ભારતના 22 કરોડ મુસ્લિમોને ચૂંટણી બહિષ્કાર માટે ઉશ્કેરાશે? ઓવૈસી-મદની સહીતના મુસ્લિમ નેતાઓની 24 જુલાઈએ બેઠક
ઈન્ડિયન મુસ્લિમ ફોર સિવિલ રાઈટ્સ એટલે કે IMCR નામના સંગઠને આગામી 24 જુલાઈએ દિલ્હીમાં એક બેહદ સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ બેઠકનું એલાન કર્યું છે. આ બેઠકમાં મુસ્લિમ સમુદાયની ઘણી મોટી અને જાણીતી હસ્તીઓ સામેલ થવાની હોવાના સમાચાર છે. આ સંમેલન પાર્ટી લાઈનથી ઉપર ઉઠીને મુસ્લિમ નેતાઓને એક મંચ પર લાવવાનું છે
દિલ્હીમાં બે અલગ-અલગ મોરચે મોટી હલચલ જોવા મળી રહી છે. એક તરફ કોકરોચ જનતા પાર્ટી (CJP) ના બેનર નીચે યુવાઓ અને વિદ્યાર્થીઓનું પ્રદર્શન સડક પર ઉગ્ર સ્વરૂપ ધારણ કરતું દેખાયું અને સરકારની વિરુદ્ધ આકરો સૂત્રોચ્ચાર થઈ રહ્યો છે. તો બીજી તરફ અંદરખાને એક અલગ જ રાજકીય વ્યૂહરચના તૈયાર થઈ રહી છે.
મુખ્ય મુસ્લિમ નેતાઓ અને ધર્મગુરુઓની આગેવાનીમાં એક એવો એજન્ડા આકાર લઈ રહ્યો છે કે જેના પડઘા આવનારા દિવસોમાં દેશની રાજનીતિ પર વ્યાપકપણે પડવાની શક્યતા છે.
ઈન્ડિયન મુસ્લિમ ફોર સિવિલ રાઈટ્સ એટલે કે IMCR નામના સંગઠને આગામી 24 જુલાઈએ દિલ્હીમાં એક બેહદ સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ બેઠકનું એલાન કર્યું છે. આ બેઠકમાં મુસ્લિમ સમુદાયની ઘણી મોટી અને જાણીતી હસ્તીઓ સામેલ થવાની હોવાના સમાચાર છે. આ સંમેલન પાર્ટી લાઈનથી ઉપર ઉઠીને મુસ્લિમ નેતાઓને એક મંચ પર લાવવાનું છે.
આ મંચ પર કોંગ્રેસના નેતા સલમાન ખુર્શિદ અને એઆઈએમઆઈએમને પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સહીત ઘણાં રાજકીય પક્ષોના મુસ્લિમ સાંસદો એક મંચ પર એક સાથે જોવા મળે તેવી શક્યતા છે. આ સિવાય જમાત-એ-ઈસ્લામી, જમાત અહલે હદીસ અને ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ એવોર્ડ જેવા પ્રભાવશાળી સંગઠનોના પ્રતિનિધિઓ પણ આ ચર્ચાનો ભાગ બનવા જઈ રહ્યા છે.
સંમેલન બોલાવવાનું કારણ
આ કોઈ સામાન્ય સંમેલન નથી. પરતુ આ સંમેલનની ચર્ચામાં આવેલી વિગતોને જોતા એવું લાગી શકે છે કે જાણે કે દેશના કરોડો મુસ્લિમોને ભારતના લોકતંત્રની સામે ઉભા કરી શકાય અને તેમને ચૂંટણી બહિષ્કાર માટે ઉશ્કેરી શકાય. જો આમ થાય તો આ મોદી સરકાર સામેની જ મોટી સાજિશ નહીં હોય, પણ ભારત વિરોધી કારસો જ હશે.
બેઠકમાં સત્તાવાર રીતે એજન્ડામાં મદરસા પર થનારી પ્રશાસનિક કાર્યવાહી, સમાન નાગરિક સંહિતા એટલેકે યૂનિફોર્મ સિવિલ કોડ અને મુસ્લિમ સમુદાય સાથે જોડાયેલા અન્ય મુદ્દા-બુલડોઝર એક્શન પણ સામેલ છે.
આ સંમેલનની સૌથી વધુ ધ્યાન ખેંચનાર બાબત ચૂંટણી બહિષ્કારને લગતી છે. સંગઠન તરફથી સંકેત આપવામાં આવ્યા છે કે આ બેઠકમાં મહાત્મા ગાંધીના ઐતિહાસિક અસહયોગ આંદોલનની તર્જ પર મુસ્લિમ સમુદાય દ્વારા ચૂંટણી પ્રક્રિયાનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાની રણનીતિ પર પણ ચર્ચા થવાની છે. આમ ચૂંટણી પ્રક્રિયાથી એક આખા સમુદાયને બહાર રાખવાની ઉશ્કેરણી ભારતના લોકતંત્રનો વિરોધ કરવાનો કારસો જ ગણી શકાય.
મુસ્લિમો કરશે ચૂંટણી બહિષ્કાર?
વિપક્ષી દળો અને તેનાથી પણ વધારે મુસ્લિમો-મૌલાનાઓ કે જેમની દુકાનો પર હથોડા ચાલી રહ્યા છે. તેઓ વારંવાર બૂમરાણ કરીને બેઠકો બોલાવીને માહોલ ગરમાવે છે. કોઈને કોઈ બહાને મુસ્લિમોને ભડકાવીને સરકાર વિરુદ્ધ કરવાની કોશિશો કરવામાં આવે છે.
વાત બુલડોઝર એક્શનની કરવામાં આવે છે, તો તે ગેરકાયેસર બાંધકામને ધ્યાનમાં રાખીને કરાય છે. પછી તેમાં મસ્જિદ હોય કે મંદિર કોઈ કાર્યવાહી કરાય છે. ગેરકાયદેસર હશે તો બુલડોોઝર એક્શન થશે. આ બાબતથી હિંદુઓને મુશ્કેલી નથી. પણ મુસ્લિમોના ઠેકેદારોને આનાથી મોટી તકલીફ છે.
દેશમાં યૂસીસી લાગુ કરવાનો વિરોધ મુસ્લિમ નેતાગીરી દ્વારા થઈ રહ્યો છે. આ કાયદામાં મહિલાઓેને હક મળવાના છે. તલાક-નિકાહના ન્યાયસંગત કાયદા બનવાના છે. કુપ્રથાઓ બંધ થવાની છે. પરંતુ મુસ્લિમ નેતાગીરીને આનાથી વાંધો છે.
ઉત્તરાખંડમાં મદરસા બોર્ડને સમાપ્ત કરવામાં આવ્યું. હવે મુસ્લિમ બાળક પણ ધાર્મિક શિક્ષણની સાથે બાકીના વિષયો ભણશે. ડોક્ટર કે એન્જિનિયર કે અન્ય ક્ષેત્રમાં જઈ શકશે. આનાથી મુસ્લિમ નેતાગીરીની શું મુશ્કેલી છે?
ચૂંટણી બહિષ્કારની શું થઈ શકે છે અસર...
મુસ્લિમોના નેતાઓના સંમેલનમાં ચૂંટણી બહિષ્કારની ચર્ચાને લઈને તર્ક અપાઈ રહ્યો છે કે રાજકીય પક્ષો દ્વારા મુસ્લિમોની સતત અણદેખીના વિરોધમાં આ પગલું ઉઠાવી શકાય છે. પરંતુ સ્વતંત્ર ભારતમાં બંધારણીય પ્રક્રિયાઓ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયા ચાલે છે, તેવામાં મુસ્લિમ સમુદાયને આનાથી અળગા કરવાની કોઈપણ કોશિશથી તેમનું ભલું કેવી રીતે થશે, તે સમજાવવું અને સમજવું બંને કઠિન છે. જ્યારે જ્યારે મજહબ કે પંથના આધારે લોકશાહી પ્રક્રિયાઓથી અંતર બનાવવાની કોશિશ થઈ છે. ત્યારે તેના પરિણામ હંમેશા નકારાત્મક આવ્યા છે. પાડોશી દેશ પાકિસ્તાનના દોરીસંચાર હેઠળ કાશ્મીરમાં ભાગલાવાદી હુર્રિયત કોન્ફરન્સ જેવા સંગઠનોએ ઘણીવાર ચૂંટણી બહિષ્કારના એલાનો કર્યા હતા. એના પરિણામો જુઓ તો આવા તત્વોની દુકાનો આજે બંધ છે.
2005માં ઈરાકના સુન્ની મુસ્લિમોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો
કાશ્મીરના લોકો લાંબા સમયથી ભાગલાવાદી તત્વોના અક્કડ વલણને કારણે સ્વસ્થ અને પારદર્શક લોકશાહી પ્રક્રિયાથી અળઘા રહ્યા અને ત્યાં તો વિકાસની ગતિ ધીમી જ રહી હતી. વૈશ્વિક સ્તરે 2005માં ઈરાકમાં સુન્ની મુસ્લિમોએ અમેરિકાના પ્રભાવની વાત કરતા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે ઈરાકી સંસદમાં સુન્ની પ્રતિનિધિત્વ કોઈ ગણતરીમાં ન આવ્યું. જેનાથી ઈરાકમાં શિયા-સુન્ની ટકરાવની નવી હિંસક લહેર શરૂ થઈ.
2014માં બહરીનના શિયા મુસ્લિમોએ પણ ચૂંટણી બહિષ્કારનો માર્ગ પસંદ કર્યો, તો ત્યાં પણ સુન્ની મુસ્લિમ દળોએ એકતરફી જીત પ્રાપ્ત કરીને ત્યાં વિપક્ષ આજ સુધી ખુદને રાજકીય રીતે સ્થાપિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ તમામ વૈશ્વિક અને ઘરેલુ ઉદાહરણોથી એ સ્પષ્ટ છે કે લોકશાહીથી અંતર બનાવવું કોઈપણ સમસ્યાનું સમાધાન નથી, પણ સમાધાન શોધવાના નામે સમસ્યાને વધુ જટિલ બનાવવાની પ્રક્રિયા છે.