શું દેવેન્દ્ર ફડણવિસ મહારાષ્ટ્રનું CM પદ છોડી રહ્યા છે? PM મોદી સાથે મુલાકાત બાદ ખુદ આપ્યો જવાબ
ફડણવિસે કહ્યુ છે કે દિલ્હીમાં આજે તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ. આ દરમિયાન મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી અને આગામી પ્રોજેક્ટ્સને લઈને કેન્દ્ર સરકાર સાથે વિસ્તારથી ચર્ચા પણ થઈ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે દિલ્હીની પોતાની મુલાકાત અને કેન્દ્રમાં મંત્રી બનાવવાની અટકળો પર સ્પષ્ટ જવાબ આપ્યો છે. તેમણે કહ્યુ છે કે જેને જેટલી અટકળો લગાવવી છે, જેને જેટલી પતંગ ઉડાડવી છે અને જેને જેટલી અફવા ફેલાવવી છે, તે આ કામ કરી રહ્યા છે. મને મહારાષ્ટ્રની જનતાએ ચૂંટીને મોકલ્યો છે અને અમારા નેતા નરેન્દ્ર મોદીએ મને મહારાષ્ટ્રની જવાબદારી સોંપી છે. હું આ જવાબદારીનું નિર્વહન કરતો રહીશ.
ફડણવિસે સ્પષ્ટ કર્યુ છે કે તે મુંબઈમાં છે, મહારાષ્ટ્રમાં છે અને મહારાષ્ટ્રમાં જ રહેશે. આ નિવેદન બાદ કેન્દ્રમાં મંત્રી બનવાની તેમની શક્યતાઓને લઈને ચર્ચા પર વિરામ લાગતું દેખાય રહ્યું છે. ફડણવિસે કહ્યુ છે કે દિલ્હીમાં આજે તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ. આ દરમિયાન મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી અને આગામી પ્રોજેક્ટ્સને લઈને કેન્દ્ર સરકાર સાથે વિસ્તારથી ચર્ચા પણ થઈ.
તેમણે જણાવ્યુ કે ગ્રામીણ વિકાસ, મુંબઈ મેટ્રો, રેલવે, એરપોર્ટ, પોર્ટ અને સડક નિર્માણ સહીતના મહારાષ્ટ્ર સાથે જોડાયેલા ઘણાં મોટા પ્રોજેક્ટ્સ પર ચર્ચા થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રને દરેક સંભવ મદદનો ભરોસો પણ આપ્યો છે. ફડણવિસે ક્હ્યુ છે કે તેમણે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણની સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન વિયર કોરિડોરને લઈને જાપાનની જાયકા સાથે આગળ કેવી રીતે કામ કરવામાં આવે, તેના પર ચર્ચા થઈ.
તેના સિવાય મુખ્યમંત્રીએ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની સાથે મુલાકાત કરી અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલા પર્યાવરણના વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરી. ફડણવિસે કહ્યુ કે તેના પછી તેમની મુલાકાત નિર્મા સીતારમણ અને કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ સાથે થઈ છે. દેશભરના મુખ્યમંત્રીઓ અને ઉદ્યોગ મંત્રીઓ સાથે ઉદ્યોગ વિભાગ સાથે જોડાયેલી એક બેઠક યોજાવાની છે, જેમાં તે પણ ભાગ લેશે.
કૂલ મળીને દિલ્હી મુલાકાત દરમિયાન દેવેન્દ્ર ફડણવિસે કેન્દ્રમાં મંત્રી બનવાની અટકળોને નનૈયો ભણતા સ્પષ્ટ સંદેશ આપ્ય છે કે હાલ તેમની પ્રાથમિકતા મહારાષ્ટ્ર છે અને તેઓ મહારાષ્ટ્રની જવાબદારી સંભાળતા રહેશે.
મહત્ત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસના દિલ્હી જવાની અને સીએમ પદ છોડવાની ચર્ચા ગત મહિને જુલાઈમાં ઉઠી હતી. 17 જુલાઈએ શિવસેના-યુબીટીના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય રાઉતે એક મીડિયા વાતચીતમાં આવો દાવો કર્યો હતો. જેનાથી મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ મચી હતી.
સંજય રાઉતે દાવો કર્યો હતો કે જો આગામી એક-બે માસમાં કેન્દ્ર સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે ફેરબદલ થશે, તો મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ મોટા બદલાવ જોવા મળી શકે છે. તેમણે કહ્યુ હતુ કે આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસને કેન્દ્રમાં જવાબદારી મળી શકે છે અને રાજ્યમાં ભાજપના કોઈ વરિષ્ઠ મંત્રી મુખ્યમંત્રી બનાવાય તેવી શક્યતા છે. તેમણે જેવું આ નિવેદન આપ્યું કે તેના પછી તુરંત દેવેન્દ્ર ફડણવિસના સીએમ પદ છોડવાની અટકળો શરૂ થઈ હતી.
હવે જ્યારે સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની ટીમના વિસ્તરણના અહેવાલ આવ્યા અને આ પ્રસંગે દેવેન્દ્ર ફડણવિસની દિલ્હીમાં પીએમ મોદી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓની સાથેની મુલાકાતના અહેવાલ આવ્યા, તો ફરી એકવાર જૂની ચર્ચાને હવા મળી ગઈ. પણ આ ચર્ચાનું ખુદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે જ ખંડન કર્યું છે.