કલોલ સગીરાના રેપ-મર્ડર કેસમાં ખુલાસો: 700 આપીને વય છૂપાવાય, યુવકે લોહીવાળા કપડાં નદીમાં ફેંક્યા
પોલીસે આખા કેસની તપાસ શરૂ કરી છે અને ડિવાઈન હોસ્પિટલમાંથી સગીરાનું જીન્સનું પેન્ટ-કપડાં, સીસીટીવી ફૂટેજ કબજે લીધા છે
કલોલ તાલુકાની 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ પછી તેના મૃત્યુની ઘટનામાં ચકચારી ખુલાસો થયો છે. 6 ઓગસ્ટે પેથાપુરના 22 વર્ષીય પ્રેમીએ સેક્ટર 16ના કેપિટલ ગેસ્ટ હાઉસ કમ હોટલના રૂમમાં સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. પેથાપુર પોલીસે આરોપી દિશાંતની ધરપકડ કરીને તેને ત્રણ દિવસની રિમાન્ડ પર પૂછપરછ શરૂ કરી છે.
દુષ્કર્મ બાદ સગીરાને ખૂબ બ્લીડિંગ થતાં આરોપીએ પોતાના લોહીવાળા થયેલા કપડાંને સાબરમતી નદીમાં ફેંકી દીધા હતા. આરોપી દિશાંતે હોટલમાં રિસેપ્શનિસ્ટને 700 રૂપિયા આપીને સગીરાની વય પણ છૂપાવી હતી. પોલીસે આખા કેસની તપાસ શરૂ કરી છે અને ડિવાઈન હોસ્પિટલમાંથી સગીરાનું જીન્સનું પેન્ટ-કપડાં, સીસીટીવી ફૂટેજ કબજે લીધા છે.
મહત્ત્વપૂર્ણ છે કે કલોલ તાલુકાની 17 વર્ષીય સગીરા પર તેના 22 વર્ષના પ્રેમી દિશાંતે ગેસ્ટહાઉસમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ સગીરા બેભાન થઈ જતા આરોપીએ તેના પિતાને જાણ કરી હતી.
આરોપીના પિતાએ સગીરાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવી હતી. પણ રક્તસ્ત્રાવ અને ઈન્ફેક્શનના કારણે સારવાર દરમિયાન સગીરાનું મોત નીપજ્યું હતું. પેથાપુર પોલીસે પોક્સો અને દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.