CJP ની સંસદ માર્ચમાં RPF નો લાઠીચાર્જ, જંતર-મંતર પર દેખાવકારો સાથે ઘર્ષણ
સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ અને સુરક્ષાદળો એલર્ટ પર છે. દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશને સોમવારે સુરક્ષા કારણોથી રાજીવ ચોક, જનપથ, પટેલ ચોક, કેન્દ્રીય સચિવાલય અને સેવાતીર્થ મેટ્રો સ્ટેશનો સીલ કર્યા છે
દિલ્હી: કોકરોચ જનતા પાર્ટીની સંસદ માર્ચને લઈને જંતર-મંતર પર સુરક્ષા દળો અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયું છે. આ દરમિયાન દેખાવકારોને સંસદ તરફ આગળ વધતા રોકવા માટે આરપીએફ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે. રેપિડ એક્શન ફોર્સના જવાનોએ દેખવાકારોને જંતર-મંતર ખાતે નિયંત્રિત કરવા માટે લાઠીચાર્જ કર્યો છે. આજથી સંસદના ચોમાસું સત્રની શરૂઆત થઈ ચુકી છે.
તેવામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ અને સુરક્ષાદળો એલર્ટ પર છે. દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશને સોમવારે સુરક્ષા કારણોથી રાજીવ ચોક, જનપથ, પટેલ ચોક, કેન્દ્રીય સચિવાલય અને સેવાતીર્થ મેટ્રો સ્ટેશનો સીલ કર્યા છે. આ પગલું CJP દ્વારા યોજવામાં આવેલી સંસદ માર્ચને કારણે ઉઠાવાયું છે. ડીએમઆરસીએ સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ દ્વારા જાહેર કર્યું છે કે આગામી આદેશ સુધી પાંચ મેટ્રો સ્ટેશન બંધ રહેશે. CJP શિક્ષણ ક્ષેત્રમાં સુધારાની માગણી સાથે સંસદના મોનસૂન સત્રના પહેલા દિવસે સોમવારે સંસદ સુધીની વિરોધ માર્ચ કાઢી રહી છે.
જેને ધ્યાનમાં લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તેની સાથે જ તેમણે જણાવ્યુ છે કે આ વિરોધ માર્ચ માટે કોઈ મંજૂરી લેવામાં આવી નથી. સંસદના મોનસૂન સત્ર અને CJP ની પ્રસ્તાવિત ચલો સંસદ માર્ચને જોતા દિલ્હી પોલીસ વધુ સાવધાન છે.
જંતર-મંતર પર લાઠીચાર્જ
દિલ્હીમાં સંસદ માર્ચ દરમિયાન સુરક્ષાદળો અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયું છે. આરપીએફના જવાન દેખાવો દરમિયાન હંગામો વધવા પર લાઠીઓ વિંઝતા જોવા મળ્યા. દેખાવકારો સાથે બોલાચાલી બાદ જવાનોને બળપ્રયોગ કરવાની ફરજ પડી છે. આ દરમિયાન જંતર-મંતર પર હંગામાની તસ્વીરો અને વીડિયો સામે આવ્યા છે.
જંતર-મંતર, સંસદ અને અન્ય મુખ્ય સ્થાનો પર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓની તેનાતી કરવામાં આવી છે. નવી દિલ્હી જિલ્લામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે બીએનએસએસની કલમ-163 હેઠળ નિષેધાજ્ઞા લાગુ કરવામાં આવી છે. ડીસીપી સચિન શર્માએ એક્સ પોસ્ટમાં જણાવ્યુ છે કે દિલ્હી પોલીસ સ્પષ્ટ કરે છે કે આ પ્રકારની કોઈપણ વિરોધ માર્ચ અથવા સરઘસ માટે ન તો મંજૂરી માંગવામાં આવી છે અને ન આપવામાં આવી છે. નવી દિલ્હી ક્ષેત્રમાં બીએનએસએસની કલમ-163 હેઠળ નિષેધાજ્ઞા લાગુ છે.
પોલીસ અધિકારી મુજબ, પૂર્વ મંજૂરી વગર જંતર-મંતર ખાતે નર્ધારીત વિરોધ સ્થળને છોડીને વિરોધ માર્ચ, સરઘસ, દેખાવ અને પાંચથી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ છે. તેમણે ચેતવણી આપી છે કે નિષેધાજ્ઞાનો ભંગ કરનાર વિરુદ્ધ બીએનએસની કલમ-223 અને અન્ય લાગુ જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
સંસદ માર્ગ, સેન્ટ્રલ વિસ્ટા, કનોટ પ્લેસ, શંકર ચોક અને અન્ય મુખ્ય પ્રતિષ્ઠાનોની આસપાસ પણ સુરક્ષા વધારવામાં આવી છે. કોઈપણ આકસ્મિક સ્થિતિનો સામનો કરવા માટે ક્વિક એક્શન ટીમોને તેનાત કરવામાં આવી છે.
મહત્ત્વપૂર્ણ છે કે દિલ્હી પોલીસે શનિવારે ભૂખ હડતાળ કરી રહેલા એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી કરી હતી. CJP ના સંસ્થાપક અભિજીત દિપકેએ આ કાર્યવાહી પછી અનિશ્ચિતકાલિન ભૂખ હડતાળ શરૂ કરી હતી. વાંગચુકે હોસ્પિટલમાંથી જાહેર કરેલા સંદેશમાં ટેકેદારોને 20 જુલાઈએ પ્રસ્તાવિત ચલો સંસદ માર્ચમાં મોટી સંખ્યામાં સામેલ થવાની અપીલ કરી હતી.