પાગલ હતો, પણ મર્યાદામાં હતો! : રક્ષાબંધન પહેલા વાઈરલ થયેલા વીડિયોનો અંત જોવાનું ચુકતા નહીં -જુઓ Video
એક માનસિક રીતે અસ્વસ્થ દેખાતો લઘર-વઘર કપડાં પહેરેલો વ્યક્તિ હાથમાં રાખડી લઈને બજારમાં દેખાય છે. તે એક સ્કૂલે જઈ રહેલી બાળકીને રાખડી બાંધવા માટે ઈશારો કરે છે
રક્ષાબંધન આવી રહી છે, ભાઈ-બહેનના સંબંધો માટે રાખડી અને રક્ષાબંધન એક વિશેષ મહત્ત્વ ધરાવે છે. ત્યારે સોશયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં એક માનસિક રીતે અસ્વસ્થ દેખાતો લઘર-વઘર કપડાં પહેરેલો વ્યક્તિ હાથમાં રાખડી લઈને બજારમાં દેખાય છે. તે એક સ્કૂલે જઈ રહેલી બાળકીને રાખડી બાંધવા માટે ઈશારો કરે છે.
આ સ્કૂલે જતી વિદ્યાર્થિની પાગલ દેખાતા શખ્સને રાખડી બાંધે છે. તેના પછી આ વ્યક્તિ તેને રાખડી બાંધનાર સ્કૂલની વિદ્યાર્થિનીને પગે લાગે છે અને કહે છે કે તેની પાસે આપવા માટે કંઈ નથી.
ત્યારે વિદ્યાર્થિની કહે છે કે કંઈ વાંધો નહીં. તો આ શખ્સ તેની પાસે રહેલી લાકડી તેને રાખડી બાંધવા બદલ આપે છે.
આ એક સૂચક બાબત છે કે લાકડીથી વિદ્યાર્થિનીને તેની મર્યાદા ભંગ કરનાર સામે વાપરવા માટે આપવામાં આવી હોય તેવો તેનો ભાવ છે. બેશક આ વ્યક્તિ માનસિક બીમાર હતો... પણ મર્યાદામાં હતો.