છત્તીસગઢના બસ્તરમાં BSF કેમ્પમાં પાણી ઘૂસ્યું, વૃક્ષો પર કલાકો ફસાયેલા રહ્યા 30 જવાન
બસ્તરમાં ઈંદ્રાવતી નદીના જળસ્તરમાં ઘટાડો થવા છતાં બીજાપુર જિલ્લામાંથી મહારાષ્ટ્ર અને તેલંગાણાને જોડનારો મુખ્યમાર્ગ બંધ છે.
છત્તીસગઢના બસ્તરમાં સતત વરસાદને કારણે પુરની પરિસ્થિતિ પેદા થઈ છે. નારાયણપુર જિલ્લના અબૂઝમાડ ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે કુકુર નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો છે. જેને કારણે બાલવેડા ખાતેની બીએસએફની 86મી બટાલિયના કેમ્પમાં પુર જેવી સ્થિતિ પેદા થઈ છે.
જેના કાણે 30 જવાનોએ પોતાના જીવ બચાવવા માટે આવાસીય ટિન શેડની છતો અને વૃક્ષો પર ચઢવાની ફરજ પડી હતી. પુરનું પાણી ઘટયા બાદ નજીકના પરયાદી કેમ્પના જવાનાઓએ બાલબેડા કેમ્પમાં ફસાયેલા તમામ જવાનોને સુરક્ષિત બહાર કાઢયા હતા.
બસ્તરમાં ઈંદ્રાવતી નદીના જળસ્તરમાં ઘટાડો થવા છતાં બીજાપુર જિલ્લામાંથી મહારાષ્ટ્ર અને તેલંગાણાને જોડનારો મુખ્યમાર્ગ બંધ છે. ઘણાં ગામોનો સંપર્ક હજી પણ સ્થાપિત થઈ શક્યો નથી. ભોપાલપત્તનમના તિમેડ પુલ પર ઈંદ્રાવતી નદીનું જળસ્તર 16.94 મીટરથી ઘટીને 16.80 મીટર નોંધાયું છે.