ્ટ પર AIMIM ના નેતા વારિસ પઠાને માગણી કરી છે કે જેન-ઝીના દેખાવકારોની ભાજપના સાંસદ માફી માંગે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કંગના રનૌતની ટીપ્પણીઓ પર ધ્યાન આપવાનો આગ્રહ કર્યો છે. કૉંગ્રેસના નેતા ભાઈ જગતાપે પણ કહ્યુ છે કે દેખાવકારો પર હુમલા કરવાના સ્થાને કંગના રનૌતે વિરોધ પ્રદર્શન દરમિયાન છાત્રો સાથે થયેલા દુર્વ્યવહાર પર ચિંતા વ્યક્ત કરવી જોઈતી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે જેન-ઝીના દેખાવકારો પર કંગના રનૌતે આના પહેલા પણ એક ઈંસ્ટાગ્રામ સ્ટોરીમાં સીજેપી પ્રોસ્ટેટ પર ટીપ્પણી કરી હતી. પરંતુ તે 24 કલાકની ટાઈમ લિમિટને કારણે ગાયબ છે. કંગનાએ તેમાં દાખાવકાર છાત્રોની ભાષા પર લખ્યું હતું કે મેં મારા જીવનમાં ક્યારેય પણ આટલી બદસૂરતી જોઈ નથી. જેન-ઝીના વિરોધ પ્રદર્શનોની આ રીલ્સ ઉલટી લાવનારી છે. જે પ્રકારે તે વાત કરે છે અને જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે, મેં મારી જીંદગીમાં ક્યારેય પણ આટલું અજીબ અને ભદ્દુ એકસાથે ક્યારેય જોયું નથી.

દેખાવકારોના માતાપિતા પર નિશાન સાધતા કંગના રનૌતે કહ્યું હતું કે છી, આમને કોણ પેદા કરી રહ્યું છે અને પાળીપોષી રહ્યું છે? ભારત વિવિધ પ્રકારના ખૂબસૂરત લોકોનું સ્થાન છે, જેઓ શાલીનતાથી સજેલા છે અને સાંસ્કૃતિક સમજ સાથે જોડાયેલા છે. તમે ખુદને કોકરોચ કહો છો અને તેમની જેમ દેખાવ-વ્યવહાર કરો છો. તેમાં કોઈ વિરોધાભાસ અથવા તુલના નથી, બસ દુનિયાને પોતાની ગંદગી, કચરો અને બદસૂરતીનો સામનો કરવાન છે. હું આ રીલ્સથી પરેશાન થઈ ગઈ છું. મને ઠીક થવા માટે ડિજિટલ ડિટોક્સની જરૂરત છે.
20મી જુલાઈએ સીજેપીના દેખાવકારોની સંસદ માર્ચ સંદર્ભે કંગના રનૌતે એએનઆઈને કહ્યું હતું કે તમામ સાંસદ ગૃહની અંદર હતા. અમે સૌ ડરેલા હતા, આ વિચારીને કે ભીડ અમારા પર હુમલો કરી શકે છે. હું દિલ્હી પોલીસના વખાણ કરું છું કે તેમણે ઢાલની ભૂમિકા નીભાવની અને લોકોને નુકશાન પહોંચવા દીધું નહીં.