જંતર-મંતર સ્યાહી કાંડ બાદ અભિજીત દિપકેએ ખેલ્યું દલિત કાર્ડ, કહ્યુ-ભૂરો મારો રંગ!
સીજેપીના સંસ્થાપક અભિજીત દિપકેએ સોશયલ મીડિયા હેન્ડલ એક્સ પર નાનકડી પોસ્ટમાં આ ઘટના પર પ્રતિક્રિયા આપતા લખ્યુ- "ભૂરો રંગ મારો રંગ છે... જય ભીમ." આ ટીપ્પણી પર ઓનલાઈન મિશ્ર પ્રતિક્રિયા આવી છે.
દિલ્હી : દેશની રાજધાની નવી દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન એક મહિલાએ કથિતપણે કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJP ના સંસ્થાપક અભિજીત દિપકે પર ભૂરી સ્યાહી ફેંકી, જેને કારણે અહીં અફરા-તફરી સર્જાઈ હતી. આ ઘટનાનો એક વીડિયો સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે સ્યાહી ફેંકાયા બાદ અભિજીત દિપકેની આસપાસ લોકો એકઠા થઈ જાય છે અને ઘણો હંગામો પણ થાય છે.
આ ઘટના બાદ ભૂરો રંગ પોતાનો રંગ હોવાનું જણાવીને અભિજીત દિપકેએ દલિત રાજનીતિનું કાર્ડ ખેલ્યું હોવાનું જાણકારો માની રહ્યા છે. ભૂરો કે વાદળી રંગ દલિત રાજનીતિનું પ્રતીક છે. દિપકેએ સ્યાહી કાંડ બાદ જે રીતે ભૂરો રંગ પોતાનો હોવાનું જણાવીને દલિત કાર્ડ ખેલ્યા છે.
જો કે સ્યાહી કાંડની ઘટના પાછળના કારણોની હજી સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરંતુ સ્થિતિ કાબુમાં લાવતા પહેલા દેખાવ દરમિયાન કેટલાક સમય માટે ભ્રમ અને અવ્યવસ્થાની સ્થિતિ બની હતી. અધિકારીઓએ હજી સુધી કોઈ વિગતવાર નિવેદન જાહેર કર્યુ નથી અને આના સંદર્ભે વધુ જાણકારીની રાહ જોવાઈ રહી છે.
સોશયલ મીડિયા પર આ ઘટનાને લઈને જુદીજુદી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક યૂઝર્સ સ્યાહી ફેંકવાની ઘટના પર સવાલ ઉઠાવીને જણાવી રહ્યા છે કે કોઈપણ વિરોધને શાંતિપૂર્ણ રીતે કરવો જોઈએ.
કેટલાક અન્ય યૂઝર્સે અભિજીત દિપકેની ટીકા કરતા આરોપ લગાવ્યો છે કે તેમણે દેખાવને રાજકીય દેખાડો બનાવી દીધા છે.
એક યૂઝરે કટાક્ષ કરતા લખ્યુ છે કે શું આ એક જ દિવસમાં મારા તમામ કામ કરશે?
એક અન્ય યૂઝરે મહિલાઓના ઈરાદાઓ પર સવાલ ઉઠાવતા કહ્યુ છે કે સ્યાહી ફેંકવાનો શું મતલબ છે? શું આ મહિલાને લાગે છે કે શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણપણે યોગ્ય છે અને તેમાં કોઈ ખામી નથી, અસમાનતા અથવા કઠોરતા નથી ? એક અન્ય યૂઝરે કહ્યુ છે કે જો તે આ આંદોલનથી સંમત નથી તો તે વિરોધ સ્થાન પર કેમ હતી? આમ તો તે છે કોણ?
બાદમાં દિપકેએ સોશયલ મીડિયા હેન્ડલ એક્સ પર નાનકડી પોસ્ટમાં આ ઘટના પર પ્રતિક્રિયા આપતા લખ્યુ- ભૂરો રંગ મારો રંગ છે... જય ભીમ. આ ટીપ્પણી પર ઓનલાઈન મિશ્ર પ્રતિક્રિયા આવી છે.
સોનમ વાંગચુક હોસ્પિટલમાં, દિપકે ભૂખ હડતાળ પર
એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને શનિવારે સવારે દિલ્હી પોલીસે જંતર-મંતર પર 20 દિવસની ભૂખ હડતાળ પૂર્ણ કર્યા બાદ સફદરજંગ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. વાંગચુક કોકરોચ જનતા પાર્ટીના ટેકામાં ભૂખ હડતાળ પર હતા, જે કથિત નીટ પેપર લીક મામલામાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી કરી રહી છે.
મહત્ત્વપૂર્ણ છે કે સ્યાહી ફેંકવાની ઘટનાથી કેટલાક સમય પહેલા જ દિપકેએ અનિશ્ચિતકાલિન ભૂખ હડતાળ શરૂ કરવાનું એલાન કર્યું હતું. તેમણે કહ્યુ કે સોનમ વાંગચુકે દેખાવ સ્થાન પરથી હટાવાયા બાદ તેમણે આ નિર્ણય કર્યો.
દિપકેએ એક્સ પોસ્ટમાં લખ્યું કે હું અત્યારથી અનિશ્ચિતકાલિન ભૂખ હડતાળ શરૂ કરી રહ્યો છું.
આના પર પણ ઈન્ટરનેટ પર લોકોએ પ્રતિક્રિયાઓ આપી. એક યૂઝરે તેમને સવાલ કર્યો કે પાક્કુ? બ્રેડ પકોડાના સમ?
ઘણાં યૂઝર્સે તેમની ટીકા કરતા આરોપ લગાવ્યો કે દિપકે સોનમ વાંગચુકના નામનો ઉપોયગ રાજકીય લાભ ઉઠાવવા માટે કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યુ કે અભિજીત દિપકે, તમારા પર શરમ આવે છે કે તમે સોનમ વાંગચુક સરના નામ, તેમના દર્દ અને સંઘર્ષનો બેશરમીથી ઉપયોગ માત્ર તમારી રાજનીતિ ચમકાવવા અને આ ભૂખ હડતાળના નાટક દ્વારા ધ્યાન આકર્ષિત કરી રહ્યા છો. સોનમ સર વાસ્તવિક તબીબી દેખરેખ અને સમ્માનના હકદાર છે, ન કે તેમને રાજકીય હથિયાર બનાવવા જોઈએ. અમે નીટ, સીબીએસઈ અને વિદ્યાર્થીઓની આત્મહત્યા મામલામાં વાસ્તવિક ન્યાય માટે સોનમ વાંગચુક સાથે મજબૂતાઈથી ઉભા છીએ. તમારા અંગત લાભ માટે નહીં.