PM મોદી-પ્રિયંકા ગાંધીની થઈ રહી હતી વાત, ખડગેએ ટપકું મૂક્યું- ભાઈસાહબ, તમે બદલાઈ ગયા! જુઓ Video
વાઈરલ વીડિયોની હળવી વાતચીત નવી દિલ્હીમાં શરદ પવારના 6, જનપથ ખાતેના ઘર પર સુપ્રિયા સુલેની પુત્રી રેવતીના વેડિંગ રિસેપ્શન વખતે થઈ હતી.
એનસીપી-શરદચંદ્ર પવાર પાર્ટીના નેતા સુપ્રિયા સુલેની પુત્રીના લગ્નના રિસેસ્પશનમાં ઘણી રાજકીય હસ્તીઓ સામેલ થઈ હતી.નવી દિલ્હીમાં ભવ્ય સ્વાગત સમારંભમાં સત્તાપક્ષ અને વિપક્ષના ઘણાં નેતાઓ સામેલ થયા હતા. આ રિસેપ્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને ગાંધી પરિવારના સદસ્યો એકસાથે જોવા મળ્યા.આ દુર્લભ નજારાનો એક વીડિયો સોશયલ મીડિયા વાયરલ થયો છે.
જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે આમનો-સામનો થઈ ગયો. બાજૂમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે પણ હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રિયંકા ગાંધીને પુછયું કે કેમ છો..
તેના જવાબમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે હું ઠીક છું સર. તમે કેમ છો..
જો કે પ્રિયંકા વીડિયોમાં દેખાતા નથી.
વડાપ્રધાને જવાબ આપ્યો કે હું જેવો છું તેવો જ છું....બાજૂમાં ખડગે સ્મિત કરી રહ્યા હતા. ખડગેએ પીએમને આમ કહેતા સાંભળ્યા અને તેની સાથે કોંગ્રેસ અધ્યક્ષે ટપકું મૂક્યું કે ભાઈસાહેબ, તમે થોડા બદલાઈ ગયા છો.
તેના પછી પીએમ મોદીએ સ્મિત સાથે પ્રતિક્રિયા આપી કે અચ્છા..
તેના પછી આ નેતાઓ હસવા લાગ્યા હતા. જો કે ખડગેએ પોતાની વાતનો અર્થ સમજાવ્યો નહીં. તે દરમિયાન પીએમ મોદી હાથ જોડીને સૌનું અભિવાદન કરતા જોવા મળ્યા. ત્યાંથી પછી પીએમ મોદી આગળ વધી ગયા હતા.
આ દરમિયાન રાહુલ ગાંધી પણ ત્યાં હાજર હતા અને બંને નેતાઓની વાતચીત સાંભળીને તેઓ પણ સ્મિત કરી રહ્યા હતા.
સોશયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ યૂઝર્સ ખડગેની ટીપ્પણીનો અર્થ સમજાવવાની કોશિશ કરી ર્યા છે. ઘણાં લોકોનું માનવું છે કે ખડગે કદાચ પીએમ મોદીના તાજેતરના ટ્રેન્ડ તરફ ઈશારો કરી રહ્યા છે, જેમાં તે દિલ્હીના છાત્રોના વિરોધ પ્રદર્શન બાદ ઝેન-ઝી સુધી પહોંચવા માટે સેલ્ફી સ્ટાઈવાળા ઈન્સ્ટાગ્રામ વીડિયોનો ઉપયોગ કરી રહ્યા છે.
પરીક્ષા પેપર લીક થવાની વિરુદ્ધ સતત ચાલેલા દેખાવોને કારણે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રી પદ છોડવું પડયું હતું.
ઉપરોક્
વેડિંગ રિસેપ્શનમાં પીએમ મોદી અને શરદ પવાર વચ્ચે ગંભીર વાતચીતની વધુ એક તસ્વીર પણ સામે આવી છે. આ તસ્વીર એવા સમયે સામે આવી છે કે જ્યારે એનસીપી-એસપી અને ભાજપ એકબીજાની નજીક આવી રહ્યા હોવાની અટકલો લાગી રહી છે. જો કે સુપ્રિયા સુલે પહેલા સ્પષ્ટ કરી ચુક્યા છે કે પીએમ મોદી સાથે પાર્ટીની તાજેતરની વાતચીત મહારાષ્ટ્ર સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને હતી.