ગુજરાતમાં નકલી દવાઓ-ભેળસેળિયા ખાદ્ય પદાર્થો પર મોટી કાર્યવાહી, 50 કંપનીઓના પરવાના રદ્દ
રાજ્ય સચિવાલયમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં થયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીએ અધિકારીઓને નકલી, નિમ્ન કક્ષાના અને ગેરકાયદેસર રીતે વેચાતા ખાદ્ય પદાર્થો અઅને દવાઓની વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાનો આદેશ આપ્યો છે.
ગુજરાતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)એ ઓગસ્ટમાં મોટા પ્રમાણમાં કાર્યવાહી કરીને 50 કંપનીઓના વેચાણ લાઈસન્સ રદ્દ કર્યા છે અને ગંભીર અનિયમિતતાઓ મળવા પર બે દવા નિર્માણ યુનિટો બંધ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યભરમાંથી લગભગ 42,988 કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની અંદાજીત કિંમત 93.47 લાખ રૂપિયા છે.
રાજ્ય સચિવાલયમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં થયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીએ અધિકારીઓને નકલી, નિમ્ન કક્ષાના અને ગેરકાયદેસર રીતે વેચાતા ખાદ્ય પદાર્થો અઅને દવાઓની વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાનો આદેશ આપ્યો છે. FDCA અનુસાર જોખમ આધારીત નિરીક્ષણ દરમિયાન આઠ દવા નિર્માણ કંપનીઓના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે અને 11 દવાના નિર્માણના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે. લેબોરેટરીમાં નિમ્ન ગુણવત્તા હોવાનું ઉજાગર થતાં 20 દવાઓના નિર્માતાઓને કારણ બતાવો નોટિસ જાહેર કરવામાં આવી. રાજ્યના 42 બ્લડ સ્ટોરેજ સેન્ટરોના નિરીક્ષણમાં ત્રણને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો, જ્યારે 12ને નોટિસ જાહેર કરવામાં આવી.
FDCAએ સ્પેશયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની સાથે મળીને અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં ગેરકાયદેસર નશીલી અને નકલી દવાઓના નેટવર્ક પર કાર્યવાહી કરી છે. વડોદરા જિલ્લાના વાઘોડિયામાં એક મેડિકલ સ્ટોર પાસેની દુકાનમાંથી ટ્રામાડોલ સહીત નશીલા ઈન્જેક્શનોનો મોટો સ્ટોક જપ્ત કર્યો. મામલામાં એનડીપીએસ અધિનિયમ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આના સિવાય નકલી નિકાર્ડિયા રિટાર્ડ 10 ટેબ્લેટ મામલામાં 30થી વધારે સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા. તપાસમાં ઉત્તરપ્રદેશના લખનૌથી અમદાવાદ અને સાણંદ સુધી સપ્લાય ચેનની જાણકારી મળી. લગભગ 1.75 લાખ રૂપિયાની શંકાસ્પદ દવાઓ જપ્ત કરવામાં આવી અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધવામાં આવી. ઓગસ્ટમાં FDCAએ 2,238 ખાદ્ય કારોબારીઓના નિરીક્ષણ કરાયા અને 2591 ખાદ્ય સેમ્પલને તપાસ માટે મોકલવામાં આવ્યા.
રાજ્યભરમાં 1625થી વધારે હોટલ, રેસ્ટોરેન્ટ અને ઢાબાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ખામીઓ મળવા પર 306 પ્રતિષ્ઠાનોને સુધારાની નોટિસ આપવામાં આવી, જ્યારે ગંભીર ઉલ્લંઘનો પર 38 પ્રતિષ્ઠાનો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. જેમાં પરવાના રદ્દ કરવાનું પણ સામેલ છે. સ્વાસ્થ્ય મંત્રી પાનસેરિયાએ અધિકારીઓને દૂધ, ઘી, તેલ અને મસાલા જેવા દૈનિક વપરાશના ખાદ્ય પદાર્થોનું સતત નિરીક્ષણ અને ખાદ્ય સુરક્ષા તથા માનક અધિનિયમ, 2006 હેઠળ અચાનક નિરીક્ષણ અને કાયદાકીય કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે.