રાહુલ ગાંધી-અખિલેશ યાદવને PM હાઉસ બહારથી પોલીસે ઉઠાવ્યા, કૉંગ્રેસી સાંસદોને હટાવાયા
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને પણ પોલીસે અટકમાં લીધા છે. પોલીસ બંને નેતાઓને બસમાં લઈ ગઈ છે. કોંગ્રેસના સાંસદોને પણ ધરણાં સ્થળેથી હટાવાય રહ્યા છે. પોલીસે કર્ણાટકના મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારને પણ બસમાં બેસાડયા છે.
નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 કલ્યાણ માર્ગ ખાતે ધરણાં કરી રહેલા કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પોલીસે પોતાની કસ્ટડીમાં લીધા છે.
તેમની સાથે જ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને પણ પોલીસે અટકમાં લીધા છે. પોલીસ બંને નેતાઓને બસમાં લઈ ગઈ છે. કોંગ્રેસના સાંસદોને પણ ધરણાં સ્થળેથી હટાવાય રહ્યા છે. પોલીસે કર્ણાટકના મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારને પણ બસમાં બેસાડયા છે.
આ ધરણાં વડાપ્રધાન નિવાસના પાછળના ગેટ પાસે થઈ રહ્યા હતા. ગત ત્રણ કલાકથી વિપક્ષી સાંસદ ધરણાં પર બેઠાં હતા.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે રાહુલ ગાંધી સાથે કરી હતી વાતચીત
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત અને વાતચીત પરિણામવિહીન રહ્યા બાદ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યુ કે તેમની ધરણાં સ્થળે વાતચીત થઈ. તેમણે એક્સ પર લખ્યું કે કેટલોક સમય પહેલા એ જાણકારી મળી કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને તેમની સાથે અન્ય વરિષ્ઠ નેતા, જેવા કે શ્રી રાહુલ ગાંધી, શ્રીમતી પ્રિયંકા ગાંધી વગેરે અક્સામતે અકબર રોડ નજીક એક સ્થાન પર પોતાના ટેકેદારો સાથે ધણાં પર બેસી ગયા છે. સરકારે આ વરિષ્ઠ દળની ગરિમાને જોતા, મને ખુદ અને મારી સાથે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનને આ વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરવા માટે સ્થળ પર મોકલ્યો.
તેમણે જણાવ્યુ કે રાહુલ ગાંધીને અનુરોધ કરાયો કે તે પોતાના ધરણાં સમાપ્ત કરે, કારણ કે આ ધરણાં સ્થાન નથી અને અહીં ધરણાં કરવાથી જનસાધારણને ઘણી અસુવિધા પણ પહોંચી રહી છે. રાહુલ ગાંધીજીએ એ માગણી મૂકી કે સરકાર સંસદમાં નીટ અને તેને સંબંધિત આંદોલન સાથે જોડાયેલા તમામ વિષયો પર ચર્ચા કરવા માટે માની જાય છે, તો તેઓ પોતાના ધરણાં તાત્કાલિક સમાપ્ત કરી દેશે. કેટલીક ક્ષણોમાં સરકારના ટોચના નેતૃત્વની મંજૂરી બાદ રાહુલ ગાંધીને ભરોસો અપાયો કે તેમની માગણી માની લેવામાં આવી છે અને સરકાર નીટ અને તેની સાથે સંબંધિત આંદોલન સાથે જોડાયેલા તમામ વિષયો પર સંસદમાં ચર્ચા માટે તૈયાર છે.
કેન્દ્રીય મંત્રીએ લખ્યું કે રાહુલ ગાંધીજીને જ્યારે આ માહિતી આપવામાં આવી તો તેમણે કહ્યુ કે તે આટલાથી જ નહીં માને. તેમણે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાનો ભરોસો પણ માંગ્યો. તેમમે કહ્યુ કે હવે મારી બે માગગ છે. સંસદમાં ચર્ચા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું. જ્યારે તેમને યાદ અપાવ્યું કે પહેલા તેમણે માત્ર ચર્ચાની જ માગણી કરી હતી, ત્યારે તેમણે કહ્યુ કે હવે મારી માંગ બદલાઈ ગઈ છે. જ્યારે તેમને વિનમ્રતાથી એ સમજાવવાનો પ્રાયસ કરાયો કે તેમના જેવા વરિષ્ઠ નેતા આટલી જલ્દી પોતાની વાતથી કિનારો કરે તે શોભા આપતું નથી, તો તેમણે કહ્યુ કે આ મારી મરજી છે. જ્યારે ગૃહ સચિવે એ સમજાવવાની કોશિશ કરી કે આ સ્થળ ધણાં માટે અનુકૂળ નથી તો તેમનો જવાબ હતો કે આ પણ મારી મરજી છે તે જ્યાં બેસે.
રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું હતું કે અમે ગઈકાલે યુવા છાત્રો સાથે થયેલી ક્રૂરતા બદલ પીએમ મોદીનો જવાબ માંગવા માટે તેમના ઘર સુધી માર્ચ કરી રહ્યા છીએ. સરકાર કોઈ જવાબદેહી લેવા માંગતી નથી અથવા સંસદમાં આના પર ચર્ચા ઈચ્છતી નથી. ભારતના યુવાઓના ભવિષ્ય બરબાદ કરવા માટે વડાપ્રધાન અને ગૃહ મંત્રીએ રાજીનામા આપવા જોઈએ.

વિપક્ષનો આ માર્ચ જંતરમંતર સુધી થશે. હાલ વિપક્ષી નેતા લોકકલ્યાણ માર્ગ પર ધરણાં દઈ રહ્યા છે. આ માર્ચમાં કોંગ્રેસના સાંસદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. રાહુલ ગાંધી અને ખડગે સહીતના ઘણાં નેતાઓના બંને હાથ નાઈલોન રોપ્સથી બાંધામાં આવ્યાના પણ મીડિયા અહેવાલ છે.
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીને પણ પોલીસે ડિટેન કર્યા છે. કસ્ટડીમાં લેવાયા બાદ પંજાબપ કેમ્પેન કમિટીના ચેરમેન ચન્નીએ કહ્યુ કે આ ભાજપનો આતંકવાદ છે. તેઓ છાત્રોની વાત સાંભળતા નથી.