મુંબઈમાં 1 સપ્ટેમ્બરથી દૂધ 102 રૂપિયે લિટર, 9 રુપિયાનો ધરખમ વધારો
તબેલા દૂધ ઉત્પાદકોનું કહેવું છે કે સંશોધિત દરો 1 સપ્ટેમ્બર, 2026ના રોજથી લાગુ થશે અને 28 ફેબ્રુઆરી, 2027 સુધી લાગુ રહેશે.
દૂધના ભાવમાં મોટો વધારો થયો છે. પહેલી સપ્ટેમ્બરથી મુંબઈમાં તબેલાવાળું દૂધ પ્રતિ લિટર 9 રૂપિયા મોંઘુ મળશે. જો કે મુંબઈમાં પેકેટવાળા દૂધના ભાવમાં વધારો કરાયો નથી.
દૂધના ભાવમાં આ વધારો બરાબર તહેવારો પહેલા થયો છે. આ વધારા બાદ મુબઈમાં ખુલ્લું દૂધ કે ડેરીમાંથી છૂટક દૂધ ખરીદનારા પરિવારો માટે નાણાંકીય બોજો વધશે અને તેમના માસિક બજેટ પણ વધશે. આ વધારાની સાથે મુંબઈમાં 93 રૂપિયા પ્રતિ લિટરની કિંમતવાળા તબેલાનું દૂધ હવે 102 રૂપિયા પ્રતિ લિટરની કિંમત પર મળશે.
તબેલા દૂધ ઉત્પાદકોનું કહેવું છે કે સંશોધિત દરો 1 સપ્ટેમ્બર, 2026ના રોજથી લાગુ થશે અને 28 ફેબ્રુઆરી, 2027 સુધી લાગુ રહેશે. ઉત્પાદકોએ કહ્યું છે કે કિંમતોમાં વધારાનો નિર્ણય પશુઓની પડતરમાં સતત વધારો અને પશુ આહાર, ચારા પર થનારા ખર્ચમાં ઝડપી વધારાના કારણે કરાયો છે.
ઉત્પાદકો મુજબ, તાજેતરના મહિનાઓમાં ડેરી ફાર્મોને ચલાવવાની પડતર ઘણી વધી છે. જેના કારણે 93 રૂપિયા પ્રતિ લિટરના હાલના ભાવ પર દૂધ વેચવાનું ચાલુ રાખવું મુશ્કેલ થઈ ગયું છે. અનાજ સહીતના ઘણાં પ્રકારના પશુ આહારની કિંમતોમાં 25 ટકા સુધીનો વધારો થયો છે. ચારા અને ખળીની વધતી પડતરે દૂધ ઉત્પાદનની કુલ પડતરને વધારી દીધી છે. ઉત્પાદકોએ કહ્યું છે કે ઉત્પાદની પડતરમાં વધારાના કારણે કિંમતોમાં ફેરફાર કરવો બેહદ જરૂરી છે.
9 રૂપિયા પ્રતિ લિટરનો આ વધારો બજેટ પર લોકોના બજેટ પર સીધી અસર કરશે. ખાસ કરીને એ પરિવારો જે પોતાની દૈનિક ખપત માટે તબેલાના દૂધ પર નિર્ભર છે. તહેવારોના ઠીક પહેલા થયેલો વધારો પહેલા જ મોંઘવારી સામે ઝઝૂમી રહેલા મુંબઈકરો માટે વધુ એક બોજો બનવાનો છે. 1 સપ્ટેમ્બરે મુંબઈમાં તબેલાના દૂધની ખરીદી કરનારા વપરાશકારોએ 93 રૂપિયા પ્રતિ લિટરના સ્થાને 102 લિટર પ્રતિ લિટરની ચુકવણી કરવી પડશે.