બિલ્કિસ બાનો કેસમાં શું હતું પ્રહલાદ જોશીનું નિવેદન? પ્રિયંકા-રાહુલ ગાંધી બંનેએ ઘેર્યા
જે બિલ્કિસ બાનો કેસની વાત થઈ રહી છે તેમાં 2002માં 5 માસની ગર્ભવતી બિલ્કિસ બાનો પર સામુહિક બળાત્કાર કરીને તેના પરિવારના સાત સદસ્યોની હત્યા કરવામાં આવી હતી. જેમાં 11 દોષિતોને 2008માં મુંબઈની સ્પેશયલ સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા થઈ હતી. 2022માં ગુજરાત સરકારે સજા માફી નીતિ હેઠળ તમામ 11 દોષિતોને જેલમાંથી મુક્ત કર્યા હતા. તેના પર વિવાદ સર્જાયો હતો. 8 જાન્યુઆરી, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આ દોષિતોની મુક્તિના આદેશને રદ્દ કર્યો હતો અને સ્પષ્ટ કર્યું કે જે રાજ્યમાં કેસની સુનાવણી થઈ હોય (મહારાષ્ટ્ર) ત્યાં જ સજા માફીનો નિર્ણય લેવાનો અધિકાર હતો, જેથી દોષિતોને જેલમાં જવું પડયું.
2002ના ગોધરાકાંડ બાદ થયેલા રમખાણોમાં બિલ્કિસ બાનનો કેસમાં દોષિતોની મુક્તિને લઈને એક જૂના નિવેદનને કેરણે નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી વિપક્ષના નિશાને છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા બંનેએ આ મુદ્દા પર કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લીધા છે.
રાહુલ ગાંધીએ સંસદની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં પ્રહલાદ જોશીના નવા શિક્ષણ મંત્રી બનવા પર સખત વાંધો વ્યક્ત કરીને નારાજગી દર્શાવી હતી. તો પ્રિયંકા ગાંધીએ ગૃહમાં આ નિર્ણય પર વડાપ્રધાનને ઘેર્યા હતા.
મહત્ત્વપૂર્ણ છે કે બિલ્કિસ બાનો કેસમાં દોષિતોની મુક્તિ સમયે પ્રહલાદ જોશીએ કહ્યુ હતુ કે મને આમા કંઈપણ ખોટું લાગતું નથી, કારણ કે આ કાયદાની એક પ્રક્રિયા છે. તર્ક હતો કે જેલમાં ઘણાં લાંબા સમયથી બંધ દોષિતોની મુક્તિ માટે કાયદામાં જોગવાઈ ઉપલબ્ધ છે.

રાહુલ ગાંધીની નારાજગી
રાહુલ ગાંધીએ પ્રહલાદ જોશીના શિક્ષણ મંત્રી બનવાનો વિરોધ કરતા કહ્યુ હતુ કે આટલા સારા યુવા એજ્યુકેશન સિસ્ટમને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને ઘણી યુવતીઓ પ્રદર્શન કરી રહી છે. તેમને મારવામાં આવ્યા. ભાજપે એક એવા વ્યક્તિને બેસાડયો છે જે બળાત્કારીઓનો રક્ષક છે? તે સૌથી ગંદા પ્રકારનો વ્યક્તિ છે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે આવા વ્યક્તિથી વધારે ગંદો કોઈ હોઈ શકે નહીં જે કહે કે બળાત્કારીઓને સુરક્ષાની જરૂરત છે. આ ભારતના શિક્ષણ મંત્રી છે. આ વિચિત્ર છે. વડાપ્રધાન તરફથી આ એક વિચિત્ર પ્રતિક્રિયા છે કે તેમના મંત્રીમંડળમાં આટલા લો કો છે. તે તેમાંથી કોઈને પણ પસંદ કરી શકતા હતા. પરંતુ તેમણે એક એવા વ્યક્તિને પસંદ કર્યો જે બળાત્કારીઓને સંરક્ષણ આપે છે. આ ઘણું પરેશાન કરનારું છે.
પ્રિયંકા ગાંધીએ પણ ઉઠાવ્યો સવાલ
પ્રિયંકા ગાંધીએ પણ ગૃહમાં પ્રહલાદ જોશીના શિક્ષણ મંત્રી બનવા પર વાંધો વ્યક્ત કર્યો. તેમણે કહ્યુ કે વડાપ્રધાને નવા શિક્ષણ મંત્રી પસંદ કર્યા, એવા વ્યક્તિને સત્તા પર આસિન કર્યા જેમણે એક ગર્ભવતી મહિલાના બળાત્કારીઓની મુક્તિને પોતાની સંમતિ આપી હતી. દેશની કરોડો યુવતીઓને વડાપ્રધાને શું સંદેશ આપ્યો? જો કે આ નિવેદનને કારણે લોકસભામાં હંગામો થયો હતો અને તેને પછી પ્રોસિડિંગ્સમાંથી હટાવવામાં આવ્યું હતું.
નીટ પેપર લીકના વિરોધમાં કોકરોચ જનતા પાર્ટીની માગણી પર ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. 25 જુલાઈએ પોતાના રાજીનામા બાદ કેન્દ્ર સરકારે પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો કાર્યભાર સોંપ્યો છે.